ગુજરાત નું એક એવું નામ જે હાલમાં ખુબજ ચર્ચિત હતી. કોંગ્રેસનો સાથ છોડી ભાજપ નો હાથ પકડનાર કુંવરજી બાવડીયા હાલમાં વિવાદો માં ઘેરાઈ ગયાં છે. દિવાળી પછી શરૂ થયેલુ ભાજપનું સંગઠન સંરચના પર્વ હોળીમાં ફેરવાયું છે.
પ્રદેશ ભાજપે ભલે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજી બાવળિયાને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી પદે બેસાડી પોંખ્યા હોય પણ સ્થાનિક સ્તરે તેમનો વિરોધ વધી રહ્યો છે. લોકો ને બાવડીયાનું સ્થાન પસંદ નથી હાલમાં તેઓનો ખુબજ વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક અંદરો અંદર પણ વિવાદો માં બાવડીયા ઘેરયા છે.
ત્યારે હાલમાં એક એવી ખબર મળી છે જેને સાબિત કરી દીધું કે બાવડીયા હવે ના ઘરના રહ્યાં ના ઘાટ ના રહ્યાં. કોંગ્રેસ નો સાથ છોડીને ઘણી ઉમ્મીદ રાખીને બાવડીયા એ ભાજપ નો હાથ પકડ્યો હતો. સોમવારે ભાજપના પાયાના કાર્યકરોએ પેરાશુટ કુંવરજીને ટીમ ભાજપ જસદણ ગ્રુપમાંથી રિમૂવ કરી કાઢયા હતા.
ભાજપના ગ્રુપમાંથી મંત્રીની હકાલપટ્ટીના સમાચાર વાઈરલ થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જ્યાં પણ પેરાશુટ ઉતર્યા છે. ત્યાંના સ્થાનિક ભાજપમાં હૈયા હોળી સળગી છે. હવે બાવડીયા નું તો જાણે કોઈ પણ રીતે માન રહયુ નથી પાર્ટી ના લોકો જ હવે તેમને રિમુવ કરી રહ્યાં છે. રયારે એ પણ વાત સાબિત થાય છે કે જનતા પક્ષ પલટુઓ ને ક્યારેય સન્માન દેતી નથી.
બાવડીયા ભલે ગમે તેટલા સારા કામો કરી લે પરંતુ લોકો ના નજરે હવે તે માત્ર ને માત્ર પક્ષપલટુ બની ગયાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પણ એવુંજ વર્તુણક કરવામાં આવે છે. રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ અને ધારાસભ્ય પદ વગર મંત્રી પદની લ્હાણી થઈ ત્યારથી જ સ્થાનિક કાર્યકરોમાં વિરોધ હતો.
તે વખતે પ્રદેશ ભાજપના નેતાઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરાને સરકારી બોર્ડમાં ચેરમેનપદ આપીને સાચવી લીધા હતા. જોકે બોધરા એ પણ આવાત નો વિરોધ કર્યો હતો. બાવડીયા ના મંત્રી પદને લઈને બોધરા પણ ઘણાં ગુસ્સે થયા હતા.