અમુક વસ્તુઓ એવી છે કે જે ખાવામાં આવે તો આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે અને તેનાથી શરીરમાં જેટલી લોહીની ઉણપ છે તેમાં સુધારો લાવી શકાય છે. શરીરમાં લોહીનો અભાવ એ ઘણા પ્રકારના રોગ માટેનું કારણ છે. શરીરમાં પૂરતાં લોહીનું પ્રમાણ ન હોવા પર નબળાઇ, ચક્કર આવવા, અનિંદ્રા, થાક જેવી સમસ્યાઓની સાથે કેટલીય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ લોહી વધારવા મટેના ઘરેલુ ઉપાયો.
શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા માટે લીલા શાકભાજીને પોતાના ખોરાકમાં સામેલ કરો. તેમા પાલક ઉત્તમ વિકલ્પ છે. વિટામિન B6, A, C, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર પાલકનું સેવન શરીરમાં ઝડપથી લોહીની ઉણપને દૂર કરે છે. તમે તેને જ્યુસ સ્વરૂપે પણ લઇ શકો છો. બીટનો જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. આ ઉપરાંત ગોળની સાથે મગફળી મિક્સ કરીને ખાવાથી પણ શરીરને આયર્ન મળે છે.
લોહી ઓછું હોય તેના માટે મગફળીના માખણનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે મગફળીના માખણના બે ચમચીમાં 0.5 મિલિગ્રામથી વધુ આયર્ન શરીરમાં પહોંચે છે, આ માટે નાસ્તામાં માખણ ખાવુ જોઈએ અને તે દરરોજ ખાવું જોઈએ. જો તમે થોડો નારંગીનો રસ પીતા હોવ તો તે ખૂબ જ ઝડપે લોહી વધે છે.
જામફળ ખાવાથી પણ શરીરમાં લોહીનો વધારો થાય છે. જામફળ જેટલુ પાકી ગયુ હશે તેટલુ જ પૌષ્ટિક હોય છે. લોહીને વધારવા માટે ખોરાકમાં દાડમને પણ સામેલ કરી શકો છો. તેના નિયમિત સેવનથી હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ મળી શકે છે. સફરજન એનીમિયામાં ફાયદાકારક હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે. આ ઉપરાંત સફરજનમાં કેટલાય એવા વિટામિન છે, જે શરીરમાં લોહીને વધારવાનું કામ કરે છે.
ગોળમાં આયર્ન અને ફોલેટ સારી માત્રામાં જોવા મળે છે જે એનિમિયાને રોકવામાં મદદ કરે છે. એનિમિયાવાળા દર્દીઓ માટે ડોકટરો ગોળ ખાવાની પણ સલાહ આપે છે. વળી, ગોળનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને જો લોહી ઓછું હોય તો પણ તે વધારે છે. એક ચમચી કાળા તલને પાણીમાં બે કલાક પલાળી રાખો. પલાળેલા તલને પીસીને તેની પેસ્ટ બનાવો. એક ગ્લાસ દૂધમાં એક ચમચી તલની પેસ્ટ અને મધ મિક્સ કરો.આ દૂધ દરરોજ પીવાથી તમારું લોહીનું સ્તર ઝડપથી વધી શકે છે.
લોહી વધારવા માટે, તમારે મધ અને દાળ, ઘઉંની ડાળી, બ્રૂઅરની ખમીર, સીવીડ, તેમજ સારી લાલ વાઇન અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવાની જરૂર છે. સંતરા વિટામીન સી સિવાયના ફોસ્ફરસ, કેલ્શિયમ અને પ્રોટીનનું ખુબ જ સારું સ્ત્રોત છે. સંતરા ખાવાથી શરીરમાં માત્ર લોહી વધતું નથી પરંતુ લોહીને સાફ પણ રાખે છે.
મેથીના પાન અને બીજ બંને એનિમિયાના ઉપચાર માટે વપરાય છે. સોયાબીન શરીર માટે ફાયદાકારક છે. તેના સેવનને કારણે શરીરમાં લોહી વધે છે. એનિમિયાને દૂર કરવા માટે સોયાબીન એક મહત્વપૂર્ણ સ્થાન છે. દ્રાક્ષમાં આયર્ન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, તેથી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.
મીઠું અને લસણમાં થોડું મીઠું નાખીને પીસીને તેની ચટણી બનાવી આ ચટણીનું સેવન કરવું. તેનાથી લોહી વધે છે હિમોગ્લોબિન વધારવાનો આ સૌથી અસરકારક ઉપાય છે. દૂધ અને ખજૂર લોહીની ઉણપ દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે સુતા પહેલા રાત્રે દૂધમાં ખજૂર ઉમેરી દૂધ પીવો.
લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. ટામેટાનો રસ શરીરમાં લોહી ઝડપથી વધારવા માટે દરરોજ એક ગ્લાસ ટમેટાંનો રસ પીવો. આ સિવાય તમે ટમેટાનું સૂપ પી શકો છો. બાફેલા દેશી કાળા ચણા નું સેવન કરવાથી શરીરમાં લોહીની ખોટ પણ દૂર થાય છે અને પાતળા શરીરને અંદરથી મજબૂત, સુડોળ અને શક્તિશાળી બનાવે છે.