રાજકોટથી એક એવા સમાચાર મળી રહ્યા છે કે ટિકટોક છોકરો એક છોકરી જોઈને તેના પ્રેમ પાગલ થઇ ગયો છે સોશિયલ મીડિયાને લીધે તે 4 વર્ષ પહેલાં જ લગ્ન સંબંધમાં જોડાયેલા છે. યુવકને પ્રેમિકા તો જોઈએ જ છે અને તેની પત્નીને પણ છોડવા નહિ માંગતો. આ યુવક ગોંડલમાં વસવાટ કરતા સાગરના લગ્ન 4 વર્ષ પહેલા તેને સેજલ સાથે પ્રેમ થયો હતો અને હાલ તેમને બે વર્ષની એક દીકરી પણ છે પણ છે. સાડા ત્રણ વર્ષ સુધી બધુ બરાબર ચાલ્યુ પણ ત્યારબાદ સાગર મોબાઈલમાં માત્ર મોબાઈલમાં ટિટકટોક જોયા કરતો હતો.
સેજલે જોયું તો તે ટિકટોકમાં એક યુવતીના જ વીડિયો જોયા કરતો હતો. શરૂઆતમાં સેજલને શંકા ગઇ પણ માત્ર મોબાઈલનીમાં આખો દિવસ જોયા કરતા ના લીધે ઘરમાં ઝઘડો ચાલ્યા કરતો હતો. એક દિવસ સાગરે અચાનક સેજલને કહ્યું કે, ટિકટોક પર તે જેના વીડિયો જોતો તે સોનિયા તેને મળવા માટે કચ્છથી ગોંડલ આવી હતી અને બંને વચ્ચે પ્રેમ છે. અને પ્રેમને કોઈ દિવસ કોઈ સીમા નહિ નડતી અને સ્માર્ટ ફોનના જમાનામાં અત્યારે સોશ્યિલ મીડિયા ઘણા લોકોને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે.
આ સાંભળતાં જ સેજલ ચોંકી ગઈ હતી. સેજલ કશું કહે એના પહેલાં જ સાગરે કહ્યું કે તે સેજલને નહિ છોડે અને સોનિયા માટે બીજું મકાન રાખશે અને બંને ઘરે દરરોજ આવતો જતો રહેશે. આ વાતની જાણ થતા સાગરના પરિવારમાં થતા તેઓ પણ ગુસ્સે થયા અને સેજલનો પક્ષ લીધો જેથી સેજલે ઘર છોડવાનો વિચાર બદલી નાખ્યો. છ મહિના સુધી આ વાત સહન કર્યા બાદ પણ ફરક ન પડતા બે વર્ષની દીકરીની દુહાઈ આપી હતી આમ છતાં સાગર ન માનતા ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પ્રેમમાં પડેલા આ યુવકના લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ તેને હવે પ્રેમિકા અને પત્ની બંનેને સાથે રાખવી છે.
સાગર એવું કહેતો હતો કે હું પત્ની અને પ્રેમિકાને બંન્નેમાંથી કોઇને નહીં છોડું. પ્રેમિકા માટે નવું ઘર ખરીદીને તેની સાથે પણ રહીશ અને પત્ની અને પરિવાર સાથે પણ રહેશે. જોકે, યુવકની આ વાત સાંભળતા તેના પરિવારના લોકો પણ ખુબ ગુસ્સે થયા હતાં. તેમણે પણ પુત્રવધૂનું જ ઉપરાણું લઇને તેની બાજુ જ બોલ્યા હતાં. સેજલે 181માં ફોન કરી મદદ માગી હતી. કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા કોન્સ્ટેબલ હેતલ પરમાર તેમના ઘરે પહોંચ્યા હતા. સમગ્ર વાતની જાણ થતા કાઉન્સેલિંગ ચાલુ કર્યું હતું. તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, યુવક કોઇ વાતનો જવાબ આપવા માગતાં જ ન હતા અને મોબાઈલ પણ બતાવ્યો ન હતો. વાત સમજાવટથી પતાવવા દીકરીને તેમની સામે મૂકી તેના તરફ જોવાનું કહેતા મોં ફેરવી લીધું હતું. જેથી ગોંડલ મહિલા પોલીસને જાણ કરાઈ હતી અને પરિણીતાએ અરજી કરી કાયદાકીય રાહ અપનાવી છે.