મોતી આમ તો ચમત્કારી કેહવાય છે. ત્યારે આજે વાત કરીએ પૈસાની ખેંચ રહેતી હોય તો કરો આ પ્રયોગ, આજે એવા જ એક ઉપાયની વાત કરીશું જેને કરીને તમે તમારા જીવનમાં આવતી પૈસાની ખેંચ દૂર કરી શકો છો.

મોતીનો ઉપયોગ ફક્ત સુંદર ઘરેણા બનાવવા માટે જ નથી થતો, તે તમારુ નસીબ પણ ચમકાવી શકે છે. મોતીને નવ રત્નમાંનું એક માનવામા આવે છે. જો તમારા જીવનમાં અવારનવાર અડચણો આવતી હોય તો મોતીના યોગ્ય ઉપયોગથી તે દૂર થઈ શકે છે.

પારિવારિક તકલીફઃ

જો તમારા પરિવારમાં કોઈ પ્રકારની મુશ્કેલી ચાલતી હોય તો તમે મોતીનો ઉપયોગ કરી મુશ્કેલી દૂર કરી શકો છો. મોતી તમારા જમણા હાથમાં પહેરશો તો ઘરમાં ખુશીઓ પાછી આવશે.

સંતાનનું સ્વાસ્થ્યઃ

જો તમારા સંતાનનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહેતુ હોય તો બાળકના ગળામાં ચાંદીના ચંદ્રમા સાથે મોતી પહેરાવો. આમ કરવાથી બાળકનું સ્વાસ્થ્ય સારુ રહેશે.

નિર્ણય લેવામાં અવઢવઃ

જો તમે કોઈ નિર્ણય લેવામાં કન્ફ્યુઝન અનુભવતા હોવ તો તમારે હાથમાં મોતી ધારણ કરવો જોઈએ. આમ કરવાથી તમે સાચો નિર્ણય લઈ શકશો. સોમવારના દિવસે ગણેશજીનો પાઠ કરવાથી પણ તાત્કાલિક લાભ મળશે.

પૈસાની ખેંચઃ

જો મહેનત પછી પણ તમને પૈસાની ખેંચ રહેતી હોય તો પૂજના સ્થળે બે મોતી પીળા કપડામાં બાંધીને રાખી દો. આમ કરવાથી ઘરે પૈસાની તંગી દૂર થઈ જશે.

Write A Comment