ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડુ સ્વાદમાં કડવું અને કિંચિત તીખું, પચવામાં હળવું અને શીતળ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અને તેમજ તે ભૂખ લગાડનાર, પિત્તસારક, યકૃત ઉત્તજેક, હૃદય માટે હિતકારી, કૃમિનાશક, રક્ત અને ધાવણની શુદ્ધિ કરનાર, કફનાશક, સોજા ઉતારનાર તથા કમળો, શીળસ, પાંડુ, દાહ, શ્વાસ-દમ-ખાંસી વગેરેને મટાડે છે.
તેમજ કડુ તે હદય ની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે. આ કડુ લીવરની ક્રિયાને સુધારનાર છે અને એટલે લીવર માટેની લગભગ બધી જ દવાઓમાં કડુ મુખ્ય ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો કડુમાં પિક્રોરાઈઝિન નામનું એક કડવું ગ્લાઈકોસાઈડ છે .અને તેમજ જે તેના ઔષધીય ગુણો માટે જવાબદાર ગણાવાય છે
તેમજ કડુ પિત્તસારક અને શીતળ પણ હોય છે. અને એટલે પિત્તની ઊલટીઓમાં તે ઉત્તમ પરિણામ આપે છે. અને આ આંખો, હાથ-પગનાં તળિયાં તથા શરીરની-આંતરિક બળતરામાં પણ રાહત આપે છે. તેમજ આ કડુ અને સાકર સરખા ભાગે લાવી તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવારે, બપોરે અને સાંજે પાણી સાથે લેવાથી પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ ઊલટીઓ બંધ થશે અને તબિયતમાં સુધારો જોવા મળશે.
તેની સાથે જ બળતરા ઓછી થશે તથા મોંની કડવાશ દૂર થઈ જશે અને આહાર પર રુચિ થશે. તેમજ પિત્તનું સ્ત્રવણ કરી તાવને ઉતારે છે આવી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. અને તાવ આવતો હોય ત્યારે આશરે અડધી ચમચી જેટલું કડુનું ચૂર્ણ દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી સાથે કાફી જવું અથવા ગોળ સાથે મિશ્ર કરી તેની ચણાના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી અને તેમજ દર ત્રણ- ચાર કલાકે આ એકથી બે ગોળી ગરમ પાણી સાથે ગળી જવી જોઈએ. અને તેમજ તાવ ઊતરશે અને કબજિયાત માં રાહત થાય છે.
કડુ,કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવાથી . અને તેમજ આ બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો થી અને તેની સાથે જ એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી, ઠંડું પાડીને પી જવું જોઈએ. ત્યારબાદ થોડા દિવસ આમ તાજેતાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જાય છે. અને તેમજ તમને લીવર અને જઠરની ક્રિયા સુધરવાથી ભૂખ પણ સારી લાગશે.
સોજા, જળોદર, હૃદયરોગના સોજા વગેરેમાં કડુનું ચૂર્ણ અથવા આરોગ્યર્વિધની વટી સાટોડીના ઉકાળા સાથે લઈ શકાય છે. આ લીવરના રોગો-કમળો, સીરોસીસ, ફેટી લીવર વગેરેમાં કડુનું ચૂર્ણ સમભાગ સાકર સાથે પણ ઉત્તમ પરિણામ આપે છે અને આ બધા રોગો માં રાહત મળે છે. આખા શરીરે અથવા એકાદ ભાગમાં જો સોજો ચડતો હોય તો કડુ કરિયાતું અને સૂંઠ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ બે વખત લેવું. થોડા દિવસમાં સોજા ઉતરવા લાગશે.
કડુ કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવાથી. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.
કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.
હૃદયના રોગોમાં કડુ અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર-સાંજ સાકરના પાણી સાથે લેવું જોઈએ. અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુ નો ઉપયોગ કરી શકાય છે. અને તેમજ પેટના કૃમિનો નાશ કરનાર અને કટુપૌષ્ટિક હોવાથી જે લોકો ને વજન ન વધતું હોય તેમના માટે કડુ આશીર્વાદસમાન ઔષધ છે.