HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

શ્વાસ-કફ, પથરી અને નપુસંકતાને કરી દેશે ગાયબ, આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી કઠોળ

Team GujjuClub by Team GujjuClub
January 13, 2022
in જાણવા જેવું, હેલ્થ
446 5
0
શ્વાસ-કફ, પથરી અને નપુસંકતાને કરી દેશે ગાયબ, આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી કઠોળ
620
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on Twitter

દ્વિદલ ધાન્યમાં કળથી સૌથી હલકી માનવામાં આવે છે. કળથી ગરીબ વર્ગની કસ્તુરી ધાન્ય ગણાય છે. તેના છોડ લગભગ દોઢ-બે ફૂટ જેટલી ઊંચાઈના થાય છે અને જમીન ઉપર પથરાય છે. તેના છોડનો દેખાવ અડદના છોડ જેવો હોય છે અને તેના પાન પણ કંઈક અંશે અડદના પાનને મળતાં આવે છે.

કળથીની શીંગો બે ઇંચ લાંબી, કંઈક વાંકી, ચપટી અને રુવાંટીવાળી હોય છે. શીંગોમાં પીળાશ પડતા કે ભૂરા રંગના ચારથી છ દાણા હોય છે. ક્યારેક કાળા કે સફેદ રંગના દાણા પણ જોવા મળે છે. તેના દાણા અળસીના દાણા જેવા જ લાગે છે. રાજસ્થાનમાં કળથી અષાઢ માસમાં થાય છે.

કળથી ત્રણ જાતની થાય છે : રાતી, ધોળી અને કાળી. ત્રણે જાતમાં કાળી જાત ને શ્રેષ્ઠ ગણાય છે. કાળી જાત ઓરિસ્સા અને કર્ણાટક માં વધુ જોવા મળે છે. તેની દાળ બીજી દાળો કરતાં કંઈક અંશે સારી હોય છે. તેથી ગામડાના ગરીબ લોકોમાં તેનો પ્રચાર વિશેષ જોવા મળે છે.

રાજસ્થાનમાં બીજી દાળો કરતાં કળથીની દાળ નું વિશેષ મહત્વ હોય છે. કેટલાક લોકો તેના દાણાને બાફીને શાક બનાવીને પણ ખાય છે જે ઘણું સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે. કળથીનો ઉપયોગ ભોજન, ધાતુ-ઉપધાતુઓ શોધન અને ઔષધ રૂપે પણ થાય છે.

કળથીના દાણાને બાફીને શાક બનાવીને ખાવાથી ઉદરરોગ મટે છે. કળથીની દાળ ખાવાથી સૂકા મસાની પીડા શાંત થાય છે. કળથીનો ઉકાળો કરી તેમાં સરપંખાનું ચૂર્ણ અને સિંધવ મેળવીને પીવાથી પથરી મટે છે.

કળથી અને મરીનો ઉકાળો કરીને પીવાથી કંઠમાળ મટે છે. કળથી માં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, લોહ, ફોસ્ફરસ અને વિટામિન એ’ તથા બી ’ હોય છે. કળથી શ્વાસ, ઉધરસ, કફ, વાયુ, હેડકી, પથરી, વીર્યદોષ, આંખના રોગ, સળેખમ, મેદ, તાવ તથા કૃમિને મટાડનારી છે.

ડાયાબિટીસમાં પણ કળથી ખૂબજ લાભદાયક છે. શરપંખો અને સિંધવનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં કળથીના ઉકાળામાં મેળવીને પીવાથી ડાયાબિટીસ માં ફાયદો થાય છે. દર્દીને ઠંડીને લીધે શીત વળે છે, ત્યારે પરસેવો અને ગરમી લાવવા માટે કળથીનો ભૂકો શરીરે ઘસવામાં આવે છે.

સ્ત્રીઓના આવ દોષમાં, પ્રસૂતિ વખતે કે કસુવાવડમાં ગર્ભાશયની શુદ્ધિ માટે પાંચ-સાત દિવસ કળથીનો ઉકાળો આપવાથી ઘણી માત્રામાં ફાયદો થાય છે. પ્રસૂતાને યોગ્ય પ્રમાણમાં રકતસ્રાવ ન થતો હોય તો કળથીનો કવાથ આપવામાં આવે છે. ખાસ કરીને પ્રસૂતાને બે-ચાર અઠવાડિયા સુધી કળથીનો કવાથ આપવો સારું માનવામાં આવે છે.

આયુર્વેદ સ્વેદાધિકય વાળા દરદીઓને શેકેલી કળથીનો લોટ શરીરે ચોળવાનું કહે છે. હૃદયની ગતિ અનિયમિત હોય કે કોઈ વાર હૃદયરોગીનું હૃદય પહોળું થઈ જાય ત્યારે કળથીની રાબનું સેવન લાભકારી મનાય છે.

કળથી, પાષાણભેદ અને ગોખરુનો કવાથ કરીને પીવાથી પથરી મટે છે. ચાલીસથી પચાસ ગ્રામ કાળી કળથી રાત્રે સોળ ગણા પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, આ પાણી બે-ચાર મહિના પીવાથી પથરી ચોક્કસ મટે છે. કળથીનો ખાસ ગુણ મૂત્રલ, સ્વેદહેર અને પથરી દૂર કરવાનો છે. કળથીનો ઉકાળો કરીને પીવાથી વાયુનો વિકાર મટે છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ
હેલ્થ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

1 month ago
જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક
હેલ્થ

જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

1 month ago
ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું  કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી
હેલ્થ

ઉનાળામાં ઢગલે મળતી આ એક વસ્તુનું કરી લ્યો સેવન, આખું વર્ષ દવાખાનાના લાખો રૂપિયા બચી જશે, ગોઠણના દુખાવામાં તો છે ૧૦૦% દવા કરતાં વધુ ગુણકારી

1 month ago
ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી
ધાર્મિક

ઘરમાં આ દિશામાં ના રાખો ઘડિયાર, વાસ્તુ શાસ્ત્ર મુજબ વિરુદ્ધ દિશામાં ઘડિયાર લગાવવાથી મળે છે ઘાતક પરિણામ, એકવાર જરૂર જાણવા જેવી માહિતી

1 month ago
જે ઘરમાં હોય છે આ 5 વાસ્તુ દોષ,તે ઘરના લોકો પડી જાય છે વારંવાર બીમાર, જાણી લ્યો તેનાથી છૂટકારાની આ રીત
જાણવા જેવું

જે ઘરમાં હોય છે આ 5 વાસ્તુ દોષ,તે ઘરના લોકો પડી જાય છે વારંવાર બીમાર, જાણી લ્યો તેનાથી છૂટકારાની આ રીત

1 month ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

ડાયાબિટીસના દર્દી આ ૬ વસ્તુનું ખાસ કરી લે રોજ સેવન, માત્ર થોડા સમયમાં જીવન માંથી ડાયાબિટીસ થઈ જશે ગાયબ

April 7, 2022
જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

જાડું લોહી છે બીમારીનું ઘર, માટે આજથી જ શરૂ કરી દ્યો આનું સેવન જીવો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ કે હાર્ટએટેક

April 7, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In