સમય સાથે ચાલવા આજના જમાનામાં મહિલાઓ મોર્ડન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે ત્યારે આજે વાત કરીશું બૉવજ ઝડપથી રોટલી બની શકે એ માટે આ છે રોટલીનું મશીન, બસ લોટ, તેલ અને પાણી નાખી દો, રોટલી બનીને બહાર આવી જશે, જાણો શું છે કિંમત.
દુનિયા આખીમાં કરોડો લોકો પારંપરિક રીતે જ રોટલી બનાવે છે. પરંતુ તમને રોટલી બનાવતા નથી આવડતી કે રોટલી બનાવવામાં આળસ થાય છે, તો તમારી પાસે આ મશીન હોવું જોઈએ. રોટીમેટીક નામનું આ મશીન પહેલું સંપૂર્ણ ઓટોમેટીક રોટી મેકર છે.
40 સે.મી. x 40 સે.મી. નું આ મશીન દેખાવમાં ભારે ભરખમ લાગી શકે છે, પરંતુ મશીન છે મજાનું. ખરેખર આ એન્જીનીયરીંગની એક કમાલ છે. 1 રોટલી પ્રતિ મિનીટ બનાવવા માટે તેમાં 10 મોટર, 15 સેન્સર અને 300 બીજા સાધનો લાગે છે. કેલીફોર્નીયાના માઉંટેનવ્યુની કંપની જીમ્પલેસ્ટીકએ આ રોટીમેટીકને 6 વર્ષની મહેનતથી બનાવ્યું છે.
કંપનીમાં 20 લોકો કામ કરે છે, અને પ્રનોતી નાગરકર અને ઋષિ ઇસરાની કંપનીના સંસ્થાપક સભ્ય છે. જ્યાં નાગરકરએ આ રોટીમેટીકમાં એન્જીનીયરીંગનું કામકાજ સંભાળ્યું અને ઇસરાનીએ સોફ્ટવેરની જવાબદારી પોતાના માથે લઇ લીધી છે. તેમાં કોઈ ઓપરેટીંગ સીસ્ટમનો ઉપયોગ નથી કરવામાં આવ્યો, પરંતુ તે ડેટા રીકવરી માટે ઉપયોગ થતા ‘બેયર મેટલ’ ટેકનીક ઉપર ચાલે છે.
નાગરકર કહે છે કે તે રોટલી બનાવવાની પોતાની કળાને સુધારી સુધારીને થાકી ગયો, અને છતાં પણ તેની પરફેક્ટ રોટલી ન બની, તો તેને આ રોટીમેકર બનાવવાનો આઈડિયા આવ્યો. હજુ સુધી માર્કેટમાં જેટલા પણ રોટીમેકર છે તે બધામાં માણસની કામગીરીની ઘણી જરૂર પડે છે.
આ રોટીમેટીકમાં ત્રણ કંટેનર છે, જેમાંથી એકમાં સુકો લોટ, બીજામાં પાણી અને ત્રીજુ સૌથી નાનું કંટેનર જેમાં તેલ કે ઘી મુકવામાં આવે છે. પરંતુ સારી વાત એ છે કે તમારે તેમાં રોટલી બનાવવા માટે લોટ બાંધવાની જરૂર નથી. એટલે કે આ રોટીમેટીકમાં લોટ જાતે જ બંધાઈ જાય છે, અને તમને મળશે ગરમાગરમ રોટલીઓ.
સૌથી મોટા કંટેનરમાં સુકી વસ્તુ નાખવામાં આવે છે, જો કે બીજા કંટેનરમાં પાણી ઉપરાંત મીઠું, ખાંડ જેવી બીજી વસ્તુ નાખી શકાય છે. સૌથી નાના કંટેનરમાં કોઈપણ પ્રકારનું તેલ, ઘી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. આ રોટીમેકર ઉપયોગમાં ઘણું સરળ છે. એક વખત પ્લગ ઇન થયા પછી મશીનને 500 ડીગ્રી ફારેનહાઈટ સુધી ગરમ થવામાં લગભગ 5 મિનીટનો સમય લાગે છે.
ત્યાર પછી તમે મશીન ઉપર લાગેલી નાની એવી એલસીડી સ્ક્રીન ઉપર નીચે આપવામાં આવેલા ચાર બટનની મદદથી રોટલીની સાઈઝ, કડકપણું અને રોટલી ઉપર તેલ કે ઘીનું પ્રમાણ પસંદ કરો, અને પછી સ્ટાર્ટ બટન દબાવી દો. ત્યાર પછી મશીન પોતાનું કામ કરશે. મશીનને સાફ કરવું પણ ઘણું સરળ છે. મશીનના જે ચેમ્બરમાં લોટ મિક્ષ થાય છે તેને બહાર કાઢીને સાફ કરી શકાય છે.
એ બહાર નીકળતા ચેમ્બરને ડીશવોશરમાં પણ સાફ કરી શકાય છે. જે ચેમ્બરમાં રોટલી વણાય છે તેને બહાર કાઢીને ધોઈ શકાય છે. રોટીમેકરની કિંમત 599 ડોલર એટલે લગભગ 36000 રૂપિયા રહેશે. સામાન્ય નાગરિક માટે આ કિંમત વધારે જ કહેવાય, પણ જે મહેનત કરીને કંટાળી ગયા હોય અને જેમનું ખીસું ભારે હોય એના માટે આ મશીન ઘણું ઉપયોગી છે.