જીરું ભારતીય મસાલો છે જેમાં મેંગેનીજ, આયરન, કેલ્શિયમ, ઝીંક અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. દાળ કે પછી શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે લેવામાં આવતા જીરું ઔષધીય ગુણોનો ભંડાર છે. જીરું નો ઉપયોગ લગભગ દરેક ઘરમાં ટેસ્ટ લાવવા માટે થાય છે. દાળમાં કે પછી શાકભાજીને સ્વાદિષ્ઠ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જીરુંના ઔષધીય ગુણોનો ભંડાર છે. ઘણી જાતની પેટને લગતી બીમારીઓમાં તેનો ઉપયોગ અચૂક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે.તો જાણીએ તેના ફાયદા વિષે
લોહીનો સંચાર સારી રીતે કરવો કે પછી વજન ઘટાડવું હોય, જીરું બન્ને માટે કામ કરતો ઉપાય છે. હિંગને વાટીને, કાળું મીઠું (સિંધવ) અને જીરું સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને થોડા પ્રમાણમાં રોજ દહીં સાથે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઓછી થાય છે.(જીરુંને આખી રાત પાણીમાં પલાળીને રાખો.
સવારે આ પાણીને જીરું સાથે ઉકાળી લો. તે પાણી ને ચૂસકી લેવાથી તથા વધેલું પાણી જીરું સાથે ખાઈ લેવાથી વજન ઓછું થવાનું શરુ થઇ જાય છે. એક વાત ધ્યાન રાખશો કે આ જીરુંને ખાધા પછી લગભગ એક કલાક સુધી કંઈપણ ખાવું નહી.પાચનશક્તિ જો નબળી હોય તો જીરાંની ચા પી શકાય. વજન ઘટાડવા માટે કેળાંની સાથે જીરું પાવડરનો ખાવામાં ઉપયોગ કરો.
ગર્ભવતી મહિલાઓમાં ગેસને લગતી સમસ્યાઓ દુર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રેગનેન્સી દરમિયાન થનારી મીતલી અને ઉલટી જેવી તકલીફો માંથી પણ છુટકારો આપવામાં મદદ કરે છે. સાચી રીતે ડીલેવરી કરાવવા માટે થતા ઉપચારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસ ગરમ દુધમાં અડધી ચમચી જીરું પાવડર અને એક ચમચી મધ ભેળવીને રોજ સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓને તમામ તકલીફોમાંથી ઘણી રાહત મળે છે.
2 એક ગ્લાસ પાણીમાં રાત્રે એક ચમચી જીરું ઉમેરી દો. સવારે આ પાણી ઉકાળો. પાણીનો રંગ બદલાય પછી ગેસ બંધ કરો અને તેને ઢાંકી રાખો. ઠંડું થયા પછી આ પાણી પી જવું. આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરી શકાય. 3 બે ચમચી જીરાંને રાત્રે પાણીમાં પલાળી રાખવું અને સવારે તેને ચાવીને ખાઈ જવું. રોજ આમ કરવાથી વજન ઘટવા લાગશે.05 ગ્રામ દહીંમાં એક ચમચી જીરું પાવડર નાંખી રોજ ઉપયોગમાં લેવું. જીરું પાવડર ભાત કે પછી શાકમાં પણ ઉમેરી લઈ શકાય છે.એક ગ્લાસ પાણીમાં જીરું પાવડર અને મધ ઉમેરી રોજ પીવું
દરરોજ જીરું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી ફક્ત ડિહાઇડ્રેશનથી બચાવે છે, પરંતુ પાણીની રીટેન્શનની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જે તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ છે.
જો તમે તમારા મેદસ્વીપણાથી પરેશાન છો તો જીરું પાણી તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. જીરુંમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને જીરું પાણી પીવાથી નિયમિત બળતરા દૂર થાય છે. આટલું જ નહીં, તેમાં ખૂબ ઓછી કેલરી પણ હોય છે.જો તમે તમારા મેદસ્વીપણાથી પરેશાન છો તો જીરું પાણી તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. જીરુંમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે અને જીરું પાણી પીવાથી નિયમિત બળતરા દૂર થાય છે. આટલું જ નહીં, તેમાં ખૂબ ઓછી કેલરી પણ હોય છે.
જીરું ના અડધા તોલા જેટલું ચૂર્ણ ગોળ માં નાખી ને નાની નાની ગોળીઓ બનાવી ને સેવન કરવાથી પરસેવો વળી ને તાવ ઉતરી જાય છે.જીરા ને વાટી તેની પેસ્ટ કરી ને મસા પર બાંધવાથી તેની પીડા ઓછી થાય છે. જીરું નું સેવન કરવાથી આંખો નું તેજ વધારવામાં મદદ મળે છે.જીરું હિંગ અને સિંધા નમક ની ફાકી મધ તથા ઘી સાથે લેવાથી પેટ માં આવતી ચૂક મટી જાય છે.જીરું અને સાકર નું ચૂર્ણ કરી ને તેને ચોખાના ઓસામણ સાથે લેવાથી સ્ત્રીઓનો સ્વેતપ્રદર અને લોહીવા મટે છે. રોજ જીરુંનું ચૂર્ણ ખાવાથી રતાન્ધણાપણું મટે છે.
ગાય ના દૂધ માં જીરું ને સીજાવી અને ચૂર્ણ જેવું કરી ને સાકર સાથે ખાવાથી ગમે તેવો તાવ હશે તે મટી જાય છે.તાવ નો બરો મુતરયો હોય તો જીરું ને પાણી માં વાતી ને હોઠ પેર લગાવવાથી મટી જાય છે.ધાણા અને જીરું નું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી માં ફાયદો થાય છે. અને છાતી માં થતી બળતરા ઓછી થઇ જાય છે.પાચનશક્તિ બળવાન બનાંવા માટે જીરું અને સિંધા નમક સરખા ભાગે લઇ લીંબૂ ના રસ માં સાત દિવસ પલાળી રાખી, સુકવી તેનું ચૂર્ણ બનાવીને સવાર સાંજ લેવું.તથા આ ચૂર્ણ ખાવાથી પેટ માં આફરો આવતો હોય તો એ પણ મટે છે.