મધ્યપ્રદેશના ભોપાલમાં એક જિમમાં એક વ્યક્તિ ગર્લફ્રેન્ડ સાથે કસરત કરી રહ્યો હતો ત્યારે આ જોઈને પહોંચેલી પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. મહિલાએ પતિની ગર્લફ્રેન્ડને ચંપલથી માર મારવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે પતિ તેની ગર્લફ્રેન્ડને બચાવવા આવ્યો ત્યારે પત્નીએ તેને પણ માર માર્યો હતો. જવાબમાં શખસની ગર્લફ્રેન્ડે પણ તેના બોયફ્રેન્ડની પત્ની પર ઘણા હાથ ચલાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
ભોપાલમાં એક 30 વર્ષીય મહિલાએ જીમમાં કામ કરતી યુવતીને તેના 35 વર્ષીય પતિ સાથે ગેરકાયદેસર સંબંધ હોવાની શંકામાં માર માર્યો હતો. આ ઘટના 15 ઓક્ટોબરની સાંજે કોહેફિજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે રવિવારે બંને પક્ષોની ફરિયાદ પર એકબીજા સામે કેસ નોંધ્યા હતા.
કોહેફિજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનિલ બાજપાઈએ સોમવારે જણાવ્યું હતું કે 30 વર્ષીય મહિલા તેની બહેન સાથે જીમમાં પહોંચી હતી જ્યાં તેનો પતિ તેની મહિલા મિત્ર અને અન્ય લોકો સાથે જીમિંગ કરી રહ્યો હતો. મહિલાને શંકા હતી કે તેના પતિને યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ છે. મહિલાએ યુવતીને તેના જૂતાથી મારવાનું શરૂ કર્યું. માર મારતી મહિલાના પતિએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમાશો લગભગ 10 મિનિટ સુધી ચાલ્યો.
मध्य प्रदेश: भोपाल के कोहेफिजा इलाके में जिम में महिला ने पति और उसकी गर्लफ्रेंड को जमकर पीटा। युवती का आरोप है कि कि पति का युवती से अफेयर है।#Bhopal #ViralVideo pic.twitter.com/J3QZJEbKrV
— Hindustan (@Live_Hindustan) October 18, 2021
બાજપાઈએ જણાવ્યું હતું કે આ દંપતી અહીંના નુરમહેલ રોડનું રહેવાસી છે અને મહિલાએ થોડા સમય પહેલા શાહજહાંબાદ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે હુમલો અને દહેજ સતામણીની ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ અન્ય યુવતી સાથે ફરતો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા બદલ તેની પર હુમલો કરતો હતો. ફરિયાદ બાદ મહિલા પોતાના પિયર રહેવા લાગી હતી.