જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોમાં શુક્રને ખૂબ જ શુભ ગ્રહ માનવામાં આવે છે. વૃષભ અને તુલા રાશિના જાતકોને શુક્ર ખૂબ જ ફળે છે. શુક્ર મજબૂત હોય તો જાતકને વિશ્વની બધી જ ભૌતિક સુખ સગવડો મળે છે. આવા લોકો કળાક્ષેત્રે આગળ પડતા હોય છે. તેમનું વૈવાહિક જીવન પણ રોમાન્સથી ભરેલુ રહે છે. સુખ સમૃદ્ધિ, સુંદરતા અને ઐશ્વર્યાના ગ્રહ શુક્રને આથી જ લક્ષ્મીજી સાથે જોડવામાં આવે છે. મિથુન રાશિમાં પ્રવેશી રહ્યો છે.
મેષ.
ગોચર દરમિયાન શુક્ર તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે. આનાથી તમારા જીવનમાં કોઈ નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. અથવા તો તમે રિલેશનશીપમાં હશો તો તમારા પાર્ટનરને આ ગાળામાં વિશેષ લાભ થઈ શકે છએ. પારિવારિક સ્તરે તમે તમારા ભાઈ-બહેનને મદદરૂપ બનશો જેને કારણે તેમના કામનું ભારણ હળવું થશે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. તમે એવા કામમાં સમય પસાર કરશો જેનું તમને ભવિષ્યમાં શુભ ફળ મળી શકે છે. સામાજિક સ્તરે પણ તમે આગળ આવશો, માન-પાનમાં વૃદ્ધિ થશે. તમારા માટે આ ગોચર ફળદાયી પુરવાર થશે.
વૃષભ.
આ ગોચર તમારા જીવનમાં સમૃદ્ધિના દરવાજા ખોલી નાંખશે. આર્થિક દૃષ્ટિએ તમે આ ગાળામાં ઘણું કમાશો અને બચાવી પણ શકશો. ગોચર દરમિયાન તમારી વાણીમાં મધુરતા આવશે. તમે બીજા લોકોને બોલીને ઈમ્પ્રેસ કરી શકશો. પારિવારિક સ્તર પર જોઈએ તો ઘરમાં કોઈ મંગળ પ્રસંગ ઊભો થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલામાં તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે. જો તમે પરણિત હોવ તો આ ગાળામાં જીવનસાથીનું સ્વાસ્થ્ય કથળી શકે છે. આ કારણે થોડો માનસિક તણાવ ઊભો થઈ શકે છે. આ ગાળામાં તમારે જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. કામના ક્ષેત્રે સાધારણ પરિણામ પ્રાપ્ત થાય. તમારા માટે આ સમય લાભકારી છે.
મિથુન.
શુક્રનું ગોચર તમારી જ રાશિમાં થતું હોવાથી શુક્ર પહેલા ભાવમાં આવશે. આ ગાળામાં તમારી પર્સનાલિટી ખીલી ઉઠશે. તમે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશો. તમારી અંદર નવી ચીજો શીખવાની અને જ્ઞાન મેળવવાની જીજીવિષા જાગૃત થશે. તમે જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશો. તમને તમારી અંદરની કળાને નિખારવાનો મોકો મળશે, માનસિક શાંતિનો અનુભવ થશે. તમને કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહથી લાભ મળી શકે છે. લવ લાઈફ પણ આ ગાળામાં સારી રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં નવીનતા આવશે, રોમાન્સ વધશે. કામના ક્ષેત્રે તમે પૂરા દિલથી કામ કરશો, આવનારા સમયમાં તમને વિશેષ લાભ મળશે
કર્ક.
શુક્રનું ગોચર તમારા બારમા ભાવમાં થશે જેને વિદેશયાત્રા, મોક્ષ અને વ્યયનું સ્થાન માનવામાં આવે છે. ગોચર દરમિયાન તમે ભૌતિક સુખ સુવિધા માણી શકશો. તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. વેપારમાં જોડાયેલા હોવ તો આ અવધિ દરમિયાન વિદેશ યાત્રા થઈ શકે છે. પારિવારિક સ્તરે તમે પરિવારજનો સાથે ખુશનુમા સમય વીતાવી શકશો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થઈ શકે. પરિણિત જાતકો માટે આ ગાળો વિશેષરૂપથી ફાયદાકારક પુરવાર થશે. તમારા સંબંધોમાં રોમાન્સ વધશે, પરસ્પર પ્રેમ વધશે. વૈવાહિક જીવનને માણી શકશો. માનસિક શાંતિનો અનુભવ થશે અને સારી ઊંઘ આવશે. તમે આ ગાળામાં નોકરી બદલવાનો પણ નિર્ણય લઈ શકો છો. કોઈ મોટું પગલુ ભરતા પહેલા ખૂબ સમજી વિચારીને નિર્ણય કરવો.
