BSNL એક સમય ની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપની આજે ડૂબવા ના આરે છે. ત્યારે આનાથી બચવા BSNL એક નવો પ્લાન લાઈ ને આવી છે અને આ પ્લાન હવે જીઓ ને ટક્કર આપવાનો છે. આવો જાણી લઈએ આ પ્લાન વિશે.સરકારી ટેલિકોમ કંપની BSNLએ યુઝર્સ માટે શાનદાર પ્લાન્સ માર્કેટમાં ઉતાર્યા છે. પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓથી મળી રહેલી સ્પર્ધાને જોતાં BSNLએ પણ પોતાના પોર્ટફોલિયોમાં અનેક નવા પ્લાનને સામેલ કર્યા છે.
બીજી કંપનીઓની જેમ બીએસએનએલે પણ કોમ્બો પ્લાન ઓફર કર્યા છે. અને યુઝર્સને ડેટાની કમી ન થાય તે માટે સ્પેશિયલ ડેટા પેક્સ પણ ઓફર કરી રહી છે. આ ડેટા પેક્સની શરૂઆત 7 રૂપિયાથી થાય છે. જેમાં તમને ભરપુર ડેટા નો લાભ મળશે જીઓ અને અન્ય ટેલિકોમ કંપનિઓને ટક્કર આપવા માટેજ BSNL આ ખાસ પ્લાન લઈને આવી છે.
આ નવા પ્લાન માં તમને અન્ય કંપની ઓ કરતા ઘણો લાભ થશે. તો આવો જાણી લઈએ આ એક દમ લેટેસ્ટ પ્લાન વિશે.BSNL દ્વારા ઓફર કરવામાં આવતો સૌથી સસ્તું ડેટા વાઉચર 7 રૂપિયાનું આવે છે. આ વાઉચરનું નામ Mini 7 છે. એક દિવસની વેલિડિટી સાથે આવતાં આ ડેટા વાઉચરમાં 1 જીબી ડેટા મળે છે. આ જ પ્રકારે Mini 16 ડેટા પેકમાં કંપની એક દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેટા આપે છે.
તો કંપનીએ C-DATA56 પ્લાન પણ ઉતાર્યો છે. જેમાં રિચાર્જ કરવા પર સાત દિવસ માટે રોજનાં 1.5 જીબી ડેટા મળે છે. ત્યારે હવે અન્ય પ્લાન માં કોમ્બો પ્લાન પણ આપ્યા છે. ખાસ કરી ને કંપની જીઓ ને ટક્કર આપવા માટેજ આ પ્લાન લાવી છે ત્યારે આગળ પણ આવા વધુ પ્લાન લાવવા માટે કહ્યું હતું.
BSNL એ હજી પણ વધુ પ્લાન વિશે કહ્યું હતું.જેમાં વધું ડેટા મળશે આ ડેટા હાઈ સ્પીડ ડેટા હશે જેથી તમને ઘણો લાભ થશે. અન્ય પણ આવો જ એક પ્લાન છે DATATsunami_98 જે બીએસએનલ પોતાના યુઝર્સને આપે છે. આ પ્લાનમાં યુઝર્સને રોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનની ખાસ વાત એ છે.
તેમાં યુઝર્સને ઈરોઝ નાઉ એન્ટરટેઈનમેન્ટનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. અને DATASTV_197 પ્લાનમાં ફ્રી પર્સનાલાઈઝ્ડ રિંગ બેક ટોનની સાથે રોજ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. અને આ પ્લાનની વેલિડિટી 54 દિવસની છે. અન્ય પણ વધુ પ્લાન છે જેની માહિતી તમને ઓનલાઈન મળી શકે છે. BSNLએ વધુ માં વધુ સારા પ્લાન આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી ગ્રાહકો તેની તરફ આકર્ષિત થાય.