ગુજરાત માતો જાણે મેઘરાજા ઘર કરી ગયાં છે.પેહલાં સિઝન માં તો મેઘરાજા મન મૂકી ને વરસ્યા ત્યારબાદ નવરાત્રી માં પણ મેઘરાજા નું આગમન થયું ત્યારબાદ શરદ પૂનમ અને દિવાળી માં પણ મેઘરાજા જોવા મળ્યાં હતાં.
હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે હવે મેઘરાજા એ વિદાય લઈ લીધી છે ત્યારે અરબી સમુદ્ર માં એક સાથે બે વાવાઝોડા સક્રિય બન્યા જેમાંથી મહા મુશીબત ગુજરાત ના દરિયાકિનારે અસર કરતી ગઈ અને સમગ્ર ગુજરાત ના સક્રિય વિસ્તારોમાં વરસાદ છોડ્યો. ત્યાર હાજી પણ હવામાન વિભાગ નું કહેવું છે કે ગુજરાત ના અમુક વિસ્તારોમા આખી સિઝન માં જેવો વરસાદ નહીં જોવા મળ્યો હોય તેવો ભારે વરસાદ જોવા મળશે.ત્યારે હવે આ વાત સૌથી વધારે ખેડૂતો ને ખપી શકે છે.
બિન મોશમી વરસાદ ના કારણે ખેડૂતો ના પાક ને ખુબજ નુકશાન થાય રહ્યું છે.હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં અમુક જગ્યાએ હળવો સાથે અમુક જગ્યાએ માધ્યમ વરસાદની આગાહી કરી છે.તયારે આજે સાંજે બાબરામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.તેમજ ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યાંરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગ નું કહેવું છે કે ગુજરાત ના સ્ક્રીય વિસ્તારમાં અત્યાર સુધી નો અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.
ત્યારે હવે ફરી વખત વાત ખેડૂતો પાર આવી ને અટકી જાય છે કે જો વરસાદ આવે ખેડૂતો નો પાક બગડે તો સરકાર કેટલી તૈયાર છે કે ખેડૂતો નો પાક ના બગડે અને તેમને નુકશાન ના થાય.વરસાદથી બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો અને વેપારીએ ખરીદેલો કપાસ પલળ્યો હતો.આથી થોડીવાર તો યાર્ડના સત્તાધીશો અને વેપારીઓમાં કપાસ ઢાંકવા દોડધામ મચી ગઈ હતી.
આ વર્ષે ચોમાસુ જવાનુ નામ નથી લેતું ત્યાંરે ખેડૂતો પર માંથી બેઠી છે.વરસાદથી કપાસ, મગફળી અને શિયાળુ પાકને પણ નુકશાન જવાની ભીતિ છે.ત્યારે હવે આ નુકશાન ના થાય તે માટે સરકાર દ્વારા કેવા પગલાં લેવાય છે તેની પર સૌ કોઈ ની નજરરેહસે અગાવ પણ કમોસમી વરસાદ એ ખેડૂતો ને રોવડાવ્યા છે ત્યારે હવે આવું ન થાય તે માટે આવખતે સરકાર શુ કરશે તે ચર્ચાનો વિષય બની ગયો છે.