લગ્ન દરેકના જીવનમાં મહત્વનું હોય છે. જીવનમાં એક મોડ એવો આવે છે જ્યારે માણસને લગ્ન કરવા પડે છે. ખાસ કરીને છોકરીઓનું લગ્ન નાની ઉંમરે કરવી દેવામાં આવે છે. ભારતીય માતાપિતા એવું માને છે કે છોકરી જેટલી વહેલી સેટલ થઈ જાય તેટલું વધારે સારૂ.
બોલિવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓની ઉંમર થઈ ગઈ છે છતાં પણ તે કુવારી છે. કદાચ સાચો પ્રેમ ન મળવાના કારણે આ અભિનેત્રીઓએ આજ સુધી લગ્ન કર્યા નથી. આજની આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડની આ 5 અભિનેત્રીઓનો પરિચય કરાવીએ છીએ, જે સાચા પ્રેમની રાહમાં આખી જિંદગી કુવારી રહી ગઈ.
પરવીન બોબી.
પરવીન બોબી 70-80 ના દાયકામાં સૌથી સફળ અભિનેત્રી હતી. પરવીન બોબીનું નામ ઘણા લોકો સાથે જોડાયું હતું પણ તેમણે ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નહી. જાણ્યા મુજબ, તેમને મહેશ ભટ્ટ સાથે ખૂબ પ્રેમ હતો પણ તે પહેલાથી જ પરણિત હોવાને કારણે તેમના લગ્ન થઈ શક્યાં નહિ.આ કારણે પરવીન કુંવારી રહી.
તબ્બુ.
મીડિયા રિપોર્ટ મુજબ તબ્બુની સગાઈ સાજીદ નડિયાદવાલા સાથે થઈ હતી.આ સમાચારની સાચા છે તે નથી ખબર, પણ 45 વર્ષની ઉંમરે તબ્બુ હજી પણ કુંવારી છે. તમને જણાવી દઈએ કે, સાજિદ નડિયાદવાલા એક ફિલ્મ નિર્માતા છે. એવી પણ ખબર આવી હતી કે બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણના પ્રેમમાં તબ્બુ હતી, પણ કાજોલને કારણે અજયે તબ્બુને છોડી દીધી અને આ કારણે તબ્બુએ ક્યારેય પણ લગ્ન ન કર્યા…
સુષ્મિતા સેન.
પહેલા મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેન હજુ 43 વર્ષની ઉંમરે પણ કુંવારી છે. તે તેની બે દત્તક પુત્રી સાથે રહે છે. આ દિવસોમાં તે તેના કરતા 15 વર્ષ નાના મોડેલ રોહમન શાલને ડેટ કરી રહી છે અને જાણવા મુજબ બંને જલ્દીથી લગ્ન કરી શકે છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે આગળના સમયમાં રોહમન સાથે લગ્ન કરે છે કે નહીં.
સુરૈયા.
સુરૈયા તે સમયની પ્રખ્યાત અભિનેત્રી અને ગાયિકા હતી. એક સમયમાં અભિનેત્રી સુરૈયા અને દેવાનંદની પ્રેમની વાતો ખૂબ પ્રખ્યાત હતી, સુરૈયાની નાની માં દેવાનંદને પસંદ કરતી ન હતી.જેના લીધે તેમણું લગ્ન ના થયાં અને તે કુંવારી રહી ગઈ. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘જીત’ ના સેટ પર દેવાનંદે હીરાની વીંટીથી સુરૈયાને પણ પ્રપોઝ કર્યું હતું.
અમીષા પટેલ.
અમિષા પટેલે બોલિવૂડ કારકિર્દીની શરૂઆત વર્ષ 2000 માં સુપરહિટ ફિલ્મ ‘કહોના પ્યાર હે’ થી કરી હતી.તેના પછી તે બીજી સુપરહિટ ફિલ્મ, ગદર-એક પ્રેમ કથામાં જોવા મળી હતી. પણ આ પછી તેની કારકિર્દીનો ગ્રાફ ઉતરતો જ રહ્યો. આજે અમીષાની ઉમર 40 ની ઉપર થઈ ગઈ છે, છતાં તે કુવારી છે. અમીષા પરણિત