આજકાલનો જમાનો ઇન્ટરનેટ પર ચાલે છે. બધાજ કામ જેમ કે લગ્ન પણ વ્યક્તિઓ ઈન્ટરનેટ પર શોધીને કરે છે. હવે પહેલાંની જેમ કોઈ પણ લગ્ન માટે કોઈ સગા સંબંધીની રાહ જોતો નથી અને આ ઝડપી સંબંધ દરમિયાન કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ભલે તમે તેને ખૂબજ પસંદ કરતા હોય કે લાબા સમયથી રીલેશનશીપ માં હોય. પણ જ્યારે લગ્નની વાત આવે છે. ત્યારે પાછળથી પસ્તાવો ન થાય તે માટે પહેલાથી જ વાતો જાણી લેવી. ચાલો જાણીએ ઓનલાઇન પાર્ટનર સાથે લગ્ન કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ.
કરિયરથી સબંધી વાતો જરૂર કરો.
ઓનલાઇન પ્રેમ એ મોટેભાગે આકર્ષણનું પરિણામ હોય છે .તેથી આવા પ્રેમ સબંધમાં લગ્ન કરતાં પહેલાં પોતાના પાર્ટનર જોડે કરિયર સબંધી ચર્ચા જરૂર કરો. કારણે કે સંબંધ આગળ વધારતા પહેલા પરસ્પર સંમતિ હોવી ખૂબજ જરૂરી છે. ઓનલાઇન સબંધને આગળ વધારતા પહેલા પૂછી લો કે લગ્ન પછી નોકરી કરીશ તો કઈ વાંધો તો નહિ ને અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેના ક્ષેત્રના બધા નિયમો વિશે જાણ કરવી. જેથી લગ્ન પછી તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો ન થાય.
ઉતાવળ ન કરો.
ઉતાવળ ન કરો ભલે છોકરો તમને ખૂબજ પ્રેમ કરતો હોય અને લગ્ન માટે ઉતાવળ બતાવો પણ લગ્ન માટે કોઈ ઉતાવળ ન કરશો પહેલાં તે છોકરાને મળીને સારી રીતે જાણીલો અને થોડાક દિવસ સમજી લો પછી લગ્નની વાત કરો.
પરિવાર વિશે જરૂર જાણો.
ભલે લગ્ન બે વ્યક્તિ કરતા હોય. પણ તેમાં પરિવારની રજા જરૂર લેવી જોઈએ. કારણ કે તેમની ખુશી વગર તમે પણ ખુશ નહીં રહી શકો. છોકરાના પરિવાર વિશે ખાસ કરીને જાણી લો. તેની સભ્યતા અને સંસ્કૃતિ તમારાથી કેટલી અલગ અને તમારા લાયક છે. કારણ કે લગ્ન પછી તમારે કેટલાક સમયે પછી તેમના રિતી રિવાજોને અનુરૂપ બનવું પડશે.