રાખી સાવંત કોઈના કોઈ દિવસે કોઈ ના કોઈ કારણે મીડિયાની હેડલાઇન્સ બની રહે છે.લોકો તેને ડ્રામા ક્વીન પણ કહે છે. પબ્લિસિટી મેળવવા માટે રાખી એવા એવાકારનામો કરે છે જેના વિશે સામાન્ય માણસ વિચારી પણ નથી શકતો.

હાલમાં જ રાખીએ દીપક કલાલ સાથે લગ્ન કરવા માટે ખોટું નાટક કર્યું હતું .થોડા દિવસો પહેલા પોતાના અને દીપક કલાલ સાથેના અફેરને લઈને ઘણું નાટક કર્યું હતું. આટલું જ નહીં બંનેએ મળીને તેમના લગ્નની તારીખ પણ જાહેર કરી હતી પરંતુ પછી જાણવા મળ્યું કે આ બધું નાટક હતું અને પબ્લિસિટી માટે બંનેએ આવું કર્યું હતું.

રાખીએ કોઈના કોઈ દિવસે કઈને કઈ નવું નાટક કરીને લોકોને આશ્ચર્યચકિત કઈ દે છે.આવી સ્થિતિમાં હાલમાં થયેલ તેનું લગ્ન પણ લોકોને એક નાટક લાગી રહ્યું હતું.પરંતુ પછી પુષ્ટિ થઈ કે રાખીએ ખરેખર લગ્ન કરી લીધા હતા. જોકે, આજ સુધી તેનો પતિ મીડિયા સામે આવ્યો નથી. લગ્ન બાદ રાખી અનેક કારણોસર ચર્ચામાં રહી. ક્યારેક હનીમૂન પર એકલું જઈને અને ક્યારેક પતિ માટે રડીને તેણે ઘણી ચર્ચા ભેગી કરી છે.

ત્યાર બાદ એકવાર પછી રાખી તાજેતરમાં કરવાચૌથને લઈને હેડલાઇન્સમાં આવી હતી. આ વખતે જ્યારે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ પોતાના પતિ સાથે કરવાચૌથનો ઉજવ્યો ત્યાં રાખી સાવંત એકલી આ ઉત્સવની ઉજવણી કરતી જોવા મળી હતી.જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર રાખીએ પોતાની કેટલીક એવી તસવીરો શેર કરી હતી જેમાં તે કોઈ સુહાગનની જેમ સજ્જ છે, પરંતુ તેના કથિત પતિ રિતેશ આ તસવીરોથી ગેરહાજર હતા.

નાટક અહીંયા પૂરું થયું ન હતું.હલમાં જ રાખીએ એક આલીશાન ઘરનો વીડિયો શેર કરીને તેને પોતાનું ઘર જણાવ્યુ હતું. પરંતુ આ વખતે રાખીએ જે હરકત કરી છે તેના વિશે જાણીને તમે તમારા માથાને પકડી લેશો. તમે એ વિચારવા માટે મજબૂર થઈ જશો કે કોઈ વ્યક્તિ એક જ જીવનમાં આટલી વિચિત્ર હરકતો કેવી રીતે કરી શકે છે. પરંતુ આ વખતે રાખીએ જે કાર્ય કર્યું છે તેના કારણે એકવાર પછી ટ્રોલ થઈ ગઈ છે.

હાલમાં જ રાખીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેને એક એપની મદદથી બેબી ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતાનો ચહેરો ચિલ્ડ્રન બનાવ્યો છે. વીડિયો શેર કરતા રાખીએ એક કેપ્શન આપ્યું છે, મિત્રો આ મારી દીકરી છે કૃપા કરીને આશીર્વાદ આપો. રાખીનો આ વીડિયો જોઇને સોશ્યલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ પછી કદાચ તે પોતાની પ્રેગ્નન્સીનો ખુલાસો કરી શકે છે અને પછી રાખી સાથે કંઈ પણ સંભવ છે.

હાલમાં જ રાખીના પતિ રિતેશે એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે, રાખી તેમના માટે ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે અને તે તેને ખૂબ પ્રેમ કરે છે. રિતેશે રાખી સાથે ફેમીલી વધારવાની વાત પર ભાર મૂકતાં કહ્યું હતું કે મારે 2 બાળકો જોઈએ છે, એક છોકરી અને એક છોકરો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રાખીને પ્રેગ્નેન્ટ છે તો આ વાત પર રિતેશે કહ્યું કે હાલમાં રાખી પ્રેગ્નન્ટ નથી પરંતુ જલ્દી જ થઈ જશે. તમે પણ જુઓ કે રાખીના આ નવા નાટક પર લોકો તેમને કેવી રીતે ટ્રોલ કરી રહ્યાં છે.

Write A Comment