શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે મચ્છરો ફક્ત અમુક લોકોના લોહી માટે કેમ તરસ્યા રહે છે. જાણો કેમ મચ્છર અમુક લોકોને જ નિશાનો બનાવે છે. મોટાભાગના મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં માદા મચ્છર રોગ ફેલાવે છે. ઘણા લોકોને મચ્છર વધારે કરડવાની સમસ્યાઓ થતા આપણે જોયું હશે.
શું તમે જાણો છો તમારી ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા છુપાયેલા છે. ખરેખર, આ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ આ બેકટેરીયા મચ્છરોને તમારી પાસે આવવા આમંત્રણ આપી શકે છે. તાજેતરના અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે મચ્છરને અમુક પ્રકારના બેક્ટેરિયાવાળા માણસો ગમે છે. જે લોકોની ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે તેઓ પર મચ્છરોનો હુમલો ઓછો કરે છે.
ઘણીવાર એક સ્થાન ઉપર બે અલગ અલગ વ્યક્તિઓ બેસવા છતાં એકને મચ્છર વધુ કરડે છે તો એકને મચ્છર ઓછા કરડે છે, ઘણીવાર આ સમસ્યા વિચારમાં મૂકી દે છે, પરંતુ આજે અમે તમને એની પાછળનું રહસ્ય જણાવીશું કે કેમ આવું થાય છે, તેની પાછળ તમારું બ્લડ ગ્રુપ પણ જવાબદાર હોય છે, અને બીજા કેટલાક કારણો પણ. ચાલો તો જાણીએ કે, કેમ મચ્છર અમુક લોકોને જ કરડે છે?
તમે વાત સાંભળી જ હશે કે મચ્છરો મીઠા લોહી ધરાવતા લોકો તરફ વધુ આકર્ષાય છે. અને આ વાત સાચી હોઈ શકે છે. મચ્છર સામાન્ય લોકો કરતા ‘ઓ’ બ્લડ ગ્રુપના લોકોને વધારે આકર્ષે છે. બીજો નંબર ‘એ’ બ્લડ ગ્રુપના લોકોનો છે. આ બંને રક્ત જૂથો મચ્છર માટે ચુંબકની જેમ કાર્ય કરે છે. અને મચ્છરો આ બ્લડગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે.
કાર્બન ડાયોક્સાઈડની ગંધથી મચ્છર ખુબ જ ઝડપી માણસના લોહી તરફ આકર્ષિત થાય છે. માદા મચ્છર પોતાના “સેસિંગ ઓર્ગેન્સ” થી તેની ગંધ ઓળખી લેશે. શ્વાસ છોડતા સમયે માણસના શરીરમાંથી નીકળતો કાર્બન ડાયોક્સાઈડ ગેસના કારણે મચ્છર અમુક લોકોને વધુ કરડે છે. મચ્છર 150 ફૂટ દુરથી પણ તેની ગંધ આસાનીથી ઓળખી શકે છે.
મચ્છરોને તમારા શરીરનો પરસેવો અને પરસેવાથી બનતું એસીડ ખુબ જ ગમે છે. તેથી જ્યારે પણ તમે કસરત કરવા નીકળશો અથવા કોઈ પરસેવો પડે તેવું કામ કરો ત્યારે ઘરે આવ્યા પછી વહેલી તકે સ્નાન કરી લો. ન્હાવાથી મચ્છરોને તમારું શરીર ચોખ્ખું લાગે છે અને મચ્છર દુર રહે છે.
એક અધ્યયન મુજબ મચ્છરો બીયર પીનારા લોકોનું લોહી પણ પસંદ કરે છે. બિયરનું સેવન કરતા લોકો તરફ મચ્છર વધુ આકર્ષાય છે. જો આવી પરિસ્થિતિમાં મચ્છરથી અને મચ્છર કરડવાથી થતી બીમારીઓથી બચવું હોય તો બીયર પીવાનું બંધ કરી દેવું જોઈએ.
આજના સમયમાં દરેકના મકાનોમાં વિવિધ પ્રકારના જંતુનાશકો હોય છે. જેમ કે ગુડ નાઈટ, ઓલ આઉટ જેવા ઘણા ઉપકરણો મચ્છરોને તમારાથી દુર રાખે છે. આજના સમયમાં મચ્છરોને ઘરથી દુર રાખવા ઘણા ઉપકરણો બજારમાં મળી રહ્યા છે. જેના કારણે તમને ઘરમાં મચ્છર દેખાતા નથી.
એક અધ્યયન મુજબ સગર્ભા સ્ત્રીઓ સામાન્ય માનવી કરતા 20 ટકા વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેથી જ મચ્છર તેમને વધુ કરડે છે. સામાન્ય રીતે મચ્છરો મેદાન અથવા જ્યાં ઘાસ વધારે છે ત્યાં જોવા મળે છે. તેઓ તમારા સુધી પહોંચવા માટે ગંધ અને દ્રષ્ટિના સંયોજનનો ઉપયોગ કરે છે. તેથી, તેમને ટાળવા માટે, જો શક્ય હોય તો, ફક્ત હળવા રંગના કપડાં પહેરો અને બહાર નીકળો.