આજકાલની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી ગયું છે. આ દુખવાને દૂર કરવા માટે અસરકારક સારવારથી સારું પરિણામ મળી શકે છે. આ દુખાવા ને દૂર કરવા માટે સામાન્ય રીતે બે રીતે સારવાર થાય છે. એક્ટિવ અને પેસીવ.
પેસીવ સારવાર એટલે દુ:ખાવાની દવા, ઇપોડયુરલ, લેસર થેરાપી, અલ્ટાસાઉન્ડ થેરાપી, મસાજ થેરાપી વગેરે અને એક્ટિવ સારવાર એટલે કસરત, અને ઘરેલુ ઉપચાર વગેરે. આજે આપણે એક્ટિવ એટલે કે આ સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જાણીશું. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.
કમરની કસરતોમાં મુખ્યત્વે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ વગેરે જેવી કસરતો કરવી જોઈએ. કસરત કરવાથી મણકા ની ખસી ગયેલી ગાદીની સમસ્યામાં ઓપરેશન કરાવવાની જરૂર નથી પડતી અને આસાની થી આ સમસ્યા દૂર કરી શકાય છે.
કમરની પીડા ઘટાડવા માટે ઘણી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે, જેમાં અશ્વગંધા ચુર્ણ, શુદ્ધ શીલાજીત, બાલારિષ્ટા વગેરે તેમજ ગ્લુકોસામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને બેસવેલિયા સેરોસા પીઠના દુખાવાના નિવારણમાં ફાયદાકારક બને છે. આ ઔષધિનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.
કમર ના દુખાવાની સ્થિતિમાં, દશમૂલનો ઉકાળો સવારે અને સાંજે પાણી માં મિક્સ કરીને પીવો જોઈએ. ઘઉંના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધમાં ખસખસ અને કોથમીર નાખો અને ચટણી બનાવો અને અઠવાડિયામાં બે વાર આ ચટણી ખાવાથી પીઠનો દુખાવો ઘટે છે, અને શરીરમાં શક્તિ પણ વધે છે.
લસણ કમરના દુખાવામાં સારવાર કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટ પર દરરોજ સવારે લસણની બે થી ત્રણ કળી ખાઓ. અથવા તો પીઠ પર લસણના તેલથી માલિશ પણ કરી શકો છો. અસરગ્રસ્ત વિસ્તારમાં થોડી આદુની પેસ્ટ લગાવો. તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો, પછી તેને દૂર કરો. થોડા દિવસો માટે દરરોજ આ કરો. આ ઉપાય થી કમરની પીડા મટાડશે.
નગોડના તાજા પાનના ટુકડા કરી, મહાનારાયણ તેલથી તાવડીમાં સહેજ બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવાં. ત્યાર બાદ એક કપડાના ટુકડામાં સાંતળેલાં પાનને વચમાં મૂકી તેના ચારેય છેડા અંદર વળે એવી રીતે ભેગા કરી પોટલી બનાવવી. આ પોટલીને, સહન થાય તેવા ગરમ મહાનારાયણ તેલમાં ડુબાડીને, નિતંબથી ક્રમશઃ પગની એડી સુધી શેક કરવો. આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો-કલાક કરવાથી રાહત મળે છે.
મણકા ની ગાદી ખસવા પર વજન ઊંચકવામાં સાવચેતી રાખવી જોઈએ. જેવી કે કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી વાંકા વળી વજન ઊંચકવું, સારા ફુટવેર વાપરવા, લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી ન રહેવું આ સાવચેતી પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત આપે છે. કમર ની ગાદી પાછળ ખસી જવાના કારણે પગ માં જતી નસ દબાઈ જવાથી સાયેટીકા નો દુઃખાવો પણ થઇ શકે છે.