વિશ્વમાં કોઈ દેશમાં રહેવું હોય તો ત્યાં નક્કીએ રીતે કરવું પડે કે અહીં કેટલું કમાઈશું, કેટલું વપરાશે અને કેટલું વધશે આ જોઈને આપણે નક્કી કરતા હોય છે ત્યારે આજે વિસ એવા દેશની વાત કરીશું જ્યાં રહેવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
નવા અભ્યાસ અનુસાર વિશ્વમાં રહેવાલાયક સ્થળ તરીકે સૌ પહેલા નંબરે ડેનમાર્કની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બ્રેક્સિટ અને રાજકીય અનિશ્ચિતતાના કારણે બ્રિટન આ વર્ષે આ લિસ્ટમાં ટોપ-10 માંથી પણ બહાર ફેંકાઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે અનેક બ્રિટિશર આઇરિશ પાસપોર્ટ માટે અપ્લાય કરી રહ્યા છે.
વિશ્વના રહેવાલાયક દેશોમાં સૌથી પહેલા નંબરે છે ડેન્માર્ક
પરંતુ જો તમે કોઈ એવા દેશમાં જઈને રહેવા માગતા હોવ જ્યાં સામાજીક સ્વતંત્રતા હોય અને વ્યક્તિને સન્માન પૂર્વક જીવવા માટે જરૂરી દરેક વસ્તુ ઉપલબ્ધ હોય તો તમારે ડેન્માર્ક જવું જોઈએ. તેવું અમે નહીં પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ-2017 કહે છે.
શું છે સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ
આ ઇન્ડેક્સ વૈશ્વિક ધોરણે લોકોનું જીવનસ્તર કેટલું સુધર્યું છેતે માપવાનું સાધન છે. જેમાં લોકોને જોઈતી દરેક પ્રાથમિક જરૂરિયાતો, આરોગ્યને લગતી સુવિધાઓ, સેનિટેશન, ઘર, સામાજીક સુરક્ષા, એજ્યુકેશન, સરકાર દ્વારા આપવામાં આવતા હક્કો, સામાજીક અને કાયદાકીય સ્વતંત્રતા, સહિષ્ણુતા સહિતના મુદ્દે સર્વે કરવામાં આવે છે.
યુરોપ ખંડ બન્યો વિશ્વનો સૌથી વધુ રહેવાલાયક પ્રદેશ
વિશ્વમાં કરવામાં આવેલા આ સર્વેમાં ટોપ-14 માંથી 11 દેશ યુરોપિયન ખંડના છે. જેથી યુરોપ વિશ્વમાં સૌથી વધુ સોશિયલ પ્રોગ્રેસ ધરાવતા ખંડ તરીકે આવ્યો છે. જોકે યુ.કે. આ નંબરમાં ઘણું પાછળ એટલે કે 12 માં નંબરે છે. જ્યારે આયરલેન્ડ 11માં નંબરે છે.
ક્યા ક્યા દેશોનો છે ટોપમાં સમાવેશ
આ લિસ્ટમાં બીજા પણ દેશોનો સમાવેશ છે જેમાં ફિનલેન્ડ, આઇસલેન્ડ નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રિયાનો સમાવેશ થાય છે. આ દેશો સિવાય જે દેશોનો સોશિયલ પ્રોગ્રેસ રેન્ક હાઈ છે તેમાં સ્પેન, જાપાન, અમેરિકા, ઇટલી અને પોલેન્ડનો પણ સમાવેશ થાય છે.
સૌથી ઓછા સોશિયલ પ્રોગ્રેસ રેન્કમાં છે આફ્રિકન દેશો
જ્યારે 128 થી પણ પાછળ નંબર હોય તેવા દેશોમાં આફ્રિકન દેશો છે જેમનો સોશિયલ પ્રોગ્રેસ રેન્ક ખૂબ પાછળ છે. આ લિસ્ટમાં અંતિમ પાંચ દેશોમાં નાઇજેર, એન્ગોલા, ચાડ, અફઘાનિસ્તાન અને સૌથી છેલ્લે સેન્ટ્રલ આફ્રિકન રીપબ્લિકન છે.
સોશિયલ પ્રોગ્રેસની વૈશ્વિક સરેરાશમાં વધારો
સોશિયલ પ્રોગ્રેસ ઇન્ડેક્સ-2017 માં એક ખાસ વાત એ નોંધવામાં આવી કે વૈશ્વિક સ્તરે સોશિયલ પ્રોગ્રેસના સ્કોરમાં વધારો થયો છે. 2014ના 63.19 સ્કોરની સામે 2017 માં ગ્લોબલ સરેરાશ 64.85 થઈ છે.