કાળા તલ તે રસોડામાં વપરાતુ એક ધાન્ય છે.તલ અને તેનું તેલ પ્રાચીન ઔષધિઓમાં એક માનવામાં આવે છે. નાનકડા દેખાતા તલમાં મને ગુણો હોય છે. અને અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તલ એ બહુ જ ઉપયોગી વસ્તુ છે. ઘણીવાર બહુ મહેનત કરવા છતાં પણ ઘણીવાર કામમાં અવરોધ આવતા હોય તો એક લોટો લઈ તેમાં પાણી ભરી એક ચપટી કાળા તલ નાખી શિવલિંગ પર ચઢાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આમ કરવાથી શુભ પરિણામ પણ પ્રાપ્ત થાય છે.
ઘણીવાર કુંડળીમાં શનિની સ્થિતિ ખરાબ હોય તો દર શનિવારે નદીમાં થોડા કાળા તલ વહાવો આમ કરવાથી શાંતિ મળે છે. શનિ અને પિતૃદોષને ખામી દૂર કરવા માટે કાળા તલને વહેતા પાણીમાં નાખો આમ કરવાથી શનિ અને પિતૃદોષ દૂર થાય છે. ઘણીવાર આપણે કોઈ અગત્યના કામ માટે ઘરની બહાર જતા હોય ત્યારે મનમાં એવું થતું હોય છે કે કામ બરાબર થશે કે નહીં, જો આવી ચિંતા સતાવતી હોય તો એક મુઠ્ઠી જેટલા કાળા તલ લઈ કૂતરાને આપો. જો કૂતરો કાળા તલ ખાય છે તો તમારે કાર્ય તરત જ સફળ થશે એવું કહી શકાય. જ્યારે કુતરો કાળા તલ ન ખાય ત્યારે ખૂબ મહેનત કરવી પડશે એવું કહી શકાય.
રાહુ અને કેતુની શાંતિ માટે દૂધમાં કાળા તલ મિક્સ કરી દર શનિવારે પીપળાના વૃક્ષને ચડાવો આ સિવાય કાળા તલનું દાન પણ કરવું જોઈએ. જો પૈસા માં મુશ્કેલી આવતી હોય તો શનિવારે કાળા કપડામાં કાળા તલ બાંધીને ગરીબ વ્યક્તિને દાન કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય ઘણી વખત પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર રહેતી હોય તો ભગવાન શિવની શિવલિંગ પર કાળા તલ ચઢાવો તેનાથી અનેક રોગો મટે છે.
રોજ તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડા કાળા તલ નાખીને શિવલિંગ પર ઓમ નમ શિવાય જાપ કરતા-કરતા ચડાવો આવું કરવાથી અશુભ યોગના ખરાબ પ્રભાવ પૂરા થઈ જાય છે. ઘણી વખત ઘરમાં નાના બાળકો ને રડતા હોય તો વડીલો કહેતા હોય છે કે તેને ખરાબ નજર લાગી છે આવી સ્થિતિમાં એક લીંબુ ને કાપી તેમાં થોડા તલ નાખીને લીંબુ ને કાળા દોરાથી બાંધી બાળક પર સાત વખત ઉતારીને ઘરની બહાર ફેંકી દો આવું કરવાથી બાળકને જો નજર લાગી હશે તો તરત જ રડતું બંધ થઈ જશે.
જો ખૂબ જ મહેનત કરવા છતાં પણ ધન પ્રાપ્ત ન થતું હોય તો સોમવારે સાંજે બિલિપત્ર ના વૃક્ષો નીચે કાચું દૂધ, મધ કાળા તલ, પતાસા, ગુલાબની પાંખડી અને કેસર અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ સિવાય સરસવના તેલનો દીવો કરી પીપળાના ઝાડમાં કાળા તલ અને કાચુ દૂધ, ગંગાજળ, મધ અને ગોળને ચાંદીના વાસણમાં કે સ્ટીલના વાસણમાં નાખીને અર્પણ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. મંગળવારે કાળા તલ, જવ નો લોટ અને તેલ મિક્સ કરીને રોટલી બનાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસ ને ખવડાવવા થી પણ ધન પ્રાપ્તિ થઈ છે.
રોગ દૂર કરવા અને સુખ મેળવવા માટે રોજ શિવલિંગ પર તાંબાની લોટી માં પાણી અને કાળા તલ ચઢાવતાં ચઢાવતાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી રોગ પણ દૂર થાય છે. ઘણીવાર ખૂબ જ મહેનત કરવા છતાં પણ કામમાં સફળતા ન મળતી હોય તો આવી સ્થિતિમાં ૧ લીંબુ લઈ તેને કાપીને કાળા તલના દાણા દબાવો ત્યારબાદ પછી તેના પર કાળો દોરો લપેટી ને સાત વાર ઉતારીને ઘરની બહાર ફેંકી દેવું આ ઉપાયથી તરત જ લાભ થાય છે.
દર શનિવારે કાળા તલ તથા અડદને કાળા કપડામાં બાંધી કોઈ ગરીબ માણસને દાન કરવાથી ધન અને શક્તિ અને શનિની પ[પીડામાંથી મુક્તિ મળે છે.