આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે ખુબજ ચર્ચા માં આવી ગયો છે પછી એક વાર ગુજરાત ની પોલીસ ના કારનામાં આવ્યાં છે.પોલીસ દ્વારા એક NRI ને હેરાન કરવા માં આવ્યા તેવું સામે આવ્યું છે જેની શુ થયું હતું આ કિસ્સામાં. આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયાએ પોલીસની પોલ ખોલી નાંખી હતી. આ વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે NRIઓને અમદાવાદ એરપોર્ટ પર હેરાન કરાય છે. તુરે ત્યાંના કોઈ વ્યક્તિ દ્વારા આનો વીડિયો ઉતારી ને સોશિયલ મીડિયા માં ફરતો કરતા પોલીસ કારનામાં સામે આવ્યા છે. પોલીસ દ્વારા લોકો ને હેરાન કરવાનું વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અગાવ પણ કેટલાક આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.
પોલીસ દ્વારા આ પરિવાર સાથે ગેરવર્તુણક કરવામાં આવી છે. જે હાલમાં ખુબજ ચર્ચા માં આવી ગઈ છે. આવો જાણીએ શુ થયું હતું આ ઘટનામાં. આણંદના બોરસદના NRI પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કસ્ટમ ક્લિયર હોવા છતાં રસ્તા વચ્ચે માલસામાન ખોલાવ્યો હતો.આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. બધા નિયમો નું પાલન કરેલું હોવા છતાં પણ પોલીસ દ્વારા પરિવાર ને હેરાન કરવામાં આવ્યા હતાં ત્યારે આ મુદ્દો ગરમાયો હતો.
NRI પરિવાર બધા નિયમો નું પાલન કરેલ હોવાથી તેઓ એ પણ પોલીસ સામે જવાબ આપ્યો ત્યારે મામલો વધું ઉગ્ર બન્યો હતો. પોલીસની હેરાનગતિને લઈને આણંદ સાંસદને રજુઆત કરવામાં આવી હતી. આ ઘટના અમદાવાદ એરપોર્ટ બહાર જ બની હતી. આ ઘટના દરમિયાન NRI પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસે NRI પરિવારનો માલસામાન ખોલાવ્યો હતો. બીજી બાજુ NRI પરિવારે પોલીસે યુનિફોર્મ ન પહેરાવાને લઇને આક્ષેપો કર્યા હતા. ત્યારે પોલીસે ના આપવાના જવાબ આપ્યા હતા. અમે પોલીસ દ્વારા પરિવાર સાથે ના કરવાનું વર્તન કરવામાં આવ્યું હતું. જેથી પરિવાર એ પોલીસ સાથે બોલા ચાલી પણ કરી હતી.
ત્યારે હવે એ વાત આવે છે કે સરકાર આવાત ને ગંભીરતા થી શા માટે નથી લેતી એક બે વખત નહીં પરંતુ અનેક વાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે. ન્યૂજર્સીથી બોરસદના એન.આર.આઇ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતાં અને તેઓ કારમાં બેસીને બોરસદ આવવા નીકળ્યાં હતાં. એરપોર્ટની બહાર જ 1 કિ.મીના અંતરે અમદાવાદની પોલીસે તેઓની કાર અટકાવી હતી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તમે કોઇ કેફી પદાર્થ લાવ્યા છો કે નહી. જોકે પરિવારે સહમતી આપી ચેક કરવા દેતા પોલોસ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતા બોલાચાલી વધી ગઈ હતી.
પોલીસો દ્વારા વધું જ કડક પણે ચેક કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.તેની ચકાસણી કરવી પડશે.તેમ કહીને એન.આર.આઇ સાથે જીભાજોડી કરીને તમામ માલ સામાન ચેક કર્યો હતો. આમ ગુજરાત પોલીસ દરેક વ્યક્તિને શંકાની નજરે જોઇને આતંકવાદીની જેમ ચેક કરે છે. તેની સામે એન.આર.આઇને રોષ નોંધાવ્યો હતો. પોલોસે માંગેલા બધા ડોક્યુમેન્ટ બતાવવા છતાં પણ પોલીસ દ્વારા પરિવાર ને હેરાન કરવામાં આવ્યું હતું. જેથી પોલીસ કર્મીઓ નો આ વીડિયો વાઈરલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હજી પણ આમાંમલે કોઈ એ નિવેદન આપ્યું નથી. આવું ક્યાં સુધી ચાલતું રહશે.