જ્યોતિષ ગણના અનુસાર આજના રાશિફળમાં તમે તમારું ભાગ્ય જોવાનો છો અને તમને તમારી રાશિ અનુસાર ફાયદો થવાનો છે. આજનો દીવસ તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે અને આ રાશિ વાળા લોકોને તેમના પરિવાર તરફથી પૂરો સાથ સહકાર મળશે. જેથી તેમની આજનો દિવસ સુખ શાંતિથી પસાર થવાનો છે.
મેષ.
ધ્યાન રાખજો કે ક્યાંક ઓછા સમયમાં વધુ લાભ પામવાના વિચારમાં ફસાઈ ના જાઓ. આજે કોર્ટ કચેરીના વિષયમાં પડશો નહીં અને કોઈના જામીનદાર પણ બનશો નહીં. માનસિક રૂપે તમારી એકાગ્રતા ઓછી રહેશે. શારીરિક સ્વાસ્થ્ય સંભાળજો. નાણા સંબંધિત લેણદેણમાં ધ્યાન રાખજો દુર્ઘટનાથી બચવું. બપોર બાદ રાહત મળશે. પારિવારિક વાતાવરણમાં સુખ શાંતિ જળવાશે. ધાર્મિક કાર્યો તથા પ્રવાસ થઈ શકે છે. નવા કાર્યોનો આજે પ્રારંભ કરશો નહીં. આકસ્મિક ધનલાભ થશે.
વૃષભ.
ગૃહ અને સંતાન સંબંધિત શુભ સમાચાર તમને આજે મળશે. જૂના અને બાળપણના મિત્રો મળવાથી મનમાં આનંદ છવાઈ જશે. નવા મિત્રો બનવાની સંભાવના છે. વ્યાવસાયિક અને આર્થિક રૂપે લાભ થશે. શારીરિક અને માનસિક રૂપે સ્વાસ્થ્ય બગડી શકે છે. મૂડી રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધન ખર્ચ થઈ શકે છે. કોર્ટ કચેરીના વિષયમા સંભાળવું.
મિથુન.
આજનો તમારો દિવસ લાભદાયી રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં આવક અને ઉધાર વસૂલી થવાની સંભાવના છે. પિતા અને વડીલોના આર્શિવાદથી લાભ થશે. બપોર બાદ મિત્રોથી લાભ થશે. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડી શકે છે. આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.
કર્ક.
ઉચ્ચ અધિકારીઓની સાથે વાણી અને વર્તનમાં સંભાળશો એવું ગણેશજી કહે છે. શારીરિકરૂપે અસ્વસ્થતા અને માનસિક ચિંતા જોવા મળી શકે છે. વેપારમાં અવરોધ આવવાની સંભાવના છે. બપોર બાદ વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી પરિસ્થિતિ અનૂકુળ રહેશે. તમારા અધિકારી તમારા કાર્યથી ખુશ રહેશે, આર્થિક દ્રષ્ટિએ લાભ થશે.
સિંહ.
આજે ક્રોધ અને વાણી પર સંયમ રાખજો. સ્વાસ્થ્ય પણ સંભાળજો. સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેજો. માનસિક ચિંતા અનુભવાશે. પરિવારના લોકોની સાથે ઝઘડો થઈ શકે છે. ભગવાનનું નામ લેવાથી સમસ્યાઓથી બચી શકો છો. બને તો ઉચ્ચ અધિકારીઓ, પ્રતિસ્પર્ધીઓની સાથે વાદ વિવાદમાં ઊતરવું નહીં. નકારાત્મક વિચારોથી દૂર રહો.
કન્યા.
આજનો તમારો દિવસ મિત્રોની સાથે ફરવામાં, ખાણી પીણીમાં અને મનોરંજનમાં આનંદપૂર્વક પસાર થશે. આજે ભાગીદારોની સાથે સારા સંબંધ રહેશે, પણ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વિશેષ રોગ પાછળ આકસ્મિક ખર્ચ થઈ શકે છે. સાથે જ આકસ્મિક ધનલાભ તમારી ચિંતા ઓછી કરશે.
તુલા.
આજે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસની સાથે પ્રત્યેક કાર્ય તમને સફળ બનાવશે. ગૃહસ્થજીવનમાં સુખ અને શાંતિ જોવા મળશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે માટે વાણી પર સંયમ રાખજો. બપોર બાદ તમારી પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવશે અને મનોરંજન તરફ આગળ વધશો. મિત્રો અને સ્નેહીજનોની સાથે પ્રવાસ અને પર્યટનનો યોગ છે. તમારું શરીર અને મગજ સ્વસ્થ રહેશે.
વૃશ્ચિક.
આજે તમે વધુ ભાવુક જોવા મળશો. આજે માનસિક સંતુલન જાળવી રાખજો. વિદ્યાર્થીઓને કરિયર સંબંધિત વિષયોમાં સફળતા પ્રાપ્ત થશે. કલ્પના શક્તિ દ્વારા સાહિત્ય સૃજનમાં નવીનતા લાવી શકશો. ઘરના વાતાવરણમાં સુખ અને શાંતિ રહેશે. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે.
ધન.
પારિવારિક શાંતિ જાળવી રાખવા માટે નિરર્થક વાદ-વિવાદ કરવા નહીં. માતાની તબિયત ખરાબ રહેશે. ધન અને પ્રતિષ્ઠામાં હાનિ પહોંચવાની સંભાવના છે. બપોર બાદ સ્વભાવમાં ભાવુકતા વધી શકે છે. સર્જનશક્તિમાં સકારાત્મક વૃધ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. સ્નેહીજનો સાથે ઘનિષ્ઠતામાં વૃધ્ધિ થશે.
મકર.
આજે આવશ્યક નિર્ણય લેવા માટે વૈચારિક દ્રઢતા અને સ્થિરતાને સર્વપ્રથમ સ્થાન આપવું પડશે. મિત્રો અને પ્રિયપાત્રોની સાથે મુલાકાત થશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે છે. ભાઈઓની સાથે સંબંધમાં નિકટતા આવશે. બપોર બાદ નહીં ગમતી ઘટનાઓથી મન અસ્વસ્થ રહી શકે છે. શારીરિક ઉત્સાહ નહીં રહે. ધન અને કિર્તીને હાનિ થવાની સંભાવના છે. સ્થાવર સંપત્તિના દસ્તાવેજ કરતા વખતે સાવધાન રહેવું. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
કુંભ.
આજે ક્રોધ અને વાણી પર સંયમ જાળવજો. મનમાં નકારાત્મક વિચારો આવવા દેશો નહીં. ખાવાપીવામાં સંયમ રાખજો. બપોર બાદ વૈચારિક સ્થિરતા આવતા તમારા હાથમાં આવેલા કાર્યો પૂર્ણ થશે. રચનાત્મક અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં માન સન્માન પ્રાપ્ત થશે.
મીન.
આજે તમારો દિવસ શુભ રહેશે. શારીરિક અને માનસિક ઉત્સાહ જોવા મળશે. નવા કાર્યો શરૂ કરવા માટે અનૂકુળ સમય છે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થશે. પરિવારની સાથે આનંદપૂર્વક સમય પસાર થશે. પ્રવાસ પર્યટનનો યોગ છે. બપોર બાદ સંયમ રાખજો, ઝઘડા થવાની સંભાવના છે. નાણાની લેવડ દેવડમાં ધ્યાન રાખવું, માનસિકરૂપે આજે તમે વધુ સ્વસ્થ રહેશો.