આજે સવારે પાંચ વાગ્યે મંદિરના દરવાજા ખોલવાની રાહમાં,ગુરુવારે સાંજથી જ ભક્તોની લાંબી લાઈન એક કિલોમીટરથી આગળ પહોંચી હતી,મંદિર ખુલવાની રાહ જોતા હતા. વર્ષમાં માત્ર ચાર દિવસ માટે ખુલતું માં અન્નપુર્ણાના સુવર્ણ મંદિરમાં ભક્તો ભેગા થઈ ગયા છે. માતાના દર્શનની સાથે પ્રસાદ સ્વરૂપે સૌભાગ્યશાળી આઠઆનાના સિક્કા માટે ભક્તોની બેચેની વધી રહી હતી .હવે ચાર દિવસો માટે લાંબી લાઈન બની રહેશે. આ વર્ષે મંદિરના સંચાલકે મુલાકાતીઓને આપવા માટે 4.50લાખ સિક્કા મંગાવ્યા છે.
આજથી મળી જશે માતાનો ખજાનો.
બાબા વિશ્વનાથના આંગણામાં, આવેલા માં અન્નપૂર્ણા કાર્તિક કૃષ્ણ ત્ર્યોદશી એટલે કે ધનતેરસ પર ભક્તોને પહેલા દર્શન આપશે. ભકતોની આ બેચેની કેમ ના હોય, જ્યારે માતાના મંદિરમાં બાબા વિશ્વનાથ મુખ્ય ભૂમિકામાં છે. કાશીપુરાધિપતિને અન્નદાન કરવાવાળી માં,તેના મંદિરમાંથી મળેલ આઠઆના (50 પૈસાનો સિક્કો) ભક્તો માટે કુબેરના ખજાનાથી ઓછો નથી.
આ મંદિરના દર્શન વર્ષમાં ચારવાર થાય છે. એવી માન્યતા છે કે કાશીનું પાલન પોષણ દેવધિદેવ માં ની કૃપા થી જ થાય છે. અન્નદાત્રી માની મદદ કરવાવાળી મુર્તિ સુવર્ણ કમલાસન પર આવેલી છે અને તે ભગવાન શિવની થેલીમાં અન્નદાન સ્વરૂપે છે.જમણી બાજુમા લક્ષ્મી છે અને ડાબી બાજુએ ભૂદેવી આવેલા છે. આ મંદિરના દર્શન ધનતેરસથી અન્નકૂટ સુધીના વર્ષમાં માત્ર ચાર દિવસ જ થાય છે. તેમાં પહેલા દિવસમાં ડાંગરનો લાવા અને મા ના ખજાનનો સિક્કો પણ પ્રસાદ સ્વરૂપે વહેંચવાની જુની પરંપરા છે, આમાં કાશી જ નહીં, પણ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ પણ આવે છે. અન્ય દિવસોમાં, મંદિરમાં આવેલી પ્રતિમાની દરરોજ પૂજા-અર્ચના કરવામાં આવે છે.
પ્રાચીનતાનો ઉલ્લેખ. કહેવામાં આવે છે કે બાબાના પહેલા દેવીઅન્નપૂર્ણા અહીંયા છે. વર્ષ 1775માં કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ થયું ત્યારે પાછળની બાજુએ માં નું મંદિર આવેલું હતું.માં ની સુવર્ણવાળી મૂર્તિની પ્રાચીનતાનો ઉલ્લેખ ભીષ્મ પુરાણમાં પણ છે. મહંત રામેશ્વરપુરીના કહેવા પ્રમાણે, વર્ષ 1601 માં, મંદિરના મહંત કેશવપુરીના સમયમાં પણ મુર્તિની પુજા કરવામાં આવતી હતી.