બાળકો માટે માતાપિતાનો પ્રેમ ખુબ જ જરૂરી હોય છે, માતાપિતા વગરના બાળકો સૌ અનાથ થઇ જાય છે અને તેમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે, આથી જ માતા પિતા વગરનું જીવન જીવવાની કલ્પના કરતા પણ દર લાગે છે, જયારે આજે અમે એક એવી જ ગોધરાની ઘટના લઈને આવ્યા છીએ જેમાં બે સાગા ભાઈઓ પોતાના માતા-પિતા ના અવસાન બાદ જીવન ગુજરી રહ્યા હતા પરંતુ અચાનક થયું એવું કે બન્ને થઇ ગયા હેરાન-પરેશાન.
આ બન્ને ભાઈઓ ને માતાપિતા ન હતા એટલે બન્ને પહેલેથી ખુબ જ દુઃખી હતા, આ ઘટના ને ઊંડાણથી જોવા જઇયે તો, ગોધરાના રાયસીંગપુરામાં રહેતા બે દીકરાઓ જેમના નામ, યોગેન્દ્રસિંહ અને હરજીતસિંહની માતા ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તેથી બંને ભાઈઓ પિતાના સહારેથી જીવન જીવી રહ્યા હતા.
પરંતુ વિધિના લેખ ને આ પણ મંજુર નહતું અને કોરોના ના કપરી સમયમાં પટમના પિતા કોરોના નો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા અને બન્ને ભાઈઓ સૌ અનાથ થઇ ગયા. જાણે બંને દીકરાઓ પર દુઃખના વાદળો તૂટી પડ્યા, ત્યારબાદ બંને ભાઈઓ સરકાર તરફથી મળતી સહાયથી પોતાનું જીવન જીવી રહ્યા હતા અને પોતાનો આગળનો અભ્યાસ કરી રહ્યા હતા જેથી આગળનું જીવન સુખેથી પસાર થઇ શકે.
એવા જ સમયે બેન્ક મેનેજરએ તેમને કહ્યું કે તેમના પિતાએ લીધેલી સરકારી લોન ભરપાઈ કરો નહીતો તમને મળતી સરકારી સહાય બંધ થઇ જશે. અને થોડા સમય બાદ બેન્ક મેનેજરે આ મળતી સહાય રોકી દીધી. આ સાંભળી ને બન્ને ભાઈઓ પર જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા હતા અને હવે આગળ શું થશે તેની ચિંતા કરી રહ્યા છે.