પેરેલિસિસનો અર્થ માંસપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જવું તથા શરીરના અન્ય ભાગોનો સંપર્ક બંધ થઇ જવો, જે ભાગમાં પેરેલિસિસ થાય તે બધા ભાગોમાં માશપેશીઓ નું ચાલવાનું બંધ થઇ જાય છે.તેથી જ પેરેલિસિસનું નામ સાંભળતા જ લોકોના મનમાં બીક લાગે છે, કેમ કે આ બીમારીમાં શરીરના અંગ વાંકા થઇ જાય છે, આ બિમારીથી કોઈપણ અંગ અથવા શરીરનો કોઈ ભાગ કામ કરતો બંધ થઈ જાય છે. માશપેશીઓની ગતી ની સાથે સાથે તેની સવેદના પણ ઓછી થઇ જાય છે, જેથી વ્યક્તિના તે જગ્યાએ દુખાવો, ઠંડક, ગરમી વગેરે નો અહેસાસ થતો નથી. જેનાથી તે અંગની માશપેશીઓ સુકાવા લાગે છે.
પેરેલિસિસ લક્ષણ :
આ બિમારી મોટેભાગે ૫૦ વર્ષ થી મોટા વયના લોકો માં જોવા મળી શકે છે અથવા થવાનો ભય વધુ રહે છે. આ બીમારીને રોકવામાં ઘણો સમય લાગી શકે છે. માથાનો દુખાવો થવો, ચક્કર આવવા કે પછી બેભાન થવું, શરીરમાં અકડન આવવું, શરીરનો કોઈ ભાગ વારવાર સુનો પડી જવો અને હાથ પગને ઉપાડવામાં તકલીફ થવી, વાત કરતી વખતે અટકવું, તોતડું કે બોલવામાં તકલીફ થવી, ઝાખું દેખાવું કે કોઈ વસ્તુ બે વખત દેખાવી.
પેરેલિસિસ થવાના કારણ :
પેરેલિસિસ થવાનું સૌથી મોટું કારણ છે હાઈબ્લડ પ્રેશર. આ સિવાય લોહીના ગઠા જામવા, સ્ટ્રોક થવો, બેડ કોલેસ્ટ્રોલ નું વધવું. પેરેલિસિસનો હુમલો આવે ત્યારે જો દર્દીને તરત સારવાર મળે તો લોહીના જામેલા ગઠા ઠીક થઇ જાય તો દર્દીની સ્થિતિમાં જલ્દી સુધારો થઇ શકે છે. અને જો લોહીનો પ્રવાહ ફરીથી શરુ ન થઇ શકે તો તેનાથી કાયમી પેરેલિસિસની સ્થિતિ ઉભી થઇ શકે છે. જો શરીર નું કોઈ પણ અંગ વધારે સમય સુધી દબાયેલું રહે તો પણ પેરેલીસીસ થઈ શકે છે. જો વધારે પડતાં એસીડીક તત્વો નું સેવન કરવામાં આવે તો એસીડ ની માત્રા વધી જાય છે. જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે. અમુક વખતે વધારે સ્ટ્રેસ હોવાના કારણે પણ માથા ના ભાગમાં લોહી જામી જાય છે જેના કારણે પેરેલીસીસ થઈ શકે છે. આથી કોઈ પણ સંજોગમાં વધારે ચીંતા કરવી કે સ્ટ્રેસ લેવો જોઈએ નહી.
