દૂધએ પૃથ્વી પરનું અમૃત ગણાઈ છે પરંતુ અમુક ખોરાક જોડે દૂધ પીવાનું શાસ્ત્રોમાં ના પાડવામાં આવ્યું છે તો શું છે કારણ એ આજ આપણે જાણીએ
દૂધ ઉત્તમ આહાર છે, પણ.
અત્યાર સુધી તમે દૂધ પીવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે, પણ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જે ખાધા પછી તરત દૂધ ન પીવામાં આવે તો તે શરીર માટે ઝેર બની જાય છે. વાંચીને થોડું આશ્ચર્ય ચોક્કસ થશે, પરંતુ તે સત્ય છે. આવો જાણીએ સારા
સ્વાસ્થ્યની સાથે સુંદરતા જાળવી રાખવા માટે કઈ વસ્તુઓનું દૂધ સાથે ન લેવી જોઈએ.
અડદની દાળ ખાધા બાદ.
અડદની દાળ અને દૂધ બંને એક સાથે લેવાથી તમારી પાચન ક્રિયા ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. એવું કરવાથી પેટમાં દુઃખાવો, ઉલટી અને શરીરમાં ભારેપણાનો અનુભવ થવા જેવી સમસ્યા થઈ શકે છે.
ખાટા ફળ ખાધા પછી.
ખાટા ફળ ખાધા પછી દૂધનું સેવન કરવાથી બચવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને ઉલટી થવાની શક્યતા રહે છે. આવા ફળોનું સેવન કર્યા પછી લગભગ 2 કલાક પછી જ દૂધ પીવો.
કારેલા અને ભીંડા.
દૂધની સાથે કારેલા અને ભીંડાનું શાક પણ ન ખાવું જોઈએ. એવું કરવાથી ચહેરા પર કાલા ડાઘ પડવાનું શરૂ થઈ શકે છે, જેના કારણે ચહેરા કાળા ડાઘ પડવાનું શરૂ થઈ શકે છે અને તમારો ચહેરો ઘણો ખરાબ દેખાવા લગાશે.
માછલી ખાધા બાદ.
માછલીમાં રહેલા પ્રોટીનથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે. તેમ છતાં માછલી ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. એવું કરવાથી પાચન સબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. એટલું જ નહીં, માછલી ખાધા બાદ દૂધ પીવાથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં દુઃખાવો અને શરીર પર સફેદ ડાઘ પડવાની આશંકા પણ રહે છે.
મૂળો અને જાંબુ.
જો તમે મૂળો, જાંબુ, માછલી વગેરે ખાઈ રહ્યા છો, તો દૂધનું સેવન ભૂલથી પણ ન કરો. એવું કરવાથી ત્વચા સંબંધી ઘણા રોગ થઈ શકે છે. એટલું જ નહીં, તે ઉપરાંત ચહેરા પર ખંજવાળ થવાની સાથે ચહેરા પર જલદી કરચલીઓ પડવાની પણ આશંકા રહે છે.