આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ અને ચણા ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
લીલા મગમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે. આ પાચન તંત્ર માટે પણ ફાયદાકારક હોય છે. લીલા મગમાં એન્ટીફંગલ તેમજ એન્ટીમાઈક્રોબાયલ ગુણ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા મગ ખુબ જ લાભકારી હોય છે કેમ કે તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે.
ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિન માં નિખાર આવે છે. ફણગાવેલા મગ ખાવાથી લોહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચરો પણ બહાર નીકળી જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળે છે.
ફણગાવેલા મગ એ આયર્ન નો એક સારો સ્ત્રોત છે. એનિમિયાના રોગથી બચવા માટે અને આયરન ની ઉણપને દુર કરવા માટે મગનું સેવન કરવું જોઈએ. ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશનમાં વધારો થાય છે.
જો સવારે નાસ્તામાં ભારે ચીજોનું સેવન કરો છો, તો તેના બદલે ફણગાવેલા મગનું સેવન કરવું જોઈએ. સવારે તેનું સેવન કરવાથી તમારા શરીરને ફાઈબરની ભરપુર માત્રા મળી રહે છે, જેનાથી કબજિયાતની સમસ્યા તુરંત જ ખતમ થઇ જશે.
ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન પણ રાહત મળે છે.
ફણગાવેલા મગ ની સાથે સાથે મગનું પાણી પણ તેટલૂ જ ઉપયોગી છે મગનું પાણી પીવાથી સ્કીન ને લગતી ઘણી બીમારી માં મદદરૂપ થાય છે. ફણગાવેલા મગ ખાવાથી કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે કારણકે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રમાં તેમની સામે લડવામાં મદદ કરે છે.