આજે જ્યારે સમગ્ર દેશ માં હિન્દૂ મુસ્લિમ વચ્ચે વર્ષો થી ચાલતો બાબરી મસ્જિદ અને રામ મંદિર ને લઈને ચાલતો દેશના સૌથી જૂના અને વિવાદાસ્પદ નો ઉકેલ આવ્યો છે.ત્યારે હવે કોર્ટ ના આ નિયમ પર પણ પાકિસ્તાન ને પેટમાં ખૂંચે છે.જ્યારે આજે અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે.અને હવે મંદિર બનવું નિશ્ચિત છે ત્યારે આ વાત પાકિસ્તાન ને ખૂંચે છે.અયોઘ્યા માં જે વિવાદાસ્પદ જમીન હતી તે હવે રામજન્મભૂમિ ન્યાસને આપવાનો નિર્ણય લેવાઈ ગયો છે.તેની સામે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ બીજી જગ્યાએ જે રામમંદિર કરતા લગભગ બમણી છે તેવી જમીન આપવાનું કહેવામાં આવ્યું છે.
ત્યારે આ નિર્ણય પર માત્ર ભારતની જ નહીં પણા પડોશી દેશ પાકિસ્તાનની પણ નજર હતી.પાકિસ્તાન ભારત ને તમામ બાબતો માં દખલ ગીરી કારીજ દે છે.પાકિસ્તાન એ વખતે પણ આવીજ દખલગીરી અયોઘ્યા મામલે કરી દીધી છે.સમગ્ર ભારત દેશના સૌથી જૂના સૌથી વિવાદાસ્પદ અયોધ્યા કેસ પર આજે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે.ત્યારે હવે પાકિસ્તાન આમ ખાંચા કદી રહ્યું છે.સુપ્રીમ કોર્ટ એ નિર્ણય માં કહી દીધું છે કે વિવાદાસ્પદ જમીન રામજન્મભૂમિ ટ્રસ્ટ ને આપવામાં આવશે.
પાકિસ્તાન ના મુખ્ય અખબારો માં અયોધ્યા ચર્ચા.અહીં માહિતી મળી છે કે પાકિસ્તાનનાં લગભગ મોટાભાગનાં મુખ્ય અખબારોમાં અયોધ્યા મુદ્દા જોરશોરથી ચર્ચા જોવા મળી છે.સાથેજ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અયોધ્યા કેસના અંતિમ નિર્ણયના સમય બાબતે સવાલો ઉઠાવ્યા છે. અને આ મુજબ તેનું કહેવું છે કે જે દિવસે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન થઈ રહ્યું છે.એ જ સમયે અયોધ્યા કેસનો નિર્ણય આપવામાં આવી રહ્યો છે.આ મુજબ ભારત સરકાર શુ સાબિત કરવા માંગે છે.તે હવે અમને ખબર છે.
કરતારપુર કોરિડોર બાબતે ઉશ્કેરાયો મુદ્દો.પાકિસ્તાની વિદેશ મંત્રી નું કહેવું છે કે સરકાર એ આ ફેંસલો લેવામાં રાહ જોવી જોઈએ જો સરકાર આ મામલે રાહ જોઈ લોત તો આજે કોરિડોર મુકામે ઘણાં ભારતીય આવી શકત.અયોધ્યા બાબતે નિર્ણય આપવામાં થોડા દિવસની રાહ જોઇ શકાઇ હોત તો આજે આ પ્રકારના ખુશીના સમયે આવી અસંવેદનશીલતા જોવા ના મળત.હું દુ:ખી છું.કુરૈશીએ વધુમાં જણવયું કે તમારે કરતારપુર કોરિડોરની ખુશીમાં ભાગીદાર થવું જોઇએ અને લોકોનું ધ્યાન ભટાકાવવાનો પ્રયત્ન ન કરવો જોઇએ.પાકિસ્તાન નું કહેવું છે કે ભારતની જરા પણ આ બાબતે ઈચ્છા ન હતી.તે માટે ભારતે આજના દિવસે જ આ વિવાદિત વાત નો નિર્ણય લેવાનું વિચાર્યું.
આજનો દિવસ સૌથી અગત્ય નો દિવસ હતો. પાકિસ્તાન નું કહેવું છે કે અમે ભારત ના હિત માટે આજે કતારપુર કોરિડોર ખુલ્લું મુકવા નું વિચાર્યું હતું અને તેટલાજ માટે અમે આજના જ દિવસે 9 નવેમ્બર, 2019ના રોજ ભારતના નાગરિકો માટે કરતારપુર સાહિબ કોરિડોરનું ઉદઘાટાન કરવામાં આવ્યું ત્યારે ભારત સરકારે અયોઘ્યા મામલે નિર્ણય લઈને પાકિસ્તાન આવતાં લોકો ને અટકાવ્યા હતાં.આ આઝાદી બાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે જ્યા કોઇપણ જાતની રોક-ટોક વગર ભારતીય કરતારપુર સાહિબ ગુરૂદ્વારના દર્શને જઈ શકે છે.
550 મા પ્રકાશ પર્વ ની ઉજવણી. પાકિસ્તાન નો દાવો છે કે 550 માં પ્રકાશ પર્વ ની ઉજવણી ને નજર રાખતે જ ભારત-પાકિસ્તાન બંને સરકારોએ મંજૂરી આપી છેઅને હવે જ્યારે આ ઉદઘાટન થયું તો સરકાર આ વાત ને નજરે ના રાખતાં અયોધ્યા મુદ્દો વચ્ચે લાવી ને લોકો ને ગુમરાહ કર્યા છે.સાથે એવું પણ કેહવાઈ છે કે આ તારીખ ઈતિહાસનાં પન્નાંમાં લખાઇ જશે પીએમ મોદીએ શીખ સમુદાયને સંબોધિત કરતાં કહ્યું કે ગુરૂનાનક દેવના 550મા પ્રકાશ પર્વ પહેલાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન થવું બહુ ખુશીની વાત છે.દેશને કરતારપુઅર સાહબ કોરિડોર સમર્પિત કરવું મારું સૌભાગ્ય છે.આ સૌ બાબત પીએમ મોદીએ પણ નિવેદન આપ્યું હતું.પાકિસ્તાન ના આ નિવેદન માં કોરિડોર તો એક બહાનું છે કારણે હકીકત માં તો અયોઘ્યા નિર્ણય હિન્દુ ઓ ના પક્ષ માં આવતા પાકિસ્તાન નપેટ માં દુખાવો થયો છે.