સિંહ.
શુક્રનું ગોચર તમારી રાશિના બારમા ભાવમાં થવા જઈ રહ્યું છે. તમે જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો ત્યાં સફળતા મળશે. જીવનના દરેક મોરચે તમને પ્રયત્નોમાં સફળતા મળશે. આ ગાળો તમારા જીવનમાં પ્રેમ અને રોમાન્સ ભરી દેશે. પાર્ટનર સાથે સારો સમય ગાળી શકશો, તમારી વચ્ચે તાલમેલ સારો રહેશે. સામાજિક રૂપે પણ તમે આ ગાળામાં ખાસ્સા સક્રિય રહેશો. મિત્રો તથા નજીકના સંબંધીઓ સાથે કોઈ પ્રસંગમાં ભાગ લી શકો છો. આર્થિક દૃષ્ટિએ આ ગાળો થોડો કપરો રહી શકે છે. ભાઈ-બહેન પાસેથી આર્થિક મદદ મળી રહેશે. તમને નવા નવા પ્રયોગ કરવા ગમે છે, આથી આ ગાળો કળાત્મક કામ માટે સારો છે.
કન્યા.
મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા દસમા ભાવમાં બિરાજમાન હશે. આ ગોચર દરમિયાન કામના સ્થળે તમને થોડા બદલાવ જોવા મળી શકે છે. તમે નોકરી બદલી શકો છો. સરકારી કર્મચારી હોવ તો તમારી ટ્રાન્સફર થઈ શકે છે. પારિવારિક મોરચે ઘરમાં શાંતિ રહેશે. પરિવારજનો સાથે સારો સમય વીતાવી શકશો. આર્થિક રીતે મહિલા મિત્રના સાથથી તમને સારો લાભ થઈ શકે છે. મહિલા મિત્રની મદદ તમને આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ સાબિત થશે. ગોચરની અવધિમાં કન્યા રાશિવાળાએ મહિલાઓનો અનાદર ન કરવો, તેમની સાથે મધુર સંબંધો રાખવો.
તુલા.
ગોચર બાદ શુક્ર તમારા નવમા ભાવમાં બિરાજમાન થશે. તમારા માટે આ ગોચર મિશ્ર પરિણામ આપનારુ પુરવાર થશે. તમને એકાએક મોટો લાભ થઈ શકે છે, બીજી તરફ પિતાનું સ્વાસ્થ્ય કથળતા માનસિક તણાવનો શિકાર બની શકો છો. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જરૂરી. તમને આ ગાળામાં જીવનમાં એવું કંઈક મળશે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય. પારિવારિક સ્તરે ભાઈ બહેનોનો સાથ મળશે, જવાબદારી ઓછી થશે. આ સાથે જ તમે લાંબી યાત્રા પર જઈ શકો છો. એક હાથે કમાશો, બીજા હાથે ખર્ચા થશે. આ ગાળામાં નુકસાન થવા સાથે સાથે લાભ પણ થશે.
વૃશ્ચિક.
આ ગોચર દરમિયાન શુક્ર તમારી રાશિના આઠમા ભાવમાં આવશે. તમારી પર્સનલ લાઈફ પર આનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તમારા લગ્નજીવનમાં તકલીફ ઊભી થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ઊભી થતી સ્થિતિ તમારી પર્સનલ લાઈફ પર ખરાબ અસર પાડશે. પુરુષ જાતકોએ આ ગાળામાં ખાસ સ્ત્રીઓનું માન-સન્માન કરવું જોઈએ અને મધુર સંબંધો જાળવી રાખવા જોઈએ. કામના ક્ષેત્રની વાત કરીએ તો આ ગાળામાં તમને અડચણોનો સામનો કરવો પડી શકે છે. કામના સ્થળે તમારા કામનો શ્રેય કોઈ સહકર્મચારી લઈ જશે. આ વાતને લઈને તમારુ મન ખિન્ન રહેશે. શુક્રના ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સ્વાસ્થ્યને લઈને સજાગ રહેવું. થોડી બેદરકારી મોટી મુશ્કેલીમાં નાંખશે.
