એક બાજુ અયોધ્યા વિવાદ નો ચુકાદો આવો ગયો પરંતુ હાજી મહારાષ્ટ્ર માં સરકાર કોની બનશે તે હજુ પણ નક્કી થયું નથી ત્યારે હાલમાં એક અપડેટ માડી રહી છે અને તે મુજબ શિવસેના એ ભાજપ નો સાથ સંપૂર્ણ પણ છોડી દીધો છે.મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની રાજકીય ખેંચતાણે બંને પક્ષોના 30 વર્ષ જૂના ગઠબંધનને ખત્મ કરવાની કગાર પર પહોંચાડી દીધા છે.
સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવા છતાંય ભાજપ અને શિવસેના પોત-પોતાની શરતોના લીધે ગઠબંધનમાં સરકાર બનાવી શકયા નથી અને સ્થિતિ એવી થઇ ગઇ છે કે સરકાર બનાવા માટે શિવસેના વિરોધી એનસીપીની શરત માનવા રાજી થઇ ગયુ છે.જેને હિન્દુત્વના વિચાર પર ચાલી રહેલ દાયકા જૂની ભાજપ-શિવસેના ગઠબંધનના રસ્તા અલગ કરી દીધી છે.શિવસેના એ અન્ય પાર્ટી નો હાથ પકડી ને સાબિત કરી દીધું છે કે હવે સરકાર રચવા શિવસેના ને મોદી અને શાહ ના આશીર્વાદ ની જરૂરું નથી જોકે શિવસેના અગાવ આવું નિવેદન આપી ચૂક્યું હતું.કે અમારે સરકાર બનવવા ભાજપ ની જરૂર નથી.
લગભગ આજથી 30 એક વર્ષ પહેલાં ભાજપ અને શિવસેના એ એક બીજાનો હાથ પકડી ને ગઠબંધન ની ગાંઠ બાંધી હતી.પરંતુ હાલમાં મુખ્યમંત્રી પદ ને લઈને સબંધો થોડાં વણસી ગયાં છે.ભાજપ અને શિવસેનાનું ગઠબંધન 1989મા થયુ હતું. આ એ સમય હતો જ્યારે શિવસેનાની કમાન તેમના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના હાથમાં હતી.જે હિન્દુત્વનો મોટો ચહેરો હતા.ભાજપ અને શિવસેનાનું ગઠબંધન પણ હિન્દુત્વના વિચાર પર જ આગળ વધ્યું.બાલા સાહેબ ઠાકરે જીવતા રહ્યા ત્યાં સુધી બંને પાર્ટીઓનું ગઠબંધન બરાબર ચાલતુ રહ્યુ પરંતુ 2012મા તેમના નિધન બાદ જ્યારે 2014મા વિધાનસભા ચૂંટણી આવી તો શિવસેના અને ભાજપ અલગ થઇ ગયા.
બંને પાર્ટીઓએ પોત-પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડી.જો કે બાદમાં શીવસેના દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઇ ગયું.ત્યારબાદ પાછું ભાજપ અને શિવસેના નું ગઠબંધન રચાયું જે આખા મહારાષ્ટ્ર માં અન્ય પાર્ટી ની સરકાર ના બનવાની શકિત ધરાવતું હતું.બન્ને પાર્ટી એટલી સક્ષમ હતી કે તેઓ સામે અન્ય પાર્ટી ઓ પાણી કમ ચાય હતા.આગામી ચૂંટણી માં બન્ને પક્ષ દ્વારા પેહલ વાત કરવામાં આવી હતી જેમાં એવો કાઈ નિર્ણય લેવાયો ના હતો કે મુખ્યમંત્રી કોના બનશે.પરંતુ આગળ જતાં શિવસેના ના ઈરાદા માં જાણે મોટાઓ બદલાવ આવો ગયો અને શિવસેના એ ગઠબંધનમાં 50-50 ફોર્મ્યુલા નક્કી કરી.
જેમાં બંને પક્ષ ના મુખ્યમંત્રી સામેલ થાય અને બન્ને ને અઢી અઢી વર્ષ નો કાર્યકાળ મળે.જો કે ભાજપ આ માનવ તૈયાર નહતું જેનું કારણ હતું કે ભાજપ પાસે વધારે બેઠક હતી.છેલ્લા પાંચ વર્ષની ખટાશ હોવા છતાંય ભાજપ અને શિવસેનાએ 2019ની લોકસભા ચૂંટણી સાથે લડી.જો કે શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની અંતર્ગત સત્તાની બરાબર ભાગીદારીની શરત પર જ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો.પરંતુ ઑક્ટોબરમાં જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તો મુખ્યમંત્રી પદ માટે ભાજપ અને શિવસેનાની વચ્ચે તિરાડ પડી.
શિવસેનાએ 50-50 ફોર્મ્યુલામાં અઢી-અઢી વર્ષ મુખ્યમંત્રીના પદનું વચન યાદ અપાવ્યું તો ભાજપની તરફથી ફડણવીસે કહી દીધું કે એવું કોઇ વચન જ નહોતું.આમ બંને પાર્ટીઓમાં એ વાત પર વિવાદ વકર્યો જેનું પરિણામ એ આવ્યું કે રાજ્યપાલની ઓફર મળવા છતાંય ભાજપને કહેવું પડ્યું કે તેઓ પોતાના દમ પર સરકાર બનાવી શકે તેમ નથી.જેનું કારણ હતું કે ભાજપ પાસે બહુમત હતી નહીં.જેના કારણે રાજ્યપાલ ની પહેલી પસંદ હોવા છતાં પણ દેશ ની સૌથી મોટી પાર્ટી ભાજપ પોતાની સરકાર બનાવવા સક્ષમ નથી.ત્યારે જો તે શિવસેના સાથે ગઠબંધન કરે તો તેણે પાંચ વર્ષ ના કાર્યકાળ માં શિવસેના ને અઢી વર્ષ ફળવાવ પડે.ત્યારે હવે શિવસેનાએ શરદ પાવર નો હાથ પકડીને 30 વર્ષ જુના ભાજપ સાથે ના સંબધ ને અલવિદા કહી દીધું છે.