પોતાની આંખોથી સખ્ત છોકરાનું દિલ પિગળાવનારી પ્રિયા પ્રકાશની અનદેખી તસવીરો. વેલેન્ટાઇન વીકમાં ઈન્ટરનેટ પર એક છોકરીએ સનસનાટી મચાવી છે. આ છોકરીનો ગઈકાલથી 26 સેકન્ડનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં, આ વિડિઓ ક્લિપ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર એટલી હદે વાયરલ થઈ ગયો છે કે તેનો અંદાજો આ છોકરીને પણ ન હતો.
વીડિયોમાં, ચહેરાના હાવભાવ એક છોકરી તેના બોયફ્રેન્ડ માટે તેની આંખોથી પ્રેમ વ્યક્ત કરી રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વેલેન્ટાઇન ડેનો પ્રતીક બની ગયો છે. વીડિયોમાં જોવા મળેલી છોકરી મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયર છે.
જાણો, પ્રિયા વિશે મોટી વાતો.
18 વર્ષીની પ્રિયા પ્રકાશ મલયાલી પોતાની એક્ટીંગ ડેબ્યુ એક મલયાવી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી કરી રહી છે. આ ફિલ્મ 3 માર્ચ, 2018 ના રોજ રીલિઝ થવાની છે. પણ આ ક્લિપ રિલીઝ પહેલા વાયરલ થઇ હોવાને કારણે આ ફિલ્મનું નામ અલગ જ પડ્યું છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલી ક્લિપ પણ આ ફિલ્મની જ છે.
મલયાવી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ ડાયરેક્ટશન ઓમર લુલુ કર્યું છે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે જે હાઈસ્કુલ રોમાંસ પર આધારિત છે.તમને જણાવી દઈએ કે પ્રિયા કેરળના થ્રિસુરની રહેવાસી છે અને તેના પિતાનું નામ પ્રકાશ વારિયર છે.
પ્રિયા માત્ર 18 વર્ષની છે અને થ્રીસુરની વિમલા કોલેજમાં બી.એ. નું પહેલા વર્ષની સ્ટુડેન્ટ છે. આ ડેબ્યૂ ફિલ્મમાં પણ તે એક સ્ટુડેન્ટનું કિરદાર કરી રહી છે. તમને જણાવી દઇએ કે પ્રિયા એક્ટીંગ સિવાય સંગીત, ડાન્સ અને ટ્રાવેલીગનો પણ ખુબ શોખી છે.
પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ છે. એ જાણીને નવાઈ લાગશે કે પ્રિયા પ્રકાશનો વીડિયો વાયરલ થયો ત્યારથી તેના ઇન્સ્ટાગ્રામમાં લગભગ 4 લાખ ફોલોઅર્સ વધ્યા છે.
પ્રિયાની પહેલી ફિલ્મ ડેબ્યુના પહેલા આ સોન્ગને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 4 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે.
પોતાની સુંદરતાને કારણે ‘રાષ્ટ્રીય ક્રશ’ તરીકે ઓળખાતી પ્રિયા આના લોકો તેને જાણતા ન હતા પણ અચાનક તેનો વીડિયો વાયરલ થયો.
અને તે રાતોરાત સ્ટાર બની ગઈ છે. પ્રિયાની આંખોના લોકો એટલી હદે પાગલ થઈ ગઇ છે કે લોકો કહેવા લાગ્યા છે કે જે છોકરાનો આ વીડિયો જોયા પછી પણ દિલ ઓગળ્યું નથી તે ગે છે.