હાલમાં લોકો વધુ પડતો તેમનો સમય ઓનલાઇન પસાર કરતા થઇ ગયા છે. અને મોટા ભાગના લોકો સોશ્યિલ મીડિયા વાપરે છે. અને અવારનવાર આ સોશ્યિલ મીડિયા પર લોકોના અજબગજબ વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં થોડા દિવસો પહેલા એક નાના બાળકનો વીડિયો વાયરલ થયો હતો. જે લોકોને ઘણો પસંદ આવ્યો હતો. જેને લઈને લોકોએ આ વીડિયોને સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જો કે આ વાયરલ વીડિયોમાં નાનો બાળક રડતાં રડતાં કહી રહ્યો છે, કે મને ટ્યૂશનમાં ન આવડે એવું બોલી રહ્યો છે. તેની કાલીઘેલી બોલી અને તેની વાતોથી લાખો લોકો કાયલ થઈ ગયાં. ત્રણ વર્ષના બાળકના આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
આ વીડિયોમાં બાળક રડતા રડતા કહે છે કે મને ઘરે બધુ જ આવડે છે. બાળક અને ટ્યુશનના શિક્ષક વચ્ચેનો આ સંવાદ છે. બાળક કહી રહ્યો છે કે મને ટ્યુશનમાં નથી આવડતુ પણ ઘરે બધુ જ આવડે છે. જો કે આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. જો કે આ વીડિયો લોકોને ઘણો પસંદ આવ્યો છે. ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે ખરેખર આ બાળક સાથે કેમ આ કહેવામાં આવી રહ્યું છે અને તેને કોન કહી રહ્યું છે. આ બાળક કોણ છે? ક્યાંનો છે.? તેનો પરિવાર કોણ છે? અને તેને કેમ આવા કોરોના મહામારીમાં પણ તેને મોકલવાનું કહેવામાં આવી રહ્યું છે. જેને લઈને પણ સોશ્યિલ મીડિયા પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે.
‘મને ટ્યુશનમાં ન આવડે’-વીડિયો થકી પ્રચલિત થયેલા આ બાળકનું નામ રામ છે અને તે આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો. આ બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગણતરીના દિવસોમાં આ બાળક ઘરેઘરે જાણીતો બની ગયો.
કોસમાડા ગામમાં રહેતા આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. બાળકના પિતાએ કહ્યું કે, સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે, બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની ઈચ્છા થઇ હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં ભણવા માટે મોકલ્યો હતો. જો કે ત્યાં પણ તેની મીઠી વાણીને કારણે બધા કાયલ થઇ ગયા હતા અને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું. અને અહીં ભણવા આવતા અન્ય બાળકો સાથે ટીચરને પણ તેને પૂછવામાં આવતા જવાબોથી ઘણી મજા આવી હતી.
રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું.
આ બાળકનો પરિવાર મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં રહે છે, જે સુરતમાં 20 વર્ષથી રહે છે. નજે બાળકના પિતા નિરવભાઈ ભાઈ તેમના ભાઈ અને ભાભી તથા તેમના માતા પિતા સાથે રહે છે. જે રામના પિતા નિરવભાઈ કેવડીયા સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલ છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.