શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શાક બનાવી ને, સૂપ, થેપલા, ખાખરા બનાવી ને કરી શકો છો.લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે.
તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે.મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસથ્ય બરાબર થાય છે.ડાયાબિટીસ હોય તેમને મેથી ખાવી જોઈએ. તેનાથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. મેથીના બીમાં એમિનો એસિડ પણ હોય છે.
મેથી તીખી, ઉષ્ણ ,વાતનાશક, પિત્તવર્ધક, દીપન, લઘુ, રસકાળે કડવી, રુક્ષ, મલાવષ્ટંભક, હ્રદ્ય અને બલ્ય છે. તે જવર, અરુચિ, ઊલટી, ઉધરસ, વાયુ, કફ, અર્શ, કૃમિ તથા ક્ષય વગેરે રોગો મટાડે છે.
નદીના પટમાં ઊગતી મેથીની ભાજી-શિયાળામાં સરળતાથી ઉપલબ્ધ છે પણ તેનો મૂળ સાથ ખેંચવાથી તેમાં નદીની રેત કે કાંકરી ખૂબ હોવાને કારણે વાપરતાં પહેલાં તેને ખૂબ સારી રીતે ધોવી જોઈએ, જેથી તે નાની રેતની કણ કે પથરી ભવિષ્યમાં તમારી કિડની ને પથરી ના સ્વરૂપ માં નુકસાન પહોંચાડે નહીં.
મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમા મેથી ની ભાજી ઉત્તમ કામ કરે છે.શિયાળો તો લીલીછમ ભાજીઓ, તાજાં શાકભાજી, ફળફળાદિની ઋતુ છે. એમાં પણ કુદરતી ભૂખ પણ સારી લાગતી હોઇ જમાય પણ સારું અને પચે પણ સારું.
મેથીની ભાજી આવી જ એક જાદુઈ ભાજી છે. તેનાં લીલાં પાંદડાંમાંથી અનેક જાતનાં વ્યંજનો બને છે. સૂકવેલી મેથીમાંથી પણ બને છે. મેથીના દાણા તો કાયમી બારેમાસ ઉપયોગી છે
મેથી ની ભાજી માં ફાયબર હોવાથી તમને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.મેથી ની ભાજી ખાવાથી બોડીમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું બેલેન્સ જળવાય છે. તેમાં રહેલું પોટેશિયમ હાર્ટને હેલ્ધી રાખે છે.
મેથીના બીજ હોય કે તેના પાન બંને પેટથી જોડાયેલી સમસ્યોને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય અનેક પ્રકારની દવાઓ અને ઔષધિઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ કરે છે.
પલાળેલી મેથીના દાણાની પેસ્ટ કરી તેને માથામાં લગાડવી જોઈએ. વધારે પ્રમાણમાં વાળ ખરતાં હોય તો મેથીના દાણાને પાણીમાં રાત્રે પલાળી દેવા, સવારે તેમાં નાળિયેરનું તેલ ઉમેરી પેસ્ટને વાળમાં લગાડવી. 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા.
મેથીની ભાજીમાં ફોસ્ફરસ હોય છે. જેનાથી દાંત મજબૂત બને છે અને પેઢીની પ્રોબ્લેમ્સ સામે રક્ષણ મળે છે.મેથીમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી એનર્જી મળે છે અને નબળાઈ દૂર થાય છે.રોજ મેથીની ભાજી ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનો ખતરો ટળે છે.
મેથીની ભાજીના ગોટા- નામ માત્ર મોઢામાં પાણી લાવી દે છે તે મેથીના ગોટા શિયાળાનું પ્રચલિત અને વહાલું ફરસાણ છે.મેથીની ભાજીને કારણે કરમીયા કે અપચાને કારણે પેટના દુ:ખાવાની અવારનવાર ફરિયાદ કરતાં બાળકોને પણ આ લાભદાયક છે. મેથી ની ભાજી માં રહેલા ઉત્તમ ઔષધીય ગુણધર્મોનો ફાયદા તો છે જ, પણ તે ઉપરાંત વધુમાં તેમાં સારા પ્રમાણમાં લોહતત્વ છે અને તે સાથે તે શરીરને શીતળતા પણ આપે છે.
સામાન્ય રીતે આપણે કોઇપણ વાનગીમાં મેથીના એક-બે ચમચી જેટલા જ દાણા નાંખીએ છીએ, જ્યારે આ વાનગીમાં મેથીનો પુષ્કળ ઉપયોગ થવાથી તે એક અસામાન્ય વાનગી બને છે. આ વાનગી સ્વાદમાં જરૂર કડવી છે, છતાં તે અતિ સ્વાદિષ્ટ બને છે. ભાત અને અથાણા સાથે ગરમ ખાઇને તેનો આનંદ માણો.
ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે.તમને કોઈ વધારે બીમારી હોય તો કોઈ પણ ઘરગથ્થું ઉપચાર કરતાં પેલા વૈધ કે ડોક્ટર ની સલાહ લેવી.