દિવસે ને દિવસે ગુજરાત માં નરાધમો બેફામ થઈ રહ્યાં છે.આ નરાધમો ને તો જાણે સરકારની કોઈ બીક રહીજ નથી કાયદાઓ તો જાણે આમનું કાઈ બગાડીજ ના શકે.દિવસે ને દિવસે છેડતી અને બળતકાર ના કિસ્સાઓમાં માં સતત વધારોજ થતો જાય છે.બનાસકાંઠામાં દિવસે દિવસે મહિલાઓ સાથેનાં ધૃણાસ્પદ બનાવોમાં વધારો થઈ રહ્યો છે.દૂષ્કર્મ અને હિંસાનાં બનાવોનાં કારણે જિલ્લામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ થઈ રહ્યા છે.
વાવા તાલુકામાં એક યુવતીને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાના સમાચારથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ખેતરમાં સ્નાન કરતી યુવતીનો વિડીયો ઉતારીને નરાધમે યુવતીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને માર માર્યો હતો.આ નરાધમો નો ઈરાદો પેદાઈશી જ ખરાબ હતો.પાપી પેટના આ નરાધમો એ વીડિયો ઉતરતા પેહલાં જરા પણ વિચાર ના કર્યું કે યુવતી કોઈ ની બહેન હશે.આ નરાધમો એ જો કદાચ વિચાર્યું હોત કે આ યુવતી ની જગ્યાએ મારા ઘરનું કોઈ ક હોત તો તેઓ એ આ કૃત્ય ના કર્યું હોત.
જો સરકાર જ આ વાત પર કડક થાય તોજ આવા કિસ્સાઓનો હલ આવે.યુવકોએ વિડ્યો ઉતારી ને ખાલી તેને બ્લેકમેલ નથી કરી પરંતુ તેની સાથે ના કરવાની પણ કર્યું છે.નરાધમોએ યુવતીને બ્લેકમેલ કરીને અમદાવાદ લાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે.
યુવતીએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વાવ તાલુકાનાં ડેડવાનાં સેંધા આસલ સહિત 3 નરાધમો વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી છે.આ મામલે વાવ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અને કહ્યું છે કે તેમની સામે કડક પગલાં લેવાશે અને તેઓને સજા પણ થશે.પરંતુ વાત પાછી ત્યાં અટકે છે આ બધું કરતાં શા માટે કોઈ ને આગળ ના વિચાર નથી આવતાં.
જો સરકાર કાયદાઓ કડક કરી દે તો પછી ક્યારેય આવું થાયજ નહીં પરંતુ નબળા કાયદા ના કારણે આ નરાધમો બેફામ ફરે છે.એક બે વાર નહીં પરંતુ સતત તેની સાથે આવું થાત યુવતીએ હિંમત કરી.8 મહિના પહેલા યુવતીને બ્લેકમેલ કરીને અમદાવાદ લાવવામાં આવી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરીને અત્યાચાર કરવામાં આવ્યો હતો.
યુવતીએ દુષ્કર્મી ઉપરાંત તેના ભાગીયા અને મદદ કરનાર મિત્ર સહિત 3 વિરુદ્ધ ફરિયાદ કરી છે.નરાધમ દ્વારા દુષ્કર્મનો ક્રમ યથાવત રહેતા યુવતીએ હિંમત કરીને પોલીસને ફરિયાદ નોંધાવી.વાવ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે હવે પોલીસ આ બાબતે કેટલી સજ્જ થાય છે તે જોવાનું રેહશે.પોલીસ કાર્યવાહી આ મામલે કેટલો વેગ પકડે છે તે જોવાનું રેહશે. આ નરાધમો ને કડક માં કડક સજા આપવી જોઈએ.