દરેકના જીવનમાં કોઈને કોઈ તો એવું ભટકાઈ જ જાય છે જેના પર તમે પૈસાની બાબતે જરાય વિશ્વાસ નથી કરી શકતા. કાં તો તે બહુ કંજૂસ હોય છે અથવા તો પૈસા ઉધાર લઈને પાછા આપવામાં નથી માનતા. આજે અમે તમને એવી પાંચ રાશિઓ વિષે જણાવવા જઈ રહ્યા છે જે પૈસા ઉધાર લઈને પાછા આપવામાં માનતી જ નથી. જો આ રાશિના લોકો તમને એમ કહે કે તેમને પૈસાની જરૂર છે, તે સગવડ થતા જ પૈસા પાછા આપી દેશે તો તેમની વાત પર જરાય ભરોસો ન કરતા. આ રાશિના લોકો પૈસા ઉધાર લઈને પાછા વાળવામાં નથી માનતા.
મિથુન.
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ મિથુન રાશિના જાતકોનું છે. તે સ્વભાવે મસ્તમોલા હોય છે. તમને હરવા ફરવા કે પાર્ટી કરવા માટે મિથુન રાશિ કરતા સારો સાથી નહિ મળે. પણ તેમને શરૂઆતમાં જ પૂછી લો કે તેમની પાસે હરવા ફરવા કે પાર્ટી માટે પૈસાની વ્યવસ્થા છે. આ જાતકો શો ઓફ ખૂબ જ કરે છે. આથી તેમની પાસે હંમેશા પૈસાની તંગી હોય છે. આથી જો તમે પહેલેથી ચોખવટ નહિ કરી હોય તો તેમના ભાગના પૈસા પણ તમારે જ ચૂકવવાનો વારો આવશે.
મકર.
આ રાશિના જાતકો પૈસા કમાવવા અને ઈન્વેસ્ટ કરવામાં માને છે, પૈસા ખર્ચવામાં નહિ. તે ન તો પૈસા વેડફે છે, ન તો શોપિંગ પર પૈસા ખર્ચે છે. તે પોતાના મિત્રો સાથે લંચ કે ડિનર પર જાય તો પણ તે પહેલા એવું જ કહેશે કે તેમને ભૂખ નથી જેથી તેમને પૈસા શેર ન કરવા પડે. તમે એકવાર ઓર્ડર કરશો એટલે તમારામાંથી અડધુ ખાઈ જશે.
ધન.
આ રાશિના જાતકોનો બધા જ પૈસા હરવા ફરવામાં જ ખર્ચ થઈ જાય છે. તેમને ફરવાનું જાણે વ્યસન હોય છે. તે પોતાના પૈસા હરવા ફરવામાં ખર્ચે છે અને આ માટે ઉધાર લેતા પણ ખચકાતા નથી. તમે જ વિચારો જેની પાસે પોતાના રૂપિયા નથી બચ્યા તો તે તમને કેવી રીતે રિટર્ન કરશે.
સિંહ.
આ રાશિના જાતકો સાથે ફરવાની તમને ખૂબ જ મજા આવશે. સિંહ જંગલનો રાજા હોય છે અને કોઈ રાજા ઉધાર લે તે વાત માને જ નહિ. તમે સિંહ રાશિના જાતકને એમ કહીને પૈસા ઉધાર આપ્યા કે સેલેરી આવે ત્યારે આપી દેજો તો સમજો કે પૈસા તમારા હાથમાંથી સરકી ગયા. તે એવું માને છે કે તેમને ઉધાર મળેલા રુપિયા તેમના પોતાના જ છે.
વૃશ્ચિક.
વૃશ્ચિક રાશિના જાતક ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેમને ખબર છે કે પૈસા ક્યાં કેવી રીતે ખર્ચ કરવાના છે. પૈસા ઉધાર લેવાની બાબતમાં તે ભૂલક્કડ હોય છે. પૈસા ઉધાર લઈને તે પાછા આપવાના ભૂલી જ જાય છે. આથી તેમને પૈસા ઉધાર આપતા સો વાર વિચાર કરજો.