HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home હેલ્થ

શિયાળામાં કરી લ્યો આનું સેવન વાયુ, કફ અને વીર્ય વધારી લોહી થઈ જશે સાફ

Team GujjuClub by Team GujjuClub
December 11, 2021
in હેલ્થ
454 5
0
શિયાળામાં કરી લ્યો આનું સેવન વાયુ, કફ અને વીર્ય વધારી લોહી થઈ જશે સાફ
631
SHARES
2.9k
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂર નો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહરે તત્વ તરીકે જાણીતી છે. ખજૂરીના ઝાડ ભારતમાં સમુદ્રકિનારા ની રેતાળ જમીનમાં પુષ્કળ થાય છે. તેને ખજૂર જેવાં ફળો આવે છે. આપણે જે ખજૂર ખાઈએ છીએ તે ખજૂર બસરા અને અરબસ્તાનથી આવે છે. અરબસ્તાન, ઇજિપ્ત અને અફઘાનિસ્તાનમાં ખજૂર પુષ્કળ પાકે છે. આરબ લોકો માત્ર ખજૂર ખાઈને જ ઘણા દિવસો પસાર કરી શકે છે. પિડખજૂર વધારે લાલ (એકદમ કાળાશ પડતી લાલ), વધારે રસદાર અને વધારે મધુર-મીઠાશવાળી હોય છે.

ખજૂર ના લક્ષણો:
ખજૂર અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક અને બળવર્ધક છે. ખજૂર હૃદયને હિતકારી, શીતળ, તૃપ્તિકર અને ભારે છે. ખજૂર ‘ક્ષતક્ષયહર’ (ક્ષત અને ક્ષય અને મટાડનાર) છે. ઘા વાગવા પર ખજૂર હિતકારી છે. ધાતુપુષ્ટિ માટે એ ઉપયોગી છે. શરીરની નબળાઈ અને વજનના ઓછાપણા પર દૂધમાં ઉકાળીને ખજૂર ખાવાથી ઘણો ફાયદો થાય છે. ખજૂર ગરમ નથી પરંતુ ઠંડી છે. ખજૂર પોષક, બલ્ય અને મૂત્રલ છે. એ પુષ્ટિ આપી ધાતુનો વધારો કરે છે. કૃમિનો નાશ કરે છે. છાતીમાં ચાંદા પડ્યા હોય તો તેમાં ખજૂર અત્યંત ઉપયોગી છે. લોહી જામી ગયું હોય તો ખજૂર હિતાવહ છે. શરીરમાં દાહ થતો હોય ત્યારે ખજૂરનો પ્રયોગ પ્રશસ્ત છે. એ વાત પિત્ત ના વિકારોમાં ઉપયોગી અને તૃપ્તિ જનક છે.

ખજૂર ના આરોગ્યલક્ષી ફાયદા:
રાત્રે પલાળી રાખીને સવારે બરાબર ચોળી-મસળીને તેને પીવાથી ઝાડા સાફ આવે છે. તેના બી (ઠળિયા) તરસને રોકનાર હોવાથી કસુવાવડ વખતે સ્ત્રી ને પાણી આપવાનું ન હોય ત્યારે એક-એક ઠળિયો તેના મોં માં રાખવા અપાય છે. તેનાથી મોંમાં અમી રહે છે. ખજૂરીના ઝાડ માંથી નીકળતો રસ મધ અને પિત્ત કરનાર છે. એ વાયુ તથા કફને હરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને બળ તથા વીર્યને વધારનાર છે.

તેનાં ફળ-ખજૂર કે ખારેક, ઠળિયા, તેનાં ફૂલ અને પાન ઔષધિ તરીકે વપરાય છે. એક વર્ષ સુધી એક પેસી, બેથી પાંચ વર્ષ સુધી બેથી ચાર પેશી અને પાંચથી સોળ વર્ષ સુધી પાંચથી દસ પેશી અને સોળ વર્ષ ઉપરાંત માટે પંદરથી વીસ પેશી સુધી ખજૂરની માત્રા છે. (પાચન થાય એ પ્રમાણે જ ખજૂર ખાવી જોઈએ.). ખજૂર વૃષ્ય, સ્વાદુ, શીત અને ગુરુ છે. ઉધરસ, શ્વાસ, દમ, કચ્છ, વાત પિત્ત અને દારૂથી થયેલા રોગોને મટાડનાર છે. સુલેમાની ખજૂર(સોપારી ખારેક) થાક, ભ્રાંતિ, દાહ, મૂચ્છ અને રક્તપિત્ત અને મટાડનાર છે.

ચરક અને સુશ્રુત ના મત પ્રમાણે ખજૂર મધુર, શરીરને હૃષ્ટપુષ્ટ બનાવનાર, વાજીકરણ કરનાર, પચવામાં ભારે અને શીત છે. ચરક ખજૂરને બૃહણ, વૃષ્ય અને શ્રમ હર ગણે છે. આયુર્વેદ ખજૂરને મધુર, વૃંહણ, તર્પણ, ગુરુ અને શુક્રવર્ધક ગણે છે. આમ, ખજૂરમાં ઘણા ઉત્તમ પોષક તત્વો છે. ખજૂર પાંચ તોલા, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર એ સર્વે બારીક વાટી ચાટણ બનાવી ચાટવાથી વાયુ બેસી જાય છે. (આ ચટણ ધણું જ સ્વાદિષ્ટ અને પાચક છે.) ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે-ત્રણ તોલા જેટલું ચાટણ લઈ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળપ્રદ છે.

દરરોજ થોડી ખજુર ખાધા બાદ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રૂપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે. સળેખમ, શરદી, ખાંસી અને દમ મટે છે તેમજ લોહીની શુદ્ધિ થાય છે. ખજૂર, આમળાં, પીપર, શિલાજીત, નાની એલચીના દાણા, જેઠીમધનું સત્વ, પાષાણ ભેદ, સફેદ ચંદન, કાકડીનાં બીના મગજ અને ધાણા એ દસ ઔષધિઓ સરખે ભાગે લઈ, તેમાં બરાબર સાકર મેળવી. પહેલા ખજૂર અને શિલાજીત સિવાયની ચીજોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. ખજૂરને જુદી ખાંડી તેની સાથે સાકર, ચૂર્ણ અને શિલાજિત મેળવી એકત્ર કરવું. રોજ સવારે અર્ધો તોલો આ ચૂર્ણ ગાયના દૂધ સાથે સેવન કરવાથી પ્રમેહ અને સ્વપ્નદોષ મટે છે.(બળ અને વીર્ય તેમજ ઓજસ વધારવામાં આ પ્રયોગ અદ્રિતીય છે.)

દરરોજ 5 ખજૂર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે. પાંચ પેશી ખજૂરના ઠળિયા કાઢી નાખી ભેંસના ઘીમાં પાંચ મિનિટ સુધી સાંતળીને તમે બપોર ભાત સાથે મેળવી ખાઈને અર્ધો કલાક ઊંઘ લેવાથી સુકલકડી દૂબળા માણસનાં વજન અને શક્તિ વધે છે. શિયાળાની ઋતુમાં સવારે ખજૂર ઘીમાં સાંતળી ખાઈ તેના પર એલચી, સાકર તથા કૌચા નાખી ઉકાળેલું દૂધ પીવાથી ઉત્તમ ધાતુપુષ્ટિ થાય છે.

સારી ખારેકના લઈ ઠળિયા કાઢી નાખી, તેને સાધારણ ખાંડી તેમાં બદામ, બલદાણા, પિસ્તા, ચારોળી, સાકર ની ભૂકી વગેરે મેળવી તેને આઠ દિવસ સુધી ઘીમાં પલાળી રાખવું અને આથો લાવવો. આથો ચડ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે. ખજૂરની એક પેશીને એક તોલા ચોખાનું ઓસામણ સાથે મેળવી ખૂબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાના બાળકને બે-ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળા બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In