એક બાજુ વર્ષોથી ચાલી રહેલ અયોધ્યા વિવાદ નો ગઈ કાલે અંત આવી ગયો પરંતુ આ બાજુ મહારાષ્ટ્ર માં કોઈ પણ રીતે હજુ નક્કી થયું નથીકે કોની સરકાર બેસે છે. ત્યારે ગઈ કાલે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સરકાર બનાવવા માટે નું સૌ પ્રથમ આમંત્રણ મોદી સરકાર ને આપ્યું.રાજ્યપાલે આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે બીજેપી સૌથી મોટી પાર્ટી છે માટે પ્રથમ પસંદગી ભાજપની થઈ.વિધાનસભા ચૂંટણીમાં 105 સીટ પર જીત મેળવીને ભાજપા સૌથી મોટી પાર્ટી બની હતી.
જેથી સરકાર બનાવવાની સૌથી પહેલી પસંદગી તેમને મળશે.આ પહેલા દેવેદ્ર ફડણવિસે શુક્રવાર સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.રાજ્યપાલ એ ભાજપ ને સૌપ્રથમ પોતાની સરકાર બનાવવા નું કહ્યું છે.જેના કેટલાક નિયમો પણ છે અને આ નિયમો મુજબ બીજેપીએ 11 નવેમ્બરના રાત્રે આઠ વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવી પડશે જો કે બહુમત સાબિત કરવા માટે રાજ્યપાલે બે દિવસનો સમયગાળો ભાજપા ને આપ્યો છે.48 કલાક ના આ સમયગાળા માં ભાજપ એ પોતાની સરકાર બનાવી હોઈ તો તેમને બહુમત સાબિત કરવી પડશે.નહીં તો રાજ્યપાલ અન્ય નિર્ણય લઈ શકે છે.
દેશમાં ભલે એક બાજુ સારા સમાચાર મળ્યા હોય પરંતુ મહારાષ્ટ્ર માં તો અહીં એક પણ પક્ષ પોતાની ડોર ઢીલી કરવાં માંગતું નથી.ત્યારે એક બાજુ શિવસેના અડગ છે તો એક બાજુ ભાજપ વધારે શીટ ને લઈને નમવા તૈયાર નથી.મહારાષ્ટ્રની રાજનીતિમાં આવાં નવા વળાંક જોવા મળી રહ્યા છે.ત્યારે મુખ્યપ્રધાન પદની શિવસેનાની માંગ ને ચલતે કોઈ પક્ષ સરકાર રચવામાં સક્ષમ થયું નથી.ભાજપ તરફથી 9 નવેમ્બર પહેલા કોઈ પણ રીત ની પ્રતિક્રિયા ના આવત આખરે સરકાર રચવામાં નિષ્ફળ રહ્યું છે.
તેથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજભવન પહોંચીને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને રાજીનામું આપ્યું.તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા.રાજ્યપાલ ને રાજીનામું આપતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવે છે કે તેઓ મહારાષ્ટ્રની જનતાનો આભાર માને છે.જનતા એ મને સારો સાથ સહકાર આપ્યો છે તે બદલ હું તેમનો દિલથી આભાર માનું છું.
ફડણવીસે થોડી વાત શિવસેના અંગે પણ કરી હતી.ત્યારે ફળવણીસ કહે છે કે ઉદ્ધવ સાથે અઢી-અઢી વર્ષ સુધી સીએમ પદ અંગે કોઇ વાત થય ન હતી.મારી સાથે થયેલી બેઠકમાં સીએમ પદ અંગે કોઇ ચર્ચા નહોતી થઇ.આ અંગે અમિત શાહ સાથેની બેઠકમાં પણ કોઇપ્રકાર ચર્ચા થઇ ન હતી.અગાવ શિવસેના એ કોઈ પણ રીતે આ વાત નો ઉલ્લેખ કર્યો ના હતો.અને જ્યારે અંત માં જ્યારે સરકાર રચવાનો વારો આવ્યા ત્યારે હવે શિવસેના પોતાની જુબાની પર થી હટી જાય છે.
આ બધી ચર્ચા એક તરફ રાખત વાત કરી લઈએ કે સરકાર બનાવવા ભાજપ સામે કેટલાં રસ્તા છે.મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાની બાબત હજી સુધી સ્પષ્ટ થઈ નથી.તુરે ક્યાંક ને ક્યાંક એવી વાતો સામે આવી રહી છે કે નીતિન ગડકરી શિવસેના સાથે વાત કરવાનો પ્રયાસ કરશે.ભાજપ માટે એક માત્ર છેલ્લી આશા એ છે કે તેઓ શિવસેનાને રાજી કરે અને બહુમત દર્શાવે છે.