જીઓ આવ્યા નાદ દેશ ની લગભગ બધી ટેલિકોમ કંપનીઓ દેવાના ડુંગર નીચે દટાઈ ગઈ છે. માત્ર જીઓ જ નફા માં રહે છે. ત્યારે હવે કંપનીઓ એક એક કરી પોતાની સેવાઓ બંધ કરી રહી છે. હાલમાં જ એરટેલ અને વોડાફોન આઈડિયાને 74 હજાર કરોડની ખોટ થઈ છે.
જેને કારણે બંને કંપનીઓ પર આર્થિક આફત આવી ચઢી છે. તેવામાં વોડાફોન અને એરટેલે પોતાના ટેરિફ પ્લાનમાં વધારવાનો નિર્ણય કર્યો છે. આ મોંઘા થયેલાં ટેરિફ પ્લાન 1 ડિસેમ્બરથી લાગુ થશે. ત્યારે હવે આવી વાતો પણ થઈ રહી છે કે ટૂંક સમય માં કંપનીઓ દ્વારા લગભગ બધી સેવાઓ બંધ કરી દેવામાં આવશે. છેલ્લા બે વર્ષ થી જીઓ સિવાય લગભગ બધી કંપનીઓ ખોટા માં ચાલી રહી છે.
જીઓના નવા નવા પ્લાન એ ગ્રાહકોનું મન મોહી લીધું હતું. ત્યારે હવે જીઓએ પ્લાન માં બદલાવ કરી ને ગ્રાહકો નું દિલ તોડ્યું છે. આબાજુ અન્ય ટેલિકોમ કંપની પણ હવે કાઈ નવી સ્કીમ આપવા તૈયાર નથી કારણ કે તેઓ દેવામાં છે. જણાવી દઈએ કે, ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા અને ભારતીય એરટેલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે.
હાલમાં જ બીજા ત્રિમાસિક રિપોર્ટમાં બંને કંપનીઓને કોર્પોરેટે ઈતિહાસની સૌથી મોટી ખોટ અંદાજે 74 હજાર કરોડ રૂપિયાની થઈ છે. જેને કારણે કંપનીએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. જો આ સંકટ સામે કંપની નહીં લડી શકે તો બંને કંપનીઓનાં અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે.
દેવામાં હોવાથી કંપનીઓ હવે આગળ કોઈ પણ જાત ની સ્કીમો આપવા તૈયાર નથી.કારણ કે જીઓ ના સામે બધી ટેલિકોમ કંપનીએ હાર માની ગઈ છે. જીઓએ પેહલાં આકર્ષક ઓફર આપી ગ્રાહકો વધાર્યા અને હવે તે આ ઓફર માં ફેરફાર કરી ને ચાર્જ લગાવી રહી છે.
અન્ય ટેલિકોમ કંપની પણ શરૂઆતમાં સારી ઑફર આપતી હતી. પરંતુ જીઓ તરફ સૌથી વધુ લોકો આકર્ષિત થયા અને અન્ય ટેલિકોમ કંપનીઓને ખોટમાં રહેવું પડતું ત્યારે હવે હાલમાં ટેલિકોમ કંપનીઓ દેવામાં ડૂબી ગઈ છે.
વોડાફોને એક નિવેદનમાં કહ્યું છે કે એ સુનિશ્ચિત કરવા માટે અમારા કસ્ટમર વર્લ્ડ ક્લાસ ડિજિટલ એક્સિપિરિયન્સને માણી શકે તે માટે અમે 1 ડિસેમ્બર 2019થી અમારા ટેરિફની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
જો કે હજુ સુધી વોડાફોને એ ખુલાસો નથી કર્યો કે આ નવી કિંમતો કેટલી વધારવામાં આવશે. ત્યારે ઘણાં લોકો નું કહેવુ છે કે અન્ય બીજી કંપનીઓ તો પોતાની મોટાભાગની સેવા બમધ કરી રહી છે. આકર્ષક ઓફર આપવા છતાં પણ હવે લોકો ને માત્ર જીઓમાં રસ હોવાથી કંપનીઓ આગળ નું વિચારી રહ્યા નથી.