ગુજરાતનાં ગાયક કલાકારો તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી દુનિયાભરમાં ખુબ જ જાણીતા છે. એવીજ ગુજરાતની કોયલ એવી કિંજલ દવે વિશે આજે અમે તમને જણાવવા જય રહ્યા છીએ. કિંજલ દવે તેના આલ્બમ ગીતો માટે તો તે ખુબ જ જાણીતા છે. સાથે સાથે કિંજલ દવે ઘણા લાઈવ પ્રોગ્રામ પણ કરતાં રહે છે.
કિંજલ દવેના લાઈવ પ્રોગ્રામમાં પણ લાખો કરતા વધુ ચાહકો જોડાતા હોય છે અને કાર્યક્રમની ખુબ મજા માણતા હોય છે, તેઓ ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં પણ પ્રોગ્રામ કરે છે. કિંજલ દવે હાલમાં અમેરિકાના પ્રવાસમાં ગયા છે.
અમેરિકામાં જઈને કિંજલ દવેએ ખુબ જ મોજ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ શેર પણ કર્યા છે. કિંજલ દવેનું અમેરિકામાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કિંજલ દવેના વાયરલ થયેલા ફોટા જોઇને તેમના ફોલોવર્સ ખુબ જ ખુશ થઇ ગયા હતા.
ઇન્સ્ટાગ્રામમાં તેમના 2.5 મિલિયન ફોળલોવર્સ છે. તેઓ તેમના આ પેજમાં તેઓ ખૂબ એક્ટિવ રહી ફોટા શેર કરી રહ્યા છે.