ગુજરાત માં કોંગ્રેસ ની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોથી નબળી પડી ગઈ હતી પરંતુ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના હાથમાં ગુજરાત કોંગ્રેસ નું પોટલું આવતા ની સાથેજ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત ના કદાવર નેતાઓ પોતાની યુવા ટિમો ને લઈને એક નવા જ જોશમાં જોવા મળ્યા છે. અને તેનાજ પરિણામ સ્વરૂપે ગુજરાત પેટાચૂંટણી માં કોંગ્રેસ ની ઐતિહાસિક જીત સાબિત થઈ છે ભલે ભાજપ અને કોંગ્રેસ ને ત્રણ ત્રણ બેઠકો મડું હોય પરંતુ ઐતિહાસિક જીત તો કોંગ્રેસનીજ થઈ છે.
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિના કારણે ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હવે વિરોધ પ્રદર્શનને વધુ અસરકારક બનાવશે. ગુજરાતના વિરોધ પ્રદર્શન માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આમંત્રણ આપવામાં આવ્યું છે. 15ના બદલે હવે ગુજરાત કોંગ્રેસ 18થી20 નવેમ્બર વચ્ચે આક્રમક કાર્યક્રમ શરૂ કરશે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિ સામે કોંગ્રેસ વિરોધ કરશે.આર્થીક નીતિ, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો થકી વિરોધને વધુ મજબૂત બનાવશે. કોંગ્રેસ નું કહેવું છે કે હાલમાં ભાજપ ની સ્થિતિ થી સૌ કોઈ વંચિત છે ત્યારે હવે લોકો ને ખબર પડી ગઈ છે કે કોની સરકાર વધુ સજ્જ હતી. ભાજપ માત્ર ને માત્ર સપના બતાવે છે. તેને પૂરું કરવા વિશે વિચારતી પણ નથી.
ગુજરાત કોંગ્રેસ હવે આગામી ચૂંટણી ને ધ્યાન માં લઈ ને અત્યાર થી મુદ્દાઓ પર પ્રદશન કરવામાં આવે છે.ભાજપ ને ઘેરવાના તમામ પ્લાન હવે કોંગ્રેસ એ કરી લીધા છે.ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે ગુજરાત કોંગ્રેસ એ પોતાના કદાવર દબંગ નેતા ને હવે મેદાન માં ઉતાર્યા છે. અશોક ગેહલોતો થોડા સમય પહેલા ગુજરાતમાં દારૂ મુદ્દે નિવેદન આપ્યું હતું. જે પછી ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ વચ્ચે નિવેદનબાજી જામી હતી.
જેમાં ગુજરાતમાંથી ઠેર ઠેર દારૂ નીકળતા ગુજરાત કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગઈ હતી. છેલ્લા કેટલાય સમયથી નિરૂત્સાહી ગુજરાત કોંગ્રેસ ભાજપને ઘેરવામાં વામણી પુરવાર થતી હતી પણ અશોક ગેહલોતના એક નિવેદનથી ગુજરાતના રાજકીય દરિયામાં ઉથલપાથલ સર્જાતા હવે ગુજરાત કોંગ્રેસ તેમના શરણે ગઈ છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ નો જોશ બમણો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાનાં યંગસ્ટર ગ્રૂપ ને લઈને અને પરેશ ધનાણી પોતાના કાફલા ને લઈને એક્શન માં છે.
હવે એવું લાગી રહ્યું છે કે આગામી ચૂંટણી માં કોંગ્રેસ ગુજરાત રાજકારણ માં મોટું ગાબડું પડી શકે છે ભાજપ ની હાલની સ્થિતિ હવે તેને બે કદમ પાછળ લાઇ જય શકે છે.ઉપરથી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ નથી મળતો ના નિવેદન પર કમરકસીને કહી દીધું હતું કે, જો ગુજરાતમાં દારૂ ન મળતો હોય તો હું રાજીનામું આપી દઉં. પરિણામે ગુજરાત ભાજપનું જોર નબળું પડ્યું હતું.
પાડોશી રાજ્યના મુખ્યમંત્રીએ જે રીતે ભાજપને ઘેર્યું તે જોતા ગુજરાત કોંગ્રેસ હવે અશોક ગેહલોતને ઘરમાં બોલાવે તો નવાઈ નહીં. કોંગ્રેસ ના દબંગ નેતા ગણાતા અશોક ગેહલોત હવે ગુજરાત કોંગ્રેસ ને વધુ આગળ લઈ જાય શકે તે લાગી રહ્યું છે. અશોક ગેહલોત ના માર્ગદર્શન હેઠળ ગુજરાત કોંગ્રેસ ની સ્થિતિ નવો વળાંક લઈ શકે છે ત્યારે હવે આગામી દિવસોમાં ભાજપ નું ટેનશન વધી શકે તેમ લાગી રહયુ છે. કોંગ્રેસ પોતાના તમામ કાર્યકરો સાથે પુર જોશમાં ભાજપની દુઃખતી નશો દબાવી શકે તેમ લાગી રહ્યું છે.