પેરેલિસિસ ના ઉપચાર:
પેરાલીસીસ ના ઉપચારમાં માલીશ પણ ફાયદો મળે છે, ક્લૌજી ના તેલને હુંફાળું કરીને હલકા હાથથી માલીશ કરવી. તેની સાથે દિવસમાં બે થી ત્રણ વાર એક ચમચી તેલનું સેવન પણ કરવું. આ ઉપાય થી 30 દિવસ માં ફરક જોવા મળે છે.પેરેલીસીસ થાય ના શરૂઆત ના દિવસો માં આ માલિશ કરવી નહીં. બે ચમચી મધ માં પાચ કળીઓ લસણની વાટીને તેનું સેવન કરવાથી એક થી દોઢ મહિનામાં લકવા માં આરામ મળવા લાગશે. તેની સાથે સાથે લસણની પાચ કળીઓ દુધમાં ઉકાળીને પછી તેનું સેવન કરવું. આ ઉપાય થી બ્લડ પ્રેશર પણ કાબુમાં રહે છે અને પેરેલિસિસની અસર વાળા ભાગમાં પણ જીવ આવવા લાગશે.
ઝીણું વાટેલું આદુ ૫ ગ્રામ અને કાળા અડદ દાળ ૧૦ ગ્રામના પ્રમાણમાં લઈ, ૫૦ ગ્રામ સરસો નું તેલ માં ૫ થી ૭ મિનીટ સુધી ગરમ કરી, બે ગ્રામ વાટેલું કપૂરનો પાવડર નાખવો. રોજ આ તેલના ઉપયોગથી પેરેલીસીસ માં ફાયદો મળે છે. દુધમાં ખારેક પલાળીને ખાવાથી પણ પેરેલીસીસ માં ફાયદો થાય છે. ધ્યાન રાખશો એક સાથે ચારથી વધુ ખારેક ન ખાવા. રાત્રે ત્રાંબા ના વાસણ માં એક લીટર પાણી ભરીને મૂકી, પાણીમાં ચાંદીનો સિક્કો પણ નાખી, સવારે ખાલી પેટ આ પાણીને પીવાથી રીકવર થવામાં ખુબ ફાયદો કરે છે.લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ.
રોજ સુંઠ અને અડદ ને ઉકાળી, ઠંડું થાય પછી તેનું પાણી ગાળીને પીવું. રોજ આ ઉપાયને કરવાથી પેરાલીસીસ માં ઘણો સુધારો થાય છે. ૫૦ થી ૬૦ ગ્રામ કાળા મરી ને ૨૫૦ ગ્રામ તેલમાં ભેળવીને થોડી વાર સુધી ગેસ ઉપર પકાવી. તે તેલને હુંફાળું કરી લકવા વાળા ભાગ ઉપર પાતળો લેપ કરવો. લકવાના ઇલાજમાં લસણ નું સેવન ખુબ જ અસરકારક છે. લસણ ના ઉપચાર માટે પહેલા દિવસે પાણી સાથે લસણની એક કળી ગળી જવી. ત્યાર પછી રોજ એક એક કળી વધારવી. એટલે કે પહેલા દીવસે એક કડી, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ અને એવું કરતા કરતા ૨૧ માં દિવસે લસણનું પૂરી ૨૧ કળીઓ પાણી સાથે ગળવાની છે. ૨૧ દેવસ પછી રોજ એક એક કળી ઓછી કરીને ગળો. આ ઉપાય થી મગજ નો એટેક કે મગજ નો પેરેલીસીસ જેવી સમસ્યા માં તરત ફાયદો મળે છે.
રોજ સવારે સાંજ દેશી ગાયનું શુદ્ધ ધી ના બે ટીપા નાકમાં નાખવાથી પેરેલીસીસ માં ખુબ જ આરામ મળે છે. કોમામાં ગયેલા વ્યક્તિની ચેતના પાછી આવે છે અને મગજ પણ તેજ બને છે. આ દેશી નુસખાનો સતત પ્રયોગ માઈગ્રેન ની બીમારીમાં રામબાણ ઈલાજનું કામ કરે છે.પેરેલીસીસ નો એટેક આવે એટલે તરત જ તલ નું તેલ ૫૦ થી ૧૦૦ ગ્રામ હળવું ગરમ કરીને રોગીને પીવરાવી દેવુ. અને તેની સાથે થોડું લસણ ચાવી ચાવીને ખાવાનું કહો. હુમલો આવતા જ માથું અને લકવા ની અસર વાળા ભાગ ઉપર શેક કરવો.