ધન.
રોમાન્સનો ગ્રહ શુક્ર તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ગાળામાં વૈવાહિક જીવનમાં તમને ખુશીની અનુભૂતિ થશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે, તેની સાથે સારી ક્ષણો વીતાવી શકશો. આ ગાળામાં તમારી વચ્ચે નાની-નાની વાતે બોલચાલ થઈ શકે છે. આમ છતાંય તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. ગોચર દરમિયાન તમારે જીવનસાથીની ઈચ્છા પૂરી કરવા વધારે ખર્ચ કરવો પડી શકે છે. સામાજિક સ્તરે તમારી પર્સનાલિટી સુધરશે. તમે વધુથી વધુ લોકોના સંપર્કમાં આવશો. તમારા સામાજિક વર્તુળમાં વધારો થશે અને માન-સન્માનમાં વધારો થશે. વેપાર સાથે જોડાયેલા હશો તો આ ગાળો તમારા માટે ફાયદાકારક છે. વેપારમાં વૃદ્ધિ થશે અને સારો નફો કમાઈ શકશો.
મકર.
ગોચર દરમિયાન શુક્ર પોતાની રાશિથી છઠ્ઠા ભાવમાં આવશે. કામના ક્ષેત્રે આ સમય ખાસ્સો લાભકારક પુરવાર થઈ શકે છે. તમારી કામમાં ફાવટ વધશે. જો કે સફળતા મેળવવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે. આ ગાળામાં શેર માર્કેટમાં કરેલા રોકાણથી પણ ફાયદો થઈ શકે છે. આર્થિક રૂપે જોઈએ તો ગોચર દરમિયાન જૂનુ દેવુ ચૂકવવા માટે યોગ્ય સમય છે. બેન્કમાંથી લોન લીધી હોય કે કોઈની પાસે પૈસા ઉધાર લીધા હોય તો આ ગાળામાં પૈસા ચૂકવી દેવા. ખર્ચામાં વધારો થઈ શકે છે. આ ગાળામાં સમજી વિચારીને પૈસા ખર્ચ કરજો. બાળક હોય તો આ ગાળામાં બાળકો સાથે વૈચારિક મતભેદ ઊભા થઈ શકે છે.
કુંભ.
શુક્ર ગોચર બાદ તમારા પાંચમા ભાવમાં આવશે. કુંભ રાશિના જાતકો માટે આ વિશેષ ફળદાયી પુરવાર થશે. કામના ક્ષેત્રે તમારા પ્રગતિશીલ વિચારોને કારણે તમને ફાયદો થશે. તમે નોકરી બદલી શકો છો પરંતુ નવી જગ્યાએ જતા પહેલા બરાબર તપાસ કરી લેજો નહિં તો પસ્તાવાનો વારો આવશે. પાર્ટનર સાથે સારો સમય વીતાવી શકશો. પાર્ટનર સાથે કોઈ રોમેન્ટિક જગ્યા કે શોપિંગ પર જઈ શકો છો. પાર્ટનર સાથે લગ્નના બંધનમાં બંધાવા ઈચ્છો તો આ ગાળો પોઝિટિવ છે. આર્થિક દૃષ્ટિએ તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. તેનો લાભ તમારા બાળકોને મળશે. વિદ્યાર્થીઓ માટે આ ગાળો લાભકારક પુરવાર થશે. કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા જાતકોને સારા પરિણામ મળશે.
મીન.
આ ગાળા દરમિયાન શુક્ર તમારા ચોથા ભાવમાંથી પસાર થશે. તમને અંગત જીવનમાં અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે. તેમને કોઈપણ પ્રકારનો માનસિક તણાવ ન પડે તેનું ખાશ ધ્યાન રાખો. કામના ક્ષેત્રે ખુશીનો અનુભવ થઈ શકે છે. તમારુ પ્રદર્શન સુધરશે, માન-સન્માન વધશે અને ઉપરી અધિકારીઓ તમારા વખાણ કરશે. સફળતાથી તમે ખુશીનો અનુભવ કરશો. પરિવારમાં કોઈ સુખ સમાચાર મળી શકે છે. પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે. આ ગાળામાં આર્થિક સંકડામણ ઊભી થાય તો મિત્રો તમારી મદદ કરવા પડખે ઊભા રહેશે.