સુરત માં અવારનવાર ઘણા એના એવા કિસ્સા બહાર આવે છે એ ખૂબ ભયાનક હોય છે.આમ તો સુરત ખૂબ વિકસિત શહેર ગણાય છે.પણ સુરત માં આમ જોવા જઈએ તો આવા ,દુષ્કર્મ, મર્ડર, ગેંગરેપ,અને શારીરિક સતામણી ના કિસ્સા માં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.સુરત માં હાલ જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે,એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે અહીં એક પરણિત સ્ત્રી પર એના સસરા બીભત્સ માંગણી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે,તો જાણીએ આ કિસ્સા વિસે વિગતે.
એક રિપોર્ટ મુજબ આ કિસ્સો મૂળ સુરત ના મહિધરપુરા છે.અહીં એક પીડિત મહિલા ના 2014 માં સોદાગરવાડમાં રહેતા વાજીદ ગફાર ડેરિયા સાથે લવ મેરેજ થયા હતા.અને એક જ વર્ષ પછી આ મહિલા પર ત્રાસ ગુજારવામાં આવતો હતો.
આ પીડિત મહિલા ના કહેવા મુજબ જયારે એ ઘર માં કપડાં ધોતી હોય છે ત્યારે એના સસરા એને એના સરીર પર હાથ ફેરવી ને કરતા હતા.અને મહિલા નું એવુ પણ કહેવું છે કે જયારે હું ઘર એકલી હોય ત્યારે એને પાસે બીભત્સ માંગણી કરતા હતા.અને એને આ વાત એના પતિ ને પણ કરી હતી.પરંતુ એના પતિ વાજીદ આ વાત થી કોઈ ફર્ક પડતો ન હતો.
પણ ઉપર થી વાજીદ એના પિતા ઠપકો આપવા ને બદલે એ એના પિતા સાથે સારો વ્યવહાર કરતો હતો.અને એ એની પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને એના પર ખૂબ ત્રાસ ગુજરતો હતો.અને આવું થયા પછી પણ વાજીદે એની પત્ની પાસે દહેજ માંગી ને એને હેરાન કરતો હતો.અને જયારે એની પત્ની એ એને દહેજ આપવાની ના પાડી તો એને એની પત્ની ને ઘરમાંથી કાઢી મૂકી હતી.
જેના આધારે પોલીસે સસરા અને પતિ સામે છેડતીનો ગુનો નોંધ્યો છે. હાલમાં બન્ને ફરાર છે. આ કિસ્સા માં મહિલા નું એવું પણ કહેવું છે કે મારા સસરા અને મારો પતિ મારી પણ પાંચ વર્ષ થી ત્રાસ ગુજારતા હતા.
અને એના કારણે જ આ મહિલા એ પોલીસ ને જાણ કરી હતી.અને પોલીસ ની તપાસ બાદ જાણવા મળ્યું છે કે એને લગ્ન ના એક વર્ષ બાદ જ એના પર એના સસરાએ અને એના પતિ આવું કૃત્ય કર્યું હતું.
અને હાલ પોલીસ આ બંને ને શોધ ખોળ કરી રહી છે. અને મહિલા ના પરિવારે પણ એને સાથ આપ્યો છે અને એમને પોલીસે પાસે માગણી કરી છે એ એના સસરા અને જમાઈ ને જલ્દી જ પકડવામાં આવે.