આજના સમયમાં દરેક ભોજન માં ચોખા ખાવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય તમે તમારા ચોખાના ગરમા ગરમ પાણીનું સેવન કર્યું છે જેને લોકો ઓસામણ ના નામથી ઓળખે છે. શું તમે જાણો છો કે ઉકાળેલા ચોખાનું પાણી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
ચોખા ના પાણી ને સ્કીન માટે ફેસ પેક, સ્કિન ટોનર, સ્ક્રબર વગેરે ની જેમ ઉપયોગ કરી શકાય છે. જેનાથી ત્વચા ને ઘણો ફાયદો થાય છે. તે ચહેરાની ખુબસુરતી વધારવા ની સાથે ઘણી સારી સ્કિન પ્રોબ્લેમ થી છુટકારો આપે છે. ચોખાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા ચોખાને સાફ કરી લો અને પછી તેને પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી દો.
ચોખાનું પાણી તાત્કાલિક ઉર્જા પ્રદાન કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. ચોખાના પાણીને પીવાથી, શરીરમાં ઉર્જા વધે છે અને ઊર્જા ઉપલબ્ધ થાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટની ઊંચી માત્રાને કારણે, તે શરીરને તાત્કાલિક શક્તિ આપે છે. તેથી જ્યારે પણ તમે ઊર્જા સ્તર ગુમાવો ત્યારે ચોખાનું પાણી પીવું.
ચોખાના પાણીથી મગજનો વિકાસ થાય છે અને તે શક્તિશાળી બને છે. સાથે તે અલ્ઝાઇમર રોગને રોકવામાં મદદ કરે છે. જો મગજ પાવરફુલ કરવા માંગો છો તો ચોખાના પાણી ને નકામું સમજીને ફેકો નહી. ચોખાના પાણી નો એક ફાયદો એ પણ છે કે તેનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે.
ચોખાનું પાણી હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવામા મદદ કરે છે. ચોખા સોડીયમમાં ઓછા હોવાને લીધે હાઈબ્લડપ્રેશર અને હાઈપરટેન્શન થી પીડાતા લોકો માટે સૌથી સારો આહાર માં નો એક માનવામાં આવે છે.
ઉનાળામાં, આપણા શરીરના ઘણા બધા પ્રવાહી પરસેવો દ્વારા મુક્ત થાય છે. જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ચોખાનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. ઝાડા દરમિયાન ચોખાનું પાણી પીવાથી ફાયદો થઈ શકે છે.
ચોખાના પાણીમા એન્ટિઓક્સિડેન્ટ અને ન્યુટ્રીશન પુષ્કળ પ્રમાણમા હોવાના કારણે ચોખાનુ પાણી સ્કિન અને વાળ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ચોખાનું ઓસામણ વાળની તંદુરસ્તી સુધારે છે. ઘણાં વર્ષો પહેલાં લોકો શેમ્પૂ અને હેર કન્ડિશનર તરીકે આ ઓસામણનો ઉપયોગ કરતા હતા. તેમાં ઇન્સ્ટૉલ નામનું કાર્બોહાઇડ્રેટ રહેલું છે જે વાળનું લચીલાપણું સુધારે છે. આમ, તેનો ઉપયોગ હેર માસ્ક તરીકે કરવાથી વાળ લાંબા, તંદુરસ્ત અને સુંદર બને છે. ઉપરાંત તે વાળના મૂળને પણ મજબૂત કરે છે.