ચૂંટણી બાદ જ શિવસેના અને ભાજપ નાં ડખા શરૂ થઈ ગયાં હતાં. ત્યારે આજે વધુ એક ઉપડેટ આવું છે અને આ મુજબ હવે ભાજપ અને શિવસેના નીજ હવે સરકાર બનશે તેવા એંધાણ માડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના મુદ્દે સસ્પેન્સ યથાવત છે. ત્યારે સૂત્રો દ્વારા તાજેતરમાં પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર આગામી અઠવાડિયે મહારાષ્ટ્રમાં સરકારની રચના થઇ શકે છે.
બીજી તરફ શિવસેનાનું કહેવું છે કે એનસીપી અને કોંગ્રેસ સાથે સરકારની રચના અંગે વાતચીત ચાલી રહી છે. ઘણા વલણો દરસાવે છે કે હવે ભાજપ અને શિવસેના ની સરકાર બનશે તો ઘણા સૂત્રો એમ કહે છે કે શિવસેના અને અન્ય પાર્ટી ની સરકાર બનશે.
ત્યારે આ માહોલ માં શિવસેના એ કહ્યું હતું કે હવે જો ભાજપ અમારી માંગ માને તો અમને કાઈ વાંધો નથી. આ દરમિયાન શિવસેનાના સૂત્રો તરફથી અહેવાલો આવી રહ્યા છે કે જો ભાજપ 50-50 વાળી ફોર્મ્યુલા પર તૈયાર હોય તો પાર્ટીને ભાજપ સાથે ફરી ગઠબંધન કરવામાં ખુશી થશે. શિવસેના ને ભાજપ સાથે મળી ને સરકાર બનવવા માં કોઈ વાંધો નથી પરંતુ બદલામાં ભાજપે શિવસેની માંગ માનવી જોઈએ.
જો આપણે પહેલાનું જોવા જઈએ તો શિવસેના એ ત્રણ દાયકાથી વધુ સમયથી સુધી ભારતીય જનતા પાર્ટી સાથે સબંધ રાખ્યા છે. ત્યારે આવખતે 50-50 ની ફોર્મ્યુલા પર સહમત ન થયા બાદ સંબંધો તોડી દીધા હતા. જોકે તેમાં હવે કોઈ એક નો વાંક ના કાળી શકાય. શિવસેનાએ માંગ કરી હતી કે અઢી વર્ષ શિવસેનાના મુખ્ય મંત્રી અને અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી બનશે.
પરંતુ ભાજપે શિવસેનાની આ માંગને સ્પષ્ટ પણે નકારી હતી અને કહ્યું કે સાથી પક્ષ સાથે આ પ્રકારના કોઈ કરાર પર ચર્ચા કરવામાં આવી નથી. ત્યારે હવે આ મામલો ખુબજ ચર્ચિત બન્યો હતો. અને આજ સુધી આ મામલે કોઈ સચોટ નિર્ણય આવ્યો નાથી. ત્યારે હવે ક્યાંક ને ક્યાંક સારા સમાચાર આવ્યા છે.
જોકે અહીં એવું પણ જાણવા મળ્યું હતું કે ક્યાંક ને ક્યાંક શિવસેના અન્ય પાર્ટીઓ સાથે મળી નેજ સરકાર બનવવા ની છે.આ તમામ બાબતો વચ્ચે શિવસેનાનું કહેવું છે કે, NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની દિશામાં કામ યોગ્ય રીતે થઇ રહ્યું છે.
શિવેસેના સાંસદ સંજય રાઉતે પણ જણાવ્યું હતું કે તમે શરદ પવાર અને અમારા ગઠબંધન મામલે ચિંતા ન કરો.ટૂંક સમયમાં શિવસેનાની આગેવાની વાળી ગઠબંધન સરકાર મહારાષ્ટ્રમાં સત્તા સંભાળશે.આ સરકાર સ્થિર સરકાર હશે.ત્યારે હવે ભાજપ એ શિવસેનાની માંગો મંજુર કરવાનું કહ્યું હતું.ભાજપ નું કહેવું હતું કે હવે તેઓને શિવસેના ની વાત મંજુર છે.
હાલમાં મહારાષ્ટ્ર શુ સ્થિતિ ચાલી રહી છે તે તમને જણાવી દઈએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની સ્થિતિ
માં મહારાષ્ટ્રની 288 સભ્યો ધરાવતી વિધાનસભા છે જેમાં એકલા ભાજપની પાસે 105 બેઠકો છે. શિવસેના પાસે 56 બેઠક છે. જ્યારે NCP અને કોંગ્રેસની પાસે 54 અને 44 બેઠકો છે.
જે રાજ્યમાં સરકાર બનાવવા માટે પુરતી છે. આ સાથે જ વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે ઓછામાં ઓછું 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જેના કારણે એકલું ભાજપ સરકાર રચી શકે તેમ નથી માટે ભાજપ ને બહુમત સાબિત કરવા કોઈ પાર્ટી નું સમર્થન જોઈએ માટે હવે ભાજપ ને શિવસેના નું સમર્થન જ ભાજપ ની સરકાર રચી શકે છે.