આજે જ્યારે રામ જન્મ ભૂમિ અયોધ્યા માં વર્ષોથી ચાલતો વિવાદ નો સુપ્રીમ કોર્ટ ફેસલો સાંભળવા જય રહી છે ત્યારે ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી ખુલાસી ને બહાર આવ્યા છે. જીતુ વાઘણી નું કહેવું છે કે નિર્ણય ને લઈને ચિંતા ના કરો નિર્ણય આપણા પક્ષ માંજ છે. ત્યારે બીજી બાજુ હાઇકોર્ટે નો આદેશ હતો કે કોર્ટ ના નિવેદન પેહલાં રામમંદિર ચુકાદા બાબતે કોઇએ કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવી નહીં સાથે સાથેજ ખૂબ જ સંયમ રાખવો. આવી જાહેરાત હાઇકમાન્ડ મુજબ કરાઈ હતી.તેમ છતાં પણ ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હદ વટાવી ગાંધીનગર સિૃથત ભાટ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. જેમાં તેઓએ આવું નિવેદન આપી દીધું હતું.
આ સ્નેહમિલન માં જીતુ વાઘણી એ દાવો કાર્યલ કે હવે અયોધ્યામાં રામમ મંદિર જ બનવાનુ છે. સુપ્રીમ કોર્ટ માત્ર ને માત્ર આપના પરજ મહેરબાન છે. ખુદ હાઇકોર્ટે આ અંગે જાહેરાત કરી હતી. તેમ છતાં કાયદા નું ઉલ્લંઘન કરી જીતુ વાઘણી એ આ નિવેદન આપી દીધું. રામમંદિરના ચુકાદા બાદ કેવી પ્રતિક્રિયા આપવી તથા જાહેરમાં શું બોલવુ તે અંગે હાઇકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓને ખાસ સૂચના આપી હતી તેમ છતાં પણ નેતાઓ એ આને માન્ય રાખ્યું નહીં સાથેજ એ પણ નક્કી હતું કે ભાજપના કયા નેતાઓ પ્રતિક્રિયા આપશે.અયોધ્યા ચુકાદા બાદ અને ચુકાદા પેહલાં શું કરવું એ પણ જણાવ્યું હતું. ભાજપના નેતા અને કાર્યકરોને ખાસ ચુકાદા બાદ સંયમ જાળવવા માટે પણ આદેશ કરાયો છે. તેમ છતાંય જીતુ વાઘણીએ તો જાણે એક કાનથી સાંભળી બીજા કાનથી બહાર કાળી નાખી હોય તેમ લાગી રહ્યું છે.
અયોધ્યા ને લઈને જાણે જીતુ વાઘણી પેહલાથીજ બધું જાણતાં હોય તેવી વાતો કરી નાખી. સ્નેહમિલન માં હાલના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરમંચ પરથી એવુ કહી દીધું કે તેજ સમય એ આ વાત ખુબજ ચર્ચામાં આવી ગઈ હતી. જીતુ વાઘણી એ જાહેર જનતા વચ્ચે કહીદીઘું કે અયોધ્યામાં રામમંદિર જ બનવાનુ છે જે નું એક માત્ર કારણ જણાવતા વાઘણી એ કહ્યું કે સુપ્રિમ કોર્ટની મહેરબાની આપણી ઉપર જ છે એટલે નિર્ણય નક્કી જ છે. જીતુ વાઘાણીની આ વાત સાંભળી ને તો ભાજપના અન્ય નેતાની પણ આખો ચાર થઈ ગઈ હતી.નવાઇ લાગે તેવી વાત તો એ છે કે જીતુ વાઘણી ની આ ટિપ્પણી અંગે ભાજપના અન્ય હોદેદાર નેતાએ વાઘણી ને ટકોર પણ કરી નહીં.