હાલમાંજ ગુજરાત ના માથેથી “મહા” નામની મુસીબત ગાયબ થઈ છે ત્યારે હવે આ મુસીબત તો ગતિ રહી છે પરંતુ પાછળ વરસાદ છોડી ગઈ છે.હવામાન વિભાગ નું કહેવું છે.અરબ સાગરમાં સતત ઉદ્ભવી રહેલા વાવાઝોડાઓના કારણે રાજ્યના વાતાવરણમાં આકસ્મિક પલટાઓ આવી રહ્યા છે.ત્યારે શિયાળાની શરૃઆત પૂર્વે રાજસ્થાન તથા ગુજરાત તરફ અપર એર સાયક્લોનિક ડિસ્ટર્બન્સના કારણે ૧૩ તેમજ ૧૪ નવેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
તેની અસર ઉત્તર ગુજરાત પર પણ વર્તાશે.હવામાન વિભાગ નું કહેવું છે કે આ વાત ને હલ્કા માં ના લેવી જોઈએ વરસાદ થવાનો છે તે નક્કી છે.વરસાદ સક્રિય વિસ્તારમાં જોવા મળશે.હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે મહા વાવાઝોડું ભલે ગયું હોય પરંતુ તેની અસર હજી પણ સક્રિય વિસ્તારમાં જોવા મળશે માટે ગુજરાત વાસીઓ એ તૈયાર રહેવું.મહા વાવાઝોડુ હજુ શમ્યું નથી.મહા વાવાઝોડાના કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત પંથકમાં છુટોછવાો વરસાદ પડયો હતો.જેને લઈ ખરીફ પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું છે.
અને રવિ વાવેતર માટે પણ ખેડૂતો વિમાસણમાં મુકાયા છે ત્યારે ઉત્તર ગુજરાત પર ૧૩ તેમજ ૧૪ નવેમ્બરે ફરી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે.હવામાન વિભાગે આ બાબત ને ગંભીર તાથી લેવાનું કહ્યું છે.ઉત્તર ગુજરાત ના લોકોએ આવાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ને ખાસ તકેદારી રાખવા જણાવ્યું છે.ગુજરાત ના વરસાદ સક્રિય વિસ્તારમાં ફરી એક વાર ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે.ત્યારે એ પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાત ના લોકોએ ખાસ તૈયાર રહેવું જોઈએ.
ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પણ અસર થવાની સંભાવનાઓ સેવવામાં આવી છે.મહેસાણા અને બનાસકાંઠા તેમજ પાટણ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.કારણ કે ખેડૂતોનો પણ ખરીફ પાક નિષ્ફળ ગયો છે અને રવિ સિઝન માટે વાવણીની તૈયારી કરી મુકી છે.ત્યારે હવામાનમાં પલટાની આગાહીથી ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે.અગાવ પણ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ને ઘણું નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે હવે આ વધુ એક વખત મુસીબત માથે આવી ચડી છે.