ગુજરાતમાં હજી વરસાદ પત્યો નથી. હવામાન વિભાગે હજી પણ ઘણાં વિસ્તારમાં વરસાદ ની આગાહી કરી છે. ગુજરાત માં વરસાદ હવે ઘર કરી ગયો છે. સિઝન સિવાય અન્ય મુખ્ય તહેવાર માં પણ ઘણો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે છુટા છવાયા માવઠા ને કારણે ઘણાં ખેડૂતો ને પાક નુકસાન થયું હતું. 17થી 21 નવેમ્બર દરમિયાન શિયાળાની જમાવટ થઈ શકે છે. તેવું હવામાન વિભાગે કહ્યું હતું.
એ સમય દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાના પણ યોગ છે. ઉપરાંત 24થી 29 નવેમ્બર સુધી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાવાની શક્યતા પણ છે. રાજ્યમાં આગામી 22 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી પડી શકે છે.
20 મી નવેમ્બરથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોમાં ઠંડી પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ત્યારે ઠંડી સાથે વરસાદ ની પણ આગાહી કરી હતી. ગુજરાત માં વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. ત્યારે આ વિસ્તારોમાં વરસાદ થવાથી ખેડૂતો ને નુકશાન થાય તેમ લાગી રહ્યું છે.
અગાવ પણ અચાનક સર્જાયેલ માવઠાના કારણે ઘણાં ખેડૂતો નો લગભગ ૮૦ થી ૯૦ ટકા પાક બગડી ગયો હતો. હવે આ વધુ એક માવઠું થઈ શકે તેમ લાગી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન લંબાતા શિયાળામાં ઠંડીની સિઝન લંબાઈ શકે તેમ હોવાની શક્યતા રહેલી છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આખરે રવિવારથી ઠંડા પવનનો અનુભવ થશે અને આજથી વરસાદ દેખાઈ શકે છે. જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાંથી શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબક્યો હોવાનું કેહવાઈ છે. અગાવ બે દિવસ પહેલા કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે વધું એક વખત હવે ગુજરાત પર વરસાદ નું સંકટ રહેલું દેખાય છે.
ગુજરાત ના સક્રિય વિસ્તારોમાં હાજી પણ ક્યાંક ને ક્યાંક હલકા ભારે માવઠા થઈ શકે તેમ લાગી રહ્યું છે. તુરે સૌથી વધુ ખેડૂતો ને નુકસાન થઈ શકે તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે કચ્છ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આજે હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય આગામી બે દિવસ કચ્છના કેટલાંક ભાગોમાં 40 કિમી પ્રતિ કલાકની તીવ્ર ઝડપથી ફૂંકાતા પવનનો અનુભવ થશે. અને તેની સાથેજ ભારે મધ્યમ વરસાદ ની આગાહી રહેલ છે. ગુજરાત નાં ઘણાં વિસ્તારમાં વરસાદ પડે શકે છે ત્યારે આ આગાહી નકારી કરી શકાય નહીં.