મહારાષ્ટ્રની રાજનીતિ માં હવે નવો વળાંક આવ્યો છે આગળ પણ કહ્યું હતું કે હજી પણ વધારે વળાંક આવી શકે છે. તે મુજબ હવે આજે એક નવો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર ની રાજનીતિ જાણે હવે દિલ્હીથી ચાલી રહી હોય તેવુ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રના રાજકીય સંકટનો ફોર્લ્યુલા દિલ્હીમાં શોધવામાં આવી રહ્યો છે. રાજધાનીમાં મહારાષ્ટ્રને લઈને બેઠકો ચાલી રહી છે.
સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાત પર ટકી હતી. મુલાકાત વિશે એવુ કહેવાય છે કે, ખેડુતોના મુદ્દે બેઠક થઈ હતી પરંતુ હકીકતે તો મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને મંથન કરવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારે લોકો ને એ પણ હતું કે ક્યાંક આ મુલાકાતમાં ગઠબંધનની વાત પણ થઈ શકે છે. જોકે આવાત લોકો દ્વારા માત્ર અફવા તરીકે ની હતી.
પરંતુ મુલાકાત બાદ આ વાત વાયુ વેગે પ્રસરી અને ત્યારબાદ લાગી રહ્યું છે કે મહારાષ્ટ્ર ના રાજકારણ માં નવો વળાંક આવ્યો છે. સૌથી મોટો સવાલ એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં પીએમ મોદીનો ‘પાવર પ્લે’ ચાલી રહ્યો છે. મોદી પવારની મુલાકાત બાદ બદલાશે મહારાષ્ટ્રનો ખેલ. મહારાષ્ટ્રમાં ખેડૂતો બનાવશે ભાજપ શિવસેનાની સરકાર.
મોદી પવારની મુલાકાથી તો કોંગ્રેસ પણ આકુળ વ્યાકુળ થવા લાગી છે. તો એક સવાલ એ પણ છે કે શું પીએમ મોદીએ ફેંકેલી કુકરીના દાવમાં એનસીપી આવી જશે. ત્યારે ક્યાંક એવી વાત થઈ રહી છે કે મંત્રી પદ આપવાની ચર્ચા થતા હવે ભાજપ અને એનસીપીનું ગઠબંધન થવાનું છે. જેનાથી સૌથી મોટો ઝાટકો શિવસેનાને લાગવાનો છે.
જો એનસીપી અને ભાજપ સરકાર રચે તો શિવસેના નો સ્થિતિ જોવા લાયક થઈ જાય અઢી અઢી વર્ષ ના ફોર્મ્યુલા વળી શિવસેના ને હવે આ ડર સતાવી રહ્યો છે. એક તરફ શિવસેના અને કોંગ્રેસ દાવા કરી રહ્યાં છે કે, 1 ડિસેમ્બર પહેલા મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં આવશે.
પરંતુ હવે મોદી પવારની મુલાકાતે કોંગ્રેસની સાથો સાથ શિવસેનાને પણ ચિંતામાં મુકી દીધા છે. કોંગ્રેસે તો આ મુલાકાતને લઈને વાંધો પણ ઉઠાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, પવારનો મોદીને મળવાનો આ સમય અયોગ્ય છે. ત્યારે એવી પણ વાતો થઈ રહી છે કે લાલચ ને ચલતે પવાર સરકાર હવે ભાજપ સાથે ગઠબંધન કરી લેશે પરંતુ હકિકત કહી શકાય નહીં.