મોદી સરકાર એ જ્યારથી બીજી વખત નો કાર્યકાળ સાંભળ્યો છે ત્યારથી મોદી સહિત અનેક નેતાઓ પુર જોશ માં દેખાઈ રહ્યા છે.મોદી સરકારે એક ખાસ રણનીતિ ઘઠી ધીરે ધીરે જવાનો ના લશ્કર જમ્મુ કાશ્મીરમાં મોકલી અને ત્યારબાદ મોદી સરકાર એ આર્ટિકલ 370 હટાવ્યા અને સમગ્ર ભારત માં પોતાની અલગ છાપ છોડી.ત્યારબાદ મોદી સરકાર એ વર્ષોથી અટકી રહેલ રામ મંદિર ના મામલા ને પણ હવે ઠારી લીધો છે.
રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારનો નવો કાયદો કોમન સિવિલ કોડ હોય શકે છે.મોદી સરકાર ની રણનીતિ હવે શું હશે તે કોઈ જાણી શક્યું નથી મોદી ક્યારે શું કરશે તેનું અનુમાન લાગવું આ તમારાં માટે ખોટું પણ સાબિત થઈ શકે છે.રક્ષામંત્રી રાજનાથ સિહે આજે તેના સંકેત આપ્યા છે.દેહરાદૂનમાં પત્રકારો સાથેની વાતચીતમાં એક સવાલના જવાબમાં રક્ષામંત્રીએ જણાવ્યું કે હવે કોમન સિવિલ કોડનો પણ સમય આવી ગયો છે.અમુક ખાસ જાણકારો નું કહેવું છે કે હવે આ નવા કાયદા ને લઈ ને મોદી સરકાર પછી એક વાર ચર્ચા માં આવી શકે છે.
વર્ષોથી ચાલી રહેલ અયોઘ્યા ના ઐતિહાસિક વિવાદ નો સુપ્રીમ કોર્ટ એ જે નિર્ણય આપ્યો છે તેનાથી આખા દેશમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે ઘણાં લોકો આ વાત નો સ્વીકાર કરે છે કે અયોઘ્યા નો આ નિર્ણય ઇતિહાસ નો સૌથી રસપ્રદ નિર્ણય હતો.શનિવારે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો.કોર્ટે વિવાદિત જમીન પર સરકાર તરફથી ગઠિત ન્યાસની દેખરેખમાં રામમંદિર બનાવવા કહ્યું છે અને સાથે જ કહ્યું કે, અયોધ્યામાં જ મસ્જીદ માટે પાંચ એકર જમીન ફાળવવામાં આવે.તો આબાજુ રામ ના ભવ્ય મંદિર ની બ્લુ પ્રિન્ટ પણ મર્યાદિત સમય માં જાહેર કરવાનું કહ્યું છે.ત્યારે હવે રામ મંદિર ટ્રસ્ટ ના સભ્યો નું માળખું પણ બહાર આવી રહ્યું છે.
લગભગ 40 એક દિવસ ની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટ એ આ સૌથી અગત્ય નો નિર્ણય લીધો હતો.જો કે બધા પુરાવા સાબિત કરતાં હતાં. કે ભગવાન રામ નું મંદિર અહીં હતું .જેની પાર મસ્જિદ બનાવવા માં આવી છે.મુખ્ય ન્યાયધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેચે ભારતીય ઈતિહાસની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ આ વ્યવસ્થાની સાથે લગભગ 130 વર્ષથી ચાલી આવતા આ સંવેદનશીલ વિવાદનો નિર્ણય આપ્યો છે.જે બાદ હવે મોદી સરકારનો નવો એજન્ડા કોમન સિવિલ કોડ હોવાના સંકેત મળી રહ્યાં છે.જો અક કાયદો મોદી સરકાર દ્વારા અમલ માં મુકાશે તો તે સૌથી મહત્વ નો નિર્ણય ગણાશે.