ગુજરાત માં હાલમાં નિત્યાનંદ મામલો ખુબજ જોરથી ચાલી રહયો છે. નિત્યાનંદ ના આશ્રમમાં થી યુવતી ગુમ થતા આ મામલો વધારે ઉગ્ર બન્યો હતો. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે વધુ ગુંચવાઈ રહ્યો છે.
હાલમાં જ અમદાવાદમાં નિત્યાનંદ સ્વામીના આશ્રમમાંથી ગુમ થવાનો દાવો કરાઈ રહેલી બે યુવતીમાંથી એક નિત્યા તત્વપ્રિયાએ વીડિયો દ્વારા હું સલામત છું નો સંદેશ આપ્યો હતો ત્યારે ફરી એક વાર તેણે વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે લોકો નું કહેવું છે કે આ બધું ફેક છે હકીકત માં તેઓને બળજબરી લઈ જવાઇ છે. પરંતુ નિત્યાનંદ આવાત નું સ્વીકાર કરી શક્યો નથી.
અગાવ પણ નિત્યાનંદ નું નામ ઘણી વાર ઘેરકાનૂની રીતે કામ કરવાથી નિત્યાનંદ નું નામ પોલીસ ના મોઠે આવી ગયું છે. પરંતુ કોઈના કોઈ કારણો સર નિત્યાનંદ બચી જતો હતો. નિત્યા તત્વપ્રિયાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે પોતાના બંધારણીય હવાલો આપતા પોલીસ અને મીડિયા સામે હેરાનગતીનો આક્ષેપ કર્યો છે.
મને મારી જીંદગી મારી રીતે જીવવાનો અધિકાર છે. તેમ કહીને વકીલ પોલીસ અને મીડિયાને આડે હાથ લીધા છે. મેં મારી ઈચ્છાથી હિન્દુ સાધ્વીની લાઈફ પસંદ કરી છે. પરંતુ પરિવાર જનોનું કહેવું છે કે નિત્યાનંદ એ ભોળાપણ નો લાભ ઉઠાવી ને માશૂમો ને ફસાવી છે. નિત્યાનંદ અનેક કાળા કામો માં હાથ ધરાવે છે.
નિત્યાનંદ ને સાધવી સાથે સબંધ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે લોકોએ આ વાતનો ખુલાસો પણ કર્યો છે. ઘણાં એવા સબુતો આ વાતને સાબિત કરે છે. તત્વ પ્રિયાએ ફરી એકવાર આશ્રમની તરફેણ કરતા જણાવ્યુ હતુ કે હું હાલ ત્રિનીદાદ છું. 40થી વધુ પોલીસ દ્વારા આશ્રમમાં આવીને આશ્રમવાસીઓને ખોટી રીતે હેરાન કરવામાંક આવી રહ્યા છે.
વકીલ આશ્રમમાં આવી હેરાનગતિ કરે છે. મારી સાથે કેટલાય પ્રકારની બળજબરાઇ કરાઇ છે. આશ્રમ પર તથ્યવિહીન આક્ષેપો લગાવાઇ રહ્યાં છે. અમારી સામાન્ય પારિવારીક સમસ્યા છે.આ પારિવારીક મેટરમાં આશ્રમને વચ્ચે ન લાવો તો સારૂ. આશ્રમ સંચાલિકા સાથે પણ પોલીસ અને વકીલો દ્વારા બળજબરી કરાઇ રહી છે. તત્વ પ્રિયાએ વધુમાં જણાવ્યુ હતું અમે બંને બહેનો ખુશ છે. અમારા કામથી નીકળ્યા છીએ.
જોકે આ વખત બધા સબુતો નિત્યાનંદ તરફ ઈશારો કરી રહ્યા છે. નિત્યાનંદ બધા વિવાદો થી બચવાનોપ્રયાસ કરી રહ્યો છે. ત્યારે હવે સક ના કાંટા ઢોંગી તરફજ વળી રહ્યાં છે. આ વખતે નિત્યાનંદનો બચવાનો ચાન્સ દેખાઈ રહ્યો નથી.