મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપ ના તો જાણે વળતાં પાણી ચાલુ થાયાં છે.મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપ ને ઝારખંડ માં ઝટકા લાગ્યા હતા.પરંતુ કર્ણાટક ને લઈને ભાજપ પુર જોશ માં દેખાઈ રહી છે.ત્યારે હવે ભાજપ એ કોંગ્રેસ ને માત આપવા માટે પ્લાન બનાવ્યો છે.કર્ણાટક વિધાનસભામાં સ્પીકર કેઆર રમેશ કુમારે ગેરલાયક ઠેરવેલ 17 બળવાખોર ધારાસભ્યોમાંથી 15 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
ગઈકાલે ગેરલાયક ઠેરવાયેલ આ તમામ ધારાસભ્યોને ડિસેમ્બરમાં પેટાચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી હતી.ભાજપ દ્વારા આજે જાહેર કરાયેલ ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ 15 ધારાસભ્યોમાંથી 13 ને ટિકિટ આપવામાં આવી છે.ત્યારે હવે સવાલ ઉઠે છે કે ભાજપ જીતવા માટે બળવાખોર ઓ નો સહારો લાઇ રહ્યો છે.
ભાજપ પુર જોશમાં કોંગ્રેસ ને માત આપવાની વાત કરી રહી છે ત્યારે હવે ભાજપની આવાત કેટલી સાચી ઠરે છે એતો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ પૂરતું કેહવાઈ છે કે ભાજપ પુરે પૂરો પ્રયાસ કરી રહ્યું છે.તમામ બળવાખોર ધારાસભ્યો અગાઉ જેડીએસ અને કોંગ્રેસમાં હતા.આ ધારાસભ્યોના બળવા બાદ જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી.ત્યારબાદ ઘણા દિવસો સુધી કર્ણાટકમાં રાજકીય નાટક ચાલુ રહ્યાં પછી ભાજપના બીએસ યેદિયુરપ્પાએ ગૃહમાં ફ્લોર ટેસ્ટ પાસ કરીને અને ભાજપ સરકાર બનાવી હતી.
ત્યારે ભાજપ નો માસ્ટર પ્લાન છે કે હવે આ બળવાખોર ઓને પોતાની સાથે સામીલ કરીને કર્ણાટક માં એક તરફી જીત મેળવી છે.ભાજપ નાં નેતાઓ નો દાવો છે કે તે કર્ણાટક માં એક તરફી જીત મેળવશે. હાલમાં તો ભાજપ ને બધી બાજુ થી ઝટકા લાગી રહ્યા છે.ત્યારે હવે એ જોવાનું રહશે કે ઐતિહાસિક જીત મેળવવા ભાજપ કેટલી કારગર સાબિત થાય છે.
પેટાચૂંટણી માટે ભાજપ નો માસ્ટર પ્લાન છે.કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ 15 વિધાનસભા બેઠકો ખાલી થઇ ગઈ હતી.આ તમામ બેઠકો પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે। જેમાંથી 13 બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.આ તમામ ધારાસભ્યો બળવાખોર છે જે આજે જ ભાજપમાં સામેલ થયા છે.ત્યારે ચર્ચા થાય છે કે ભાજપ જીતવા માટે આ લોકો નો હાથ પકડી રહી છે.હવે સત્ય શુ છે તે કહી શકાય નહીં પરંતુ કર્ણાટક માં પણ પેટાચૂંટણી નો માહોલ જોવા જેવો થવાનો છે.