એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે. પણ, ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી,
ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરેછે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે. ઘરે છોકરાઑ ને કહેતો જાય છે કે,આજે તમારા માટે કપડા અને મિઠાઇ લેતો આવીશ. પત્નિ ને કહેછે કે,તારી સાડી જુની થૈ ને ફાટવા લાગી છે,આજે ઍક નવી સાડી લેતો આવીશ.
ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે ઍમ છે,તમે તમારા માટે જુત્તા લેતા આવજો તુટી ગયા છે. જયારે ખેડુત બજાર પહોચે છે ત્યારે, તેની ઍક મજબુરી હોય છે કે,તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો. વેપારી તેના માલ ની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે. એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે,
એક બાકસ ના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે,પણ ખેડુત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી. તો પણ…
માલ તો વેચાઇ જાય છે, પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો,માલનુ વજન થૈ ગયા પછી જ્યારે રુપિયા મળે છે ત્યારે વિચાર કરે છે કે, આમાથી દવા વાળાને આપવાના છે,ખાતર વાળાને આપવાના છે,અને મજુરને પણ આપવાના છે,અને હા વિજળીનુ બિલ પણ તો ભરવાનુ છે .
બધો હિસાબ કર્યા પછી કશુ જ બચતુ નથી.
તે લાચાર બનીને ઘરે આવતો રહે છે.છોકરાઑ તેનો ઘર આગણે રાહ જોઇને ઉભા હોય છે. બાપુજી,બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે,અને પુછે છે કે અમારા નવા કપડા લાવ્યા??
ત્યારે ખેડુત કહે છે કે,બેટા બજાર મા સારા કપડા જ ન હતા, દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે, ઍટલે લૈ લૈશુ. પણ ખેડુત ની પત્નિ સમજી જાય છે કે માલનો સારો ભાવ મળ્યો નથી,તે છોકરાઑને કહે છે કે,જાઑ હવે તમે રમવા જતા રહો.
ખેડુત પત્નિ ને કહે છે કે,અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો.
પત્નિ પણ સમજદાર હોય છે તે કહે છે કે, કાઇ વાધો નહિ ફરી ક્યારેક લૈ લૈશુ પણ તમે તમારા જુત્તા લેતા આવ્યા હોયતો??
ખેડુત કહે છે અરે એતો હુ ભૉલી જ ગયો,પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે ખેડુતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાનો અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે,તો પણ ખેડુતને દિલાશો આપે છે.અને પોતાની ભિજાયેલી આખોને સાડીના છેડાથી લુછતા લુછતા રસોડા મા ચાલી જાય છે.
પછી બીજા દિવશે…
સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઑ સાથે ફરીથી નવા પાકની કામગીરી મા લાગી જાય છે.
આ કહાની બધા જ નાના મોટા ખેડુતો ને લાગુ પડે છે.
હુ ઍમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો, પણ જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લૈ ને બજાર મા પહોચી જાય છે,અને ઍકની ઍક જાહેરાત દશ વાર બતાવે છે.
કેમેરા ના સામે શહેરની બહેનો હાથ મા બાસ્કેટ લૈ ને પોતાનો મેક અપ સરખો કરતી કરતી કહે છે કે, શાકભાજીના ભાવ બહુ વધી ગયા છે,અમારા રસોડાનુ બજેટ બગાડી નાયખુ છે.
પણ હુ ઍમ કહુ છુ કે ક્યારે ક પોતાનુ બાસ્કેટ ખુણા મા મુકી ને કોઇ ખેતરમાં જૈ ને કોઇ ખેડુત ની હાલત તો જુઓ.
તે કઇ રીતે પાકને પાણી આપે છે ??
25 લીટરની દવા ભરેલી ટાકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે.
20કિલોનુ તગારુ ઉચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપે છે ??
પાવર કાપ મા પણ પાવર આવવાની રાહ જોતા જોતા આખી રાતના ઉજાગરા કરે છે ??
આવા ધગધગતા ઉનાળામાં મથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે. ?
જહેરીલા જાનવરોનો ડર હોવા છતા પણ ઉઘાડા પગે ખેતરોમા રખડવુ પડે છે ?
જે દિવશે તમે આ વાસ્તવિક તા પોતાની આખો થી જોઇ લેશો ,તે દિવશ થી રસોડામા પડેલા
શાકભાજી, ઘઉ, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ બધુ જ સસ્તુ લાગવા માંડશે…ત્યારે તો તમે કોઇ ખેડુતનુ દુખ સમજી શકશો!!
જય જવાન…
જય કિશાન…