કોદરી લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે.
કોદરી ને ભાતની માફક પણ ખાઈ શકાય છે. આમ તો કોદરીનો ઉપયોગ ગરીબ મજૂર વર્ગ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતાં ઈન્સ્યુલીન રેઝિસ્ટન્ટ, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ, હાયપર લિપિડેમિયા જેવા દર્દોમાં ખોરાકની પૌષ્ટિકતા વિશે વધુ સજાગતા રાખવામાં આવે છે.
વધુ ફાયટોન્યુટ્રિઅન્ટ, વિટામિન્સ-મિનરલ્સ ધરાવતા હોય પરંતુ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટસ ધરાવતા ખાદ્યપદાર્થો વિશે થતાં સંશોધનોમાં કોદરીનું મૂલ્ય ઉંચુ આંકવામાં આવે છે. કોદરી પચવામાં સહેલી હોવાની સાથે વજન વધતું અટકાવે છે . તથા ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલ ઘટાડે છે.
કોદરી ના દાણાબાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે.
આ ધાન્ય પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવે છે. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નબળી થઈ જતી હોટ છે. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત હોય છે.
પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે. એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે.
જોકે કોદરીમાં રહેલાં કમ્પાઉન્ડ્સ શરીરમાં ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીઝના દરદીઓને હેલ્પ કરે છે. ઇન્સ્યુલિન હૉમોર્ન્સને કારણે લોહીમાં પડેલી શુગરનું એનર્જીમાં રૂપાંતર થવામાં મદદ થાય છે. અને લોહીમાં ગ્લુકોઝ વણવપરાયેલો પડી રહેતો અટકે છે. વળી એમાં પ્રોટીન એટલે કે શરીર માટે જરૂરી અસેન્શિયલ ઍસિડ્સ હોય છે અને ફૅટની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે.
કોદરીનો એ છે કે એ પચવામાં હલકું છે, પણ એમાં ફાઇબર પણ વધુ હોવાથી એ ઝટપટ પચી જતું નથી. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી એ ધીમે-ધીમે પચે છે. એટલે લોહીમાં પણ ધીમે-ધીમે ગ્લુકોઝ ભળે છે. સાથે જ ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરતું હોવાથી ગ્લુકોઝ લોહીમાં પડી નથી રહેતું. આમ ડબલ ફાયદો ડાયાબિટીશના દરદીઓને થઈ શકે છે.
કોદરીની ખીચડીમાં લીંબુ, સાકર નાખીને ખાવાથી એ સ્વાદમાં પણ સારી લાગે છે. પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી મહિલાઓને પણ ફાયદો થાય છે. એનાથી દૂધ વધુ આવે છે.
જૉન્ડિસ ના રોગ માં પણ કોદરી આપી શકાય. નાચણીની જેમ એનો લોટ બનાવીને પણ વાપરી શકાય. એમાં રહેલાં ફાઇટોકેમિકલ્સ અને ફોસ્ફોલિપિડ્સને કારણે નર્વસ સિસ્ટમમાં પણ ફાયદો થાય છે. અને સંવેદનાવહનના કાર્યમાં સુધારો જોવા મળે છે. મસલ્સમાં ક્રૅમ્પ્સ આવતાં હોય ત્યારે પણ કોદરી કામની